Breaking News

જીમમાં વર્કઆઉટ કરતા MBBSના વિદ્યાર્થી સાથે થયું એવું કે, જોઇને જીમના લોકો રસ્તે દોડતા થયા..તમે ચેતી જજો..!!

આજના સમયમાં લોકો પોતાના શરીરને ખૂબ જ સાચવી રહ્યા છે. તેઓ શારીરિક રીતે ફીટ રહેવા માટે અલગ અલગ એક્સરસાઇઝો અને ખાવામાં પીવામાં પણ કંટ્રોલ કરી રહ્યા છે. પોતાના શરીરને મેન્ટેન કરવા માટે અનેક મશીનનો ઉપયોગ કરી રહ્યા છે. આ મશીનો ક્યારેયક લોકો માટે જીવલેણ પણ બની રહ્યા છે.

અવારનવાર લોકો પોતાના શરીરને મેન્ટેન રાખવા માટે જીમમાં જઈ રહ્યા હોય છે. શરીર માટે વ્યાયામ કરવો એ ખૂબ જ સારી વાત છે પરંતુ શરીરની ક્ષમતા કરતા વધારે વર્કઆઉટ થઈ જતા ક્યારેક તે જીવલેણ પણ બની રહ્યું છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના ખૂબ જ જીવલેણ બની હતી.

એમપીમાં રીવા વિસ્તારમાં આ ઘટના બની હતી. રિવા વિસ્તારમાં એક વિદ્યાર્થી સાથે જીવલેણ ઘટના બની ગઈ હતી. શ્યામ શાહ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યો હતો. વિદ્યાર્થીનું નામ ઓમ ગોયલ હતું. તે મોરેના જિલ્લાના રહેવાસી હતો પરંતુ તે એમબીબીએસનો અભ્યાસ કરતો હોવાને કારણે રિવા શ્યામ શાહ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરવા માટે જતો હતો.

તે શારીરિક રીતે ફીટ રહેવા માટે જીમમાં પણ જતો તે જીમમાં સાંજનો સમય ફ્રી રહેતા 8 થી 9 ના સમયમાં જતો હતો. એમબીબીએસમાં ખૂબ જ હોશિયાર વિદ્યાર્થી હતો. એમબીબીએસ 2020 ની બેચનો વિદ્યાર્થી હતો. તે પોતાની ફિટનેસ પર ખૂબ જ ધ્યાન આપતો હતો. તે દરરોજ ફિટનેસ માટે જીમમાં જતો હતો અને પોતાનો અભ્યાસ પણ કરી રહ્યો હતો.

એક દિવસ ઓમ દરરોજની જેમ જીમ ગયો હતો અને ત્યાં તેણે વર્કઆઉટ કર્યું હતું. વર્કઆઉટ કરતા સમયે અચાનક જ તે ઢળી પડ્યો હતો અને તેની બાજુમાં રહેલા મિત્રોને તે કહી રહ્યો હતો કે તેને છાતીમાં દુખાવો થઈ રહ્યો છે. જેને કારણે મિત્રોએ તરત જ જીમના મેનેજરને આ ઘટનાની જાણ કરી હતી. મેનેજર ઓમ પાસે પહોંચે તે પહેલા જ ઓમ ઢળી પડ્યો હતો.

તેને હોશ રહ્યો ન હતો જેને કારણે તરત જ જીમમાં રહેલા તેમના મિત્રો તેમને સંજય ગાંધી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. તે સમયે ડોક્ટરે નાડી જોતા જ ઓમને મૃત જાહેર કર્યો હતો. મેડિકલ સ્ટુડન્ટને હાર્ટ એટેક આવી ગયો હતો. જેના કારણે તેણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારબાદ ઓમના પરિવારજનોને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.

પરિવારના લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ શ્યામ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ જે ઓમ સાથે ભણી રહ્યા હતા. તે લોકોએ પણ જીમના સંચાલક સામે અમીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને કારણે પોલીસ ફિટને સેન્ટર પર પહોંચી હતી. તે સમયે ફિટનેસ સેટર બંધ કરીને જીવના સંચાલક ફરાર થઈ ગયા હતા.

મેડિકલ વિદ્યાર્થીઓએ જીમ સંચાલક સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સ્ટુડન્ટ સાથે આવી ઘટના બની જતા તેમના વિદ્યાર્થીઓએ જીવન સંચાલકને વારંવાર ફોન પણ કર્યા હતા પરંતુ જેમ સંચાલક ફોન રિસીવ કરી રહ્યા ન હતા. જેને કારણે જીમ સંચાલક સામે કડક કાર્યવાહી કરવાની તેમના મિત્રોએ માંગ કરી હતી. એક જુવાન દીકરાનું આવું કરુણ મૃત્યુ થઈ જતા પરિવારમાં પણ આઘાત છવાઈ ગયો હતો. પોલીસ પણ જીમ સંચાલકની શોધ કરી રહી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *