તમે અવારનવાર એવા કિસ્સાઓ સાંભળ્યા હશે કે જેમાં પરિવારના સગા ભાઈઓ એકબીજા સાથે લડાઈ-ઝઘડો કરવા લાગતા હોય છે. બંને વચ્ચેના મતભેદોના કારણે અંતે તેઓ એકબીજા સાથે મારામારી તેમજ ગાળાગાળી કરવાને સાથે સાથે એકબીજાની હત્યા કરવાનો પણ પ્રયાસ કરવા લાગ્યા હોય છે. હકીકતમાં પરિવારમાં સૌ લોકોએ એકતા રાખીને સાથે જીવન જીવવું જોઇએ..
તેના બદલે આજકાલ ઘણા પરિવારોમાં મારામારી અને લડાઈ ઝઘડા ચાલતા હોય છે. ગુજરાતમાં એવી પ્રણાલી આવી રહી છે કે જ્યારે પિતા નિવૃત્ત થાય ત્યારે તેની પાસે રહેલી તમામ સંપત્તિ અને તેમના સંતાનોને સરખા ભાગે વહેંચી દેવામાં આવે છે. પરંતુ જમીન તેમજ અન્ય સંપત્તિની વહેંચણી વખતે થયેલી અસમાનતાને કારણે ભાઈઓમાં ખૂબ જ ઝઘડો થઈ જતા હોય છે..
આ સાથે અમુક ભાઈઓ દાદાગીરી કરીને તમામ સંપત્તિ હડપવાની કોશિશ કરે છે. ઘણા બધા કિસ્સાઓ સરકારી ચોપડે નોંધાઈ ચુક્યા છે. અને હવે વધુ એક કિસ્સો નડિયાદના રઢુ ગામ માંથી સામે આવ્યો છે. અમદાવાદના થલતેજ વિસ્તારમાં શાલીગ્રામ ગોરલ આવેલું છે. તેમાં ગોરધનભાઈ પરસાણા પોતાના પરિવારજનો સાથે રહે છે.
અને ગામમાં આવેલી પોતાની જમીનમાં ખેતી કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે.. આ ગામમાં કુલ 360 વીઘા જમીન અને તેમના સગા ભાઈઓના ભાગમાં આવેલી હતી. જેમાં દરેક ભાઈઓના ભાગમાં 60 વીઘા જમીન છે. ગોરધનભાઈ બધા ભાઈઓમાંથી મોટા હોવાથી તેઓ બધા ભાઈઓની ભેગી જમીનની વાવણી કરી રહ્યા છે..
વાવણી માટે તેવો ગામમાં રહેતા લાલાભાઇને જમીન ખેડવા માટે પોતાની સાથે લઈને સવારના સમયે રઢુ ગામની સીમમાં ગયા હતા. ગોરધનભાઈની સાથે તેમના નાના ભાઈ અરવિંદભાઈ પણ આવ્યા હતા. ખેતી વિષયક ચર્ચા વિચારણા ચાલી રહી હતી. અને લાલાભાઇ જમીન ખેડવામાં મશગુલ હતા. એવામાં ગોરધનભાઈ નાનાભાઈ વજુભાઈ તેમના દીકરા જગદીશ અને ભગીરથ સાથે ત્યાં આવી પહોંચ્યા હતા..
અને મોટાભાઈ ગોરધન ને કહેવા લાગ્યા કે તમે કેમ નહીં આવ્યા છો. આ જમીન તમારી નથી એમ કહીને જોરજોરથી ગાળાગાળી કરવા લાગ્યા હતા અને ઢોર માર મારવા પણ દોડ્યા હતા. આ સાથે સાથે ટ્રેક્ટર લઈને જમીન ખેડતા લાલાભાઇને પણ ગાળો બોલીને ત્યાંથી કાઢી મુક્યા હતા. ગોરધનભાઈએ તેમના નાનાભાઈ વજુભાઈ અને તેમના દીકરાઓને ગાળો બોલવાની ના પાડી હતી..
જેથી આ ત્રણેય વ્યક્તિ ખૂબ જ ઉશ્કેરાઇ ગયા હતા અને અરવિંદભાઈ અને ગોરધનભાઈ સાથે ઝપાઝપી અને મારામારી કરવા લાગ્યા હતા. વજુભાઈ અને તેમનો દિકરો જગદીશ તેમજ ભગીરથ આ તમામ ભાઈઓની જમીન હડપવા માટે ત્યાં આવી પહોંચ્યા હતા. પરંતુ ગોરધનભાઈ અરવિંદભાઈએ સાહસીકતા દાખવીને તેમનો સામનો કર્યો હતો..
અને પોલીસ મથકમાં વજુભાઈ સામે ફરિયાદ નોંધાવી દીધી છે. વજુભાઈ તેમને અને તેમના બંને દીકરા પોતાના સગા ભાઈઓને જાનથી મારી નાખવાની પણ ધમકી આપવા લાગ્યા છે. તેઓ એક પણ વાર વિચાર કર્યો હશે નહીં કે તેમના મોટાભાઈ છે. અને તેમની બધી જમીન ની ખેતી પોતાની માથે સંભાળી રહ્યા છે. એને પોતાને કોઈ પણ પ્રકારની સમસ્યા નથી છતાં પણ તેઓ પોતાના મોટાભાઈને ગાળાગાળી અને જમીન હડપવાણી આપવાની કોશિશ કરી રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]