જાહેર રસ્તા પર એમ્બ્યુલન્સ હલવા લાગી, પોલીસે દરવાજો ખોલતા જ જે દ્રશ્ય જોયું તે જોઈને ભલભલા લોકોના હોશ ઉડી ગયા..!

ઉત્તર પ્રદેશ રાજ્યના વારાણસી જિલ્લામાં એ ખૂબ જ શરમજનક ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ અનેક લોકોને થતા તેઓ આ ઘટનાની ખૂબ જ ચર્ચાઓ કરી રહ્યા છે. હકીકતમાં આવો બનાવ સામે આવે તો ભલભલા લોકો પણ મુંજવણમાં પડી જાય. આ ઘટના  ગઈકાલે રાત્રે વારાણસી જિલ્લાના રામનગર વિસ્તારમાંથી સામે આવી છે.

ત્યાં એક સુમસાન રોડ પર એમ્બ્યુલન્સ પડી હતી. ક્યાંથી પસાર થતા અમુક લોકોએ આ બંધ પડેલી એમ્બ્યુલન્સને હલતા જોઈ હતી. જેને કારણે તેમને તે એમ્બ્યુલન્સ પર શંકા થઈ હતી. જેથી તેમણે તરત જ ત્યાંની સ્થાનિક પોલીસને આ અંગે જાણ કરી હતી. પોલીસએ જ્યારે રામનગર પહોંચીને આઈ એમ્બ્યુલન્સની તપાસ કરી. ત્યારે દરેકને આશ્ચર્યચકિત કરી દે તેવો ખુલાસો થયો હતો.

પોલીસે રસ્તા પર પડેલી તે બંધ એમ્બ્યુલન્સમાંથી ત્રણ યુવક અને એક યુવતીને એવી હાલતમાં જોયા હતા કે જેની ન પૂછો વાત. ત્યાં આસપાસના લોકો પણ આ યુવકો અને યુવતીને જોઈને શરમમાં મુકાઈ ગયા હતા. આવી ખરાબ હાલતમાં પોલીસે એક નહી પરતું 3 યુવકો અને 1 યુવતીને ઝડપી પાડી છે.

પોલીસ દ્વારા તરત જ આ ચારેય વ્યક્તિની ધરપકડ કરી હતી. આ ઉપરાંત એમ્બ્યુલન્સને પણ જપ્ત કરી લીધી હતી. તે ત્રણેય યુવક અને યુવતી સામે શહેરના સાર્વજનિક વિસ્તારમાં ખુબ જ ખરાબ અને શરમજનક હરકતો કરવાને કારણે તેમની સામે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરતા જાણવા મળ્યું કે આ એમ્બ્યુલન્સ એ ત્રણમાંથી કોઈ પણ યુવકની ન હતી.

તેથી એમ્બ્યુલન્સના માલિક ની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. વારાણસી જિલ્લામાં એસપી તરીકે ફરજ બજાવતા પ્રવિણસિંહ જણાવ્યું કે તે ચારેય વ્યક્તિ વિરુદ્ધ સાર્વજનિક વિસ્તારમાં ખરાબ હરકત કરવા બદલ તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવે છે. તેમજ એમ્બ્યુલન્સ જપ્ત કરવામાં આવી છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે આ એમ્બ્યુલન્સ મંડુઆડીહ વિસ્તારમાં ગંગા સેવા સદન નામની એક ખાનગી હોસ્પિટલની હોવાનું સામે આવ્યું છે. આ ખાનગી હોસ્પિટલ દ્વારા એમ્બ્યુલન્સ એક યુવકને ભાડે આપવામાં આવી હતી. પોલીસના અગાઉના રેકોર્ડ મુજબ આ હોસ્પિટલની આગળ પણ ઘણીવાર અનિયમિતતા ની માહિતી મળી આવી છે. તેથી તે હોસ્પિટલની પણ કાયદેસર રીતે તપાસ હાથ ધરાઈ છે.

અગાઉ પણ લોકોની જરૂરિયાતો અને મજબૂરીનો લાભ ઉઠાવીને ઘણા એમ્બ્યુલન્સ ચાલક એ જરૂરિયાત મંદ અને મજબૂર લોકો પાસેથી મન ફાવે તેમ રૂપિયા લઈ લીધા છે. તેમજ લોકો પોતાની મજબૂરીના કારણે તેમને રૂપિયા આપવા માટે મજબૂર બન્યા હતાં. પરંતુ હાલમાં દિલ્હી સરકારે આવી ગેરકાયદેસર રીતે દાદાગીરી કરતા તમામ એમ્બ્યુલન્સ ડ્રાઇવર સામે કડક પગલા ભરી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment