રાજ્યમાં ગુજરાત સરકાર દ્વારા અવારનવાર પ્રશાસન તંત્ર અને જવાબદાર અધિકારીઓની નજર હેઠળ અને સ્થાનો માટે ભરતી પ્રક્રિયા ચાલુ જ રહેતી હોય છે જેના માટે વિદ્યાર્થીઓ ખૂબ મહેનત પણ કરતાં હોય છે, વિદ્યાર્થીઓ ને લગતી જો કોઈ ભરતી પ્રક્રિયા હોય તો તેની માટે શિક્ષિત યુવા વિદ્યાર્થિઓ તનતોડ પોતાની મહેનત કરતા જ હોય છે.
આ અંગે વાત કરવામાં આવે તો થોડા સમય પહેલાં જ ભરતી પ્રક્રિયા નો મામલો ખૂબ ચાલ્યો હતો જેમાં પેપર લીક કૌભાંડ સરકાર પર અનેક આક્ષેપો થયા અનેક વિદ્યાર્થીઓને હેરાનગતિનો પણ સામનો કરવામાં આવ્યો હતો ઘણા બધા વિદ્યાર્થીઓને સેન્ટર ફાળવણી પણ થઈ ચુકી હતી વગેરે વગેરે અનેક પ્રક્રિયાઓ ચાલુ થઇ ગઇ હતી.
ત્યારબાદ એ પછી પેપર લીક ના મામલા સામે આવતા સાથે સાથે વિરોધ પક્ષનો પ્રચંડ દેખાવ સરકારને ચારેકોરથી ઘેરવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો આ તમામ વચ્ચે રાજ્યના અધિકારીઓ દ્વારા ખૂબ ઊંડાણપૂર્વક તપાસ પણ હાથ ધરવામાં આવી હતી આ વાત છે પેપર લીક કૌભાંડ પરંતુ જો વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યમાં,
છેલ્લા કેટલાક વર્ષોથી વારંવાર સમયાંતરે પેપર લીક કૌભાંડ અથવા તો ભરતી પ્રક્રિયામાં ગોટાળાઓ આવા કઈક નાના-મોટા છબરડાઓ આપણી સામે આવતા જ રહેતા હોય છે હાલમાં મળતી માહિતી મુજબ વિસ્તારમાં વાત કરવામાં આવે તો પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા પર આવા જ ભરતી કૌભાંડ ના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.
વિઠ્ઠલભાઈ રાદડિયા ના પુત્ર એવા જયેશભાઇ રાદડીયા ઉપર ખૂબ મોટા પાયે ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે આમ તો જો કે જયેશ રાદડિયાની પ્રતિભા સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં ખૂબ જ ઉત્કૃષ્ઠ પ્રકારની રહેલી છે મળતા સમાચારો પર જો વધુ નજર નાખવામાં આવે તો રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન અને ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા સામે ભાજપના જ ઢાંકેચા અને સાવલિયા જૂથે મોરચો માંડયો છે.
આ જૂથ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે જયેશ રાદડિયાએ રાજકોટની જ જિલ્લા બેંકમાં મોટું ભરતી કૌભાંડ કરી દીધું છે મળતી માહિતી અનુસાર રાજકોટ જિલ્લા બેંક રાજકોટ લોધીકા સંગ અને બેડી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં તમામ જવાબદારી જયેશ રાદડિયા ના હતી જેમાં પરસોતમ સાવલિયા અને હરદેવસિંહ જાડેજાને પણ અન્યાય થયાના સુર જોવા મળી રહ્યા છે.
આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલમાં રાજકોટ જિલ્લા સહકારી બેંકમાં ૯૦૦ જેટલા કર્મચારીઓ નું ભરતીમાં મસમોટું કૌભાંડ થયું છે વિઠ્ઠલ રાદડિયા બેંકના ચેરમેન હતા ત્યારે 2002માં બોર્ડ મિટિંગમાં ઠરાવ કરીને ભરતી ના તમામ સત્તા ચેરમેનો ને આપી દેવામાં આવી હતી જે નિયમોની તદ્દન વિરુદ્ધ હતી જેના પછી કોઈ જ જાહેર નામ ખબર આપ્યા વગર.
રોજગાર કચેરીમાંથી નામ મંગાવ્યા વગર કે કોઈપણ પ્રકારના ઈન્ટરવ્યું આયોજન થયા વગર ઉમેદવારની ત્રણ માસના રોજમદાર તરીકે પટાવાળા તરીકે ભરતી કરવામાં આવી હતી એક વર્ષ પછી તેને કાયમી કરવામાં આવ્યા પાંચ વર્ષ પછી તેને ક્લાર્ક તરીકે પ્રમોશન આપવામાં આવ્યું આવી રીતે તેમને આગળ વધારી દેવામાં આવ્યા,
આ અંગે વધુ માહિતી એવી પણ મળી છે કે બેંકના ચેરમેન જયેશ રાદડિયા વર્ષે 60 થી 70 લોકોની આવી રીતે ભરતી કરે છે અને તે ઉમેદવાર દીઠ 45 લાખ રૂપિયા પણ વસૂલવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે આ સમગ્ર ઘટના માં કંઈક ને કંઈક એવી પણ ચર્ચા થઈ રહી છે કે વિરોધ પાછળ પદની લાલચ કે પછી અન્યાય સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર,
રાજકોટ જિલ્લા બેંક રાજકોટ લોધીકા સહકારી બેડી માર્કેટિંગ યાર્ડ ચૂંટણીના તમામ જવાબદારી જયેશ રાદડિયા પાસે હતી જેમાં પરસોતમ સાવલિયા અને હૃદયથી જાડેજા ને અન્યાય થયા નો શૂટ જોવા મળ્યો હતો ત્યારે રાજકોટ લોધીકા સંઘના ચેરમેન પદ જતા નીતિન ઢાંકેચા અને સભ્યપદ જતા વિજય સંખ્યાને પણ અન્યાય થયો હતો આ તમામ પાછળ જયેશ રાદડિયા ની મુખ્ય ભૂમિકા હોવાનું માનવામાં આવી રહ્યું છે જેના કારણે પણ ખૂબ મોટા ખુલાસા પણ થઈ શકે છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]