Breaking News

જવાહર નવોદયની છાત્રાલયમાં રેગિગ, બાળક પાસે કપડા ધોવડાવતા અને ઢોર માર મારતા, વાંચીને મગજ તમ્મર ખાઈ જશે..!

થોડા સમયથી રેગિંગની ઘટનાઓ સામે આવી ન હતી. એટલા માટે એવું લાગી રહ્યું હતું કે હવે વિદ્યાર્થીઓ જાગૃત થઈ રહ્યા છે. અને રેગીગ જેવી ખરાબ બાબતોથી દૂર થઈને ભણતરમાં ધ્યાન આપી રહ્યા છે. પરંતુ હાલ ફરી એક વખત અમરેલી તાલુકામાં જવાહર નવોદય વિદ્યાલયમાં રેગિંગનો મામલો સામે આવ્યો છે.

સામે આવતાની સાથે જ વિદ્યાર્થીઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. તો વાલીઓ ખૂબ જ ચિંતિત બની રહ્યા છે. અમરેલી માં જવાહર નવોદય છાત્રાલય ચાલે છે. જેમાં ભંડારિયા નવોદય વિદ્યાલયમાં અંદાજિત ૭૦૦ વિદ્યાર્થીઓ આ છાત્રાલયમાં રહીને અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થી વડીયા તાલુકાના સનાળી ગામનો છે…

તે પોતે ધોરણ નવમાં અભ્યાસ કરે છે. એ જ છાત્રાલયમાં ધોરણ 11માં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓ એ થોડા દિવસ પહેલા તેની સાથે ખૂબ અઘરા બોલાબોલી કરી હતી. તે મારા પથારી પર કચરો નાખ્યો. આ બાબતને લઈને તે ખોટી ખોટી બોલાબોલી કરવા લાગ્યા હતા અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓ છેલ્લા પાંચ દિવસથી તેની પાસે કપડા ધોવડાવતા હતા…

તેમજ અન્ય કોઈ રીતે હેરાનગતિ પહોંચાડતા હતા. ચાર દિવસ પહેલા આ વિદ્યાર્થીએ કપડાં ધોવાની ના પાડી હતી તો ધોરણ 11 ના વિદ્યાર્થીઓ ઉગ્ર થઇ ગયા હતા અને બે વિદ્યાર્થી પટ્ટો લઈને તેના પર તૂટી પડ્યા હતા. અને આ વિદ્યાર્થીને તોડી નાખ્યો હતો. આ બાબત તે સંચાલકોને પણ કહી શકે તેમ ન હતો…

કારણ કે જો આ વાત સંચાલકો સુધી પહોંચાડે તો વિદ્યાર્થીઓ તેને વધારે પડતી હેરાનગતિ પહોંચાડવાનો ડર હતો. એટલા માટે આ વિદ્યાર્થી છાત્રાલય સંકુલની દિવાલ કુદીને ભાગી ગયો હતો. અને પોતાના ઘરે પહોંચી ગયો હતો. જ્યાં તેણે પોતાના માતા પિતાને પોતાની સાથે બનેલા બનાવવાની વાત કરી હતી.

જવાહર નવોદય વિદ્યાલયના છાત્રાલય સંચાલકોને કોઈપણ પ્રકારની જાણ ન હતી કે વિદ્યાર્થી ત્રણ દિવસથી ઘરે ચાલ્યો ગયો છે. વાલીએ છાત્રાલયમાં સામેથી જાણ કરી હતી કે મારો દીકરો ત્રણ દિવસથી ઘરે આવી ગયો છે. ત્યારે આ છાત્રાલયના ઘોર બેદરકારી સામે આવી હતી..

બાળકના માતા-પિતા ફરિયાદ નોંધાવવા માટે વડીયા પોલીસ મથકે પહોંચ્યા છે. પોલીસે હાલ આ બાબતે હજુ કોઈ ગુનો નોંધ્યો નથી. તેમ જ તપાસ પણ શરૂ કરી નથી. હકીકતો માં બાળકો સાથે આ પ્રકારના જુલમ ને રોકવા માટે સરકારે કોઈ યોગ્ય પગલાં ભરવા જોઇએ છે. તેમજ વિદ્યાલયો અને છાત્રાલયના સંચાલકોને ખુબ કડક કાર્યવાહી કરવી પડશે…

જેથી કરીને બીજી વખત આ પ્રકારનો બનાવ ન બને. અગાઉ પણ ઉત્તર ગુજરાતની એક વિદ્યાલયમાં શિક્ષકે એકસાથે ૪૦ વિદ્યાર્થીઓને ઝૂડી નાંખ્યા હતા. શિક્ષક એટલો હાવી થઈ ગયો હતો કે તે દરેક લોકોને કહેતો હતો કે તમે તમારો વીમો કરાવી લો.. કારણ કે હવે તમને માર ચોક્કસ મળશે..

તમારે જેને કહેવું હોય તે કહી દઉં અને માર ખાવા માટે રેડી રહેજો. આ પ્રકારની વાતો કરતો હતો. પોલીસે એ શાળાના સંચાલકો સામે ગુનો નોંધ્યો હતો. આ શિક્ષકે 40 વિદ્યાર્થીને માર મારીને સોળ પાડી દીધા હતા. બાળકો થર થર ધ્રુજવા લાગ્યા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *