Breaking News

જાત્રાએથી પરત આવતા 9 લોકો ભરેલી જીપને ટ્રકે ટક્કર મારી દેતા સર્જાયો ગમખ્વાર અકસ્માત, હાઇવે ઉપર ગુંજી ઉઠી ચીચયારીઓ…

શહેરો કે ગ્રામ્ય વિસ્તારમાં વાહનો વધતાં ઘણા બધા અકસ્માતો થતા જોવા મળે છે. હાલમાં લગ્ન પ્રસંગનો તહેવાર ચાલતો હોવાને કારણે લોકો પોતાના સગા સંબંધીને ત્યાં લગ્નમાં જઈ રહ્યા હોય છે અથવા તો પોતાના જ ઘરે લગ્ન પ્રસંગ હોવાને કારણે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળે છે અને ક્યારેય આ ખુશી દુઃખમાં ફેરવાઈ જાય તે કાંઈ કહી શકાતું નથી.

આવી જ એક ભયાનક અકસ્માતની ઘટના હાલમાં સામે આવી હતી. જેમાં એક જ પરિવારના વ્યક્તિઓ સાથે અકસ્માત સર્જાયો હતો. પરિવાર સિકરારા પોલીસ સ્ટેશન વિસ્તારના લાલ બજાર ગામમાં રહેતું હતું. પરિવારના યુવકનું નામ ભોલાનાથ ગુપ્તા હતું. તેઓ પોતાના પરિવારમાં પત્ની તેમનો દીકરો અને દીકરાની વહુ તેમજ પરિવારના બીજા સભ્યો સાથે બોલેરોમાં જઈ રહ્યા હતા.

ભોલાનાથના દીકરા દિપકના લગ્ન થોડા દિવસ પહેલા થયા હતા. જેના કારણે તેમની નવી વહુને લઈને પરિવારના લોકો શીતલા ચોકિયા ધામમાં દર્શન કરવા માટે ગયા જૌનપુરના શીતલા ચોકિયા ધામ આવેલું છે ત્યાં પરિવારના લોકો નવદંપતીને લઈને દર્શન કરવા માટે ગયા એક જ કારમાં 9 લોકો એક જ પરિવારના બેસેલા હતા.

પરિવારના લોકો ખૂબ જ ખુશ હતા અને તેઓ પોતાની ખુશીની વાતો કરીને મુસાફરી કરી રહ્યા હતા. તે સમયે લાઇન બજાર વિસ્તારના કંધારપુર ગામ પાસે બોલેરો પહોંચી હતી અને વારાણસી લખનૌ હાઇવે પરથી બોલેરો પસાર થઈ રહી હતી. તે સમયે એક ટ્રક ખૂબ જ ઝડપી સ્પીડમાં આવી રહ્યો હતો અને બોલેરો ચાલક પોતાની બોલેરોને રોંગ સાઈડમાં ચલાવી રહ્યો હતો.

બોલેરોમાં ભોલાનાથની પત્ની જ્યોતિબેન અને તેમની દીકરી ચંદ્રકલા તેમજ દીપક ગુપ્તાની પત્ની મનીષાબેન, વિનોદ ગુપ્તા અને તેમનો દીકરો રામચંદ્ર ગુપ્તા તેમજ દીપક ગુપ્તાનો પુત્ર ભૂલા અને તેમની પત્ની કાજલ તેમજ દિલીપભાઈની દીકરી મિસ્ટી તેમજ રાજકુમારની પત્ની કેસરદેવી બોલેરોમાં બેઠા હતા.

એક જ પરિવારના નવ લોકો બોલેરોમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહથી વાતો કરી રહ્યા હતા. તે સમયે અચાનક જ ધડાકેદાર બોલેરો ટ્રક સાથે અથડાઈ હતી અને પરિવારના લોકો જુવે તે પહેલા જ ઘાયલ થઈ ગયા હતા. બોલેરો ચાલક રોંગ સાઈડ થી પોતાની બોલેરો ચલાવી રહ્યા હતા જેના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું કહેવામાં આવે છે.

આસપાસના લોકો આકસ્માત સર્જાતા તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બોલેરોમાં ફસાયેલા પરિવારના લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. બોલેરોમાંથી નવ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને તરત જ હોસ્પિટલની એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી એમ્બ્યુલન્સની મદદથી નવ લોકોને જિલ્લાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

ત્યારબાદ તેમના પરિવારજનોને અકસ્માતની જાણ હોસ્પિટલના લોકોએ કરી હતી અને ત્યારબાદ પોલીસને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસને જાણ કરતા જ ટ્રક ચાલકની તપાસ પોલીસે ચાલુ કરી હતી. ટ્રક ચાલક અકસ્માત સર્જ્યા બાદ ડરીને ભાગી ગયો હતો જેના કારણે પોલીસ ટ્રકનો કબજો મેળવીને ટ્રક ચાલકને શોધી રહી હતી.

એક જ પરિવારના નવ લોકોની સારવાર ચાલી રહી હતી પરંતુ તેમાં ભોલાનાથ ની પત્ની જ્યોતિબેન અને તેમની દીકરી ચંદ્રકલા નું મૃત્યુ થઈ ગયું હતું અને બીજા સાત પરિવારના લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેના કારણે તેમની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી બોલેરોમાં બેઠેલા એક જ પરિવારના શ્રદ્ધાળુઓ ઘાયલ થઈ ગયા હતા.

તેઓ પોતાના ઘરે પહોંચે તે પહેલા તેમની સાથે આકસ્માત સર્જાઈ જતા પરિવારના બીજા સભ્યો ખૂબ જ આઘાતમાં આવી ગયા હતા. આવા અકસ્માતો આજકાલ ખૂબ જ જીવલેણ બની રહ્યા છે અને બોલેરો નો કચાઘાંણ થઈ ગયો હતો. બોલેરોને જોતા જ કહી શકાય કે બોલેરો માં બેઠેલા વ્યક્તિઓનું બચવું ખૂબ જ મુશ્કેલ છે…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *