જીવ લેતો ડોક્ટર ઝડપાયો, તાવ આવતા પરિવાર 4 મહિનાના દીકરાને દવાખાને લઈ ગયો અને ત્યાં ડોકટરે કરી નાખી એવી ભૂલ કે.. જાણી લેજો…

ડોક્ટરને આપણે સૌ કોઈ લોકો ભગવાન માનીએ છીએ કારણ કે માનવ શરીરમાં કોઈપણ પ્રકારનો રોગ પ્રવેશ કરે કે આપણે તરત જ હોસ્પિટલે દાખલ થવું પડે છે અને ડોક્ટર પાસે સારવાર કરવી પડે છે. ડોક્ટર પણ પોતાના જીવને જોખમ નાખીને અમુક બીમારીઓ સામે દર્દીને એટલું બધું રક્ષણ અપાવે છે અને એવી ખૂબ જ સારી સારવાર આપે છે કે જેનાથી વ્યક્તિને પુનઃજીવન પણ મળી જતું હોય છે..

પરંતુ કેટલાક લોકો ડોક્ટરની ડિગ્રી મેળવ્યા વગર જ લોકોની સારવાર કરવાનો શરૂ કરી દે છે અને તેમની આ અંગૂઠા છાપ કાળી કરતુતોને કારણે કેટલાક વ્યક્તિઓના જીવ પણ જતા રહેતા હોવાના કિસ્સા પહેલાના સમયમાં સામે આવી ગયા છે. અને અત્યારે વધુ એક બનાવ હરિયાણાના કરનારલના દરડ માથી સામે આવ્યો છે..

અહીં એક ખાનગી હોસ્પિટલની અંદર કમ્પાઉડર તરીકે કામ કરનાર વ્યક્તિ પોતાની નોકરી હતો. નોકરીએથી પરત આવ્યા બાદ ગામડાની અંદર એક સ્ટોર ચલાવતો હતો. આ સ્ટોર ઉપર તેને બે વ્યક્તિઓને બેસાડ્યા હતા અને આ બંને વ્યક્તિ લોકોને દવા પણ આપતા હતા. આ સાથે સાથે કમ્પાઉન્ડર પોતે એક નાનકડી જગ્યામાં દવાખાનું ખોલ્યું હતું.

જ્યાં તે લોકોની સારવાર કરતો અને દવા લેવા માટે પોતાના જ મેડિકલ સ્ટોર ઉપર મોકલતો હતો. આ વ્યક્તિ પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી હતી નહીં છતાં પણ તે લોકોને ગ્લુકોઝ અને બીજી સામાન્ય ટીકડીઓ આપીને રવાના કરી દેતો હતો. અને તેમની પાસેથી પૈસા પડાવી લેતો હતો.

જ્યારે આ ગામ મા રેહતા એક પરિવારના માત્ર ચાર મહિનાના દીકરાને ખૂબ જ ભયંકર તાવ આવવા લાગ્યો હતો. ત્યારે તેઓએ સારવાર માટે નજીકના દવાખાને દોડી ગયા હતા. તેઓને શું ખબર કે, આ ડોક્ટર કોઈ સાચો ડોક્ટર નહીં પરંતુ કમ્પાઉન્ડર તરીકે નોકરી બજાવનાર વ્યક્તિ છે. અને તે મન ફાવે તેવી રીતે લોકોની સારવાર કરી રહ્યો છે..

ડોક્ટરે એક લખાણ લખી દીધું હતું અને મેડિકલ સ્ટોર પરથી દવા લેવા માટે જણાવ્યું હતું. આ મેડિકલ સ્ટોર પરથી પરિવારે દવા લીધી હતી. અને ચાર મહિનાના દીકરાને પીવડાવી પણ હતી. પરંતુ આ દવા પિતાની સાથે જ ચાર મહિનાના દીકરાનું માત્ર ગણતરીની મિનિટોમાં જ મૃત્યુ થઈ ગયું હતું.

પરિવારજનો તાબડતો દવાખાને દાખલ થયા અને ડોક્ટરનું ઉપરાણું લઈ લીધું હતું કે, તમે કેવી રીતે સારવાર કરો છો કે આખરે ચાર મહિના અને દીકરાનું મૃત્યુ થઈ ગયું છે. બિચારો દીકરો આંખ ખોલીને સમગ્ર દુનિયાને જુએ પહેલા જ તમે તેની જિંદગી લઈ લીધી છે. ત્યારે ડોક્ટર પણ આરોપો કરવા લાગ્યો કે, તમારા દીકરાને વધારે સારવારની જરૂર હતી..

અહીં માત્ર પ્રાથમિક સારવાર જ આપવામાં આવે છે. અને આ સારવારથી તમારો દીકરો બચી શક્યો નથી. એમાં મારો કોઈ વાંક નથી. પરંતુ ચાર મહિનાનો આ દીકરો મૃત્યુ પામી ગયો હતો. જ્યારે આ ઘટનાની વધુ જાણકારી મેળવવામાં આવી ત્યારે ખબર પડી કે, આ ડોક્ટર પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી હતી નહીં..

અને તે અભણ અંગુઠા છાપ છે. છતાં પણ તે ડોક્ટર બનીને લોકોની સારવાર કરતો હતો. આ ઉપરાંત તેના મેડિકલ સ્ટોર ઉપર બેઠેલા બંને વ્યક્તિ પણ અભણ હતા અને તેઓ પણ મન ફાવે તેવી દવાઓ આપી દેતા હતા. આ પહેલા પણ એક ડોક્ટરની ભયંકર બેદરકારીને કારણે બે જોડવા બાળકોના મૃત્યુ થયા હતા.

અને અત્યારે વધુ ચાર મહિનાના એક બાળકનું મૃત્યુ થઈ જતા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. એને ફરી ક્યારે સામાન્ય જગ્યા ઉપર સારવાર ન લેવા માટે લોકોને અપીલ કરી છે. હંમેશા ખૂબ જ સારી જગ્યાએ જ સારવાર કરવી જોઈએ.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment