જે લોકો રાજ્યમાં કાળા કારનામાં કરે છે. તેઓને સજા આપવામાં આવતી હોય છે. રાજ્યનું પોલીસ ખાતું તેમને સજા આપવા માટે હંમેશા તત્પર રહે છે. કારણ કે જે વ્યક્તિ ખોટા કારનામાઓ કરે છે અને રાજ્યના લોકોને ખરાબ દિશામાં દોરવાનો પ્રયત્ન કરે છે. તેઓને કોઈ પણ કાળે બક્ષવામાં આવતા નથી..
આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવતા હોય છે. પરંતુ જેલમાં પણ તેમનો ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. કારણ કે સહેજ પણ ધ્યાન હટે કે તેઓ જેલમાંથી ભાગી નીકળવાના રસ્તાઓ શોધવા લાગે છે. તેમજ જેલમાં પણ એક આરોપી અન્ય આરોપીઓ સાથે મારપીટ અને હત્યાના બનાવો પણ અવારનવાર સામે આવતા હોય છે..
હવે સુરેન્દ્રનગરના લીમડીની જેલમાંથી જેલરને ચેકિંગ દરમિયાન એવી વસ્તુઓ મળી આવી છે કે જે જોતાં જ સૌ કોઈ લોકોને હોશ ઉડી ગયા હતા. હંમેશા જેલમાં થોડા થોડા સમયે ચેકિંગ કરવામાં આવતું હોય છે. જેથી કરીને કેદીઓ પાસે રહેલી ચીજ વસ્તુઓની જાણકારી જેલના સ્ટાફને મળી રહે તેમજ કોઈ વ્યક્તિ જેલમાંથી ભાગવાની કોશિશ કરતું નથી..
આ ઉપરાંત પ્રતિબંધિત ચીજ વસ્તુઓ પોતાની પાસે રાખતું નથી, આ તમામ બાબતોની જાણ મેળવવા માટે તેમનું ચેકિંગ કરવામાં આવે છે. આ ચેકિંગ હંમેશા સરપ્રાઈઝ રાખવામાં આવતું હોય છે. કારણ કે જો કેદી ને ખબર પડે કે, ચેકિંગ થવાનું છે. તો તેઓ જરૂરી સામાન સગેવગે કરી દેતા હોય છે…
લીમડીની સબજેલમાંથી જેલર સહિત અન્ય પોલીસના સ્ટાફે પણ સરપ્રાઈઝ ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. જેમાંથી મહેન્દ્ર દાદભાઈ કરપડા કે જેની ઉંમર 26 વર્ષની છે. તેની પાસેથી સેમસંગ કંપનીનો એક કીપેડ મોબાઇલ મળી આવ્યો હતો. તેમજ શનિ ચંદ્રાભાઈ ભોજા કે જેની ઉંમર 20 વર્ષની છે. તેની પાસેથી પણ સેમસંગ કંપનીનો એક સાદો કિપેડ મોબાઇલ મળી આવ્યો હતો..
આ મોબાઇલની કિંમત અંદાજે 500 રૂપિયા હોવાનું અનુમાન લગાવાયું છે. આ પ્રતિબંધિત મોબાઇલ ફોન મળી આવતા જેલમાં ફફળાટ મચી ગયો હતો. કારણ કે જે વ્યક્તિ પાસે મોબાઇલ ફોન હોય તેવો જેલની બહાર સંપર્ક કરીને જેલમાંથી બહાર નીકળવાની કોશિશ કરતા હોય છે. તેમજ અમુક કેદીઓ તો જેલમાં રહીને જ કેટલાક ગોરખ ધંધાઓ સંભાળતા હોય છે..
જ્યારે તેમની ગેંગના લોકોને પણ સલાહ સૂચન આપતા હોય છે. પોલીસના સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન બંને આરોપીઓ પાસેથી મોબાઇલ ફોન મળી આવ્યો હતો. પોલીસે લીમડી પોલીસ સ્ટેશનમાં જુદા જુદા કાયદાઓ હેઠળ ફરિયાદ રજીસ્ટર કરાવી હતી. અને આ આરોપીઓ સામે વધુ ફરિયાદ નોંધાવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જ્યારે તંત્રમાં જાણ થઈ કે જેલમાંથી કેદીઓ પાસે બે મોબાઈલ પણ મળી આવ્યા છે. ત્યારે સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા હતા. આ જેલમાં મોબાઈલ પહોચ્યા કેવી રીતે તેમજ આ મોબાઈલ પહોચાડનાર વ્યક્તિ કોણ છે તે તમામ બાબતોની તપાસ ચાલવામાં આવશે કે નહી તેની સૌ કોઈ નાગરિકોને રાહ છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]