Breaking News

જાહેર ચોકમાં જુગાર રમતા જુગારીઓને પોલીસે આવી રીતે પકડી પાડ્યા, 14 લોકોને જુગારી બાજી રમતા રંગે હાથ પકડ્યા..!

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં જુગાર રમવાનું ધીમું પડયું હતું. પરંતુ ઘણા સમય પછી ફરી એક કિસ્સો માંડવીના રાંધેજામાંથી સામે આવ્યો છે, જેમાં માંડવી ચોક પાસે જાહેર જગ્યા પર જુગાર રમતાં ૧૪ લોકોને પોલીસે ઝડપી પાડયા છે. પોલીસને બાતમી મળી હતી કે માંડવી ચોક પાસે જાહેરમાં જુગાર રમાઇ રહ્યો છે…

તેથી પેથાપુર પોલીસ સજ્જ થઇ ગઈ હતી. અને આ જુગારીઓને પકડી પાડવા માટે પુરતી મહેનત સાથે દરોડા પાડવા માટે નીકળી પડી હતી. પોલીસ જ્યારે માંડવી ચોક પાસે પહોંચી ત્યારે તેઓએ જોયું કે ૧૪ થી ૧૫ લોકો નો કાફલો રોડ પરની સ્ટ્રીટલાઇટના અજવાળે જાહેરમાં જુગારની બાજી રમી રહ્યા છે…

તેમજ હસી મજાક કરી રહ્યા છે. આ દ્રશ્ય જોતાની સાથે જ પોલીસને મળેલી બાતમી હકીકતમાં ફેરવાઇ ગઇ હતી. અને તેઓએ આ જુગારીઓને રંગેહાથ પકડી પાડવા માટે દરોડો પાડી દીધો હતો. પોલીસે દોડી ને ત્યાં હાજર થઈ ગયા. અને કુંડાળું ઝડપી પાડયું હતું. આ ઘટનામાં પોલીસે ટોટલ 14 લોકોની ધરપકડ કરી છે..

જેમાં ઠાકોર સમાજના છ થી સાત યુવાનો સામેલ છે. જ્યારે બાકીના યુવાનો ગાંધીનગર અને પેથાપુર ના વતનીઓ છે. આ મામલે પોલીસે મહેશ ઠાકોર, સંજય ઠાકોર, જગદીશ ઠાકોર, ગોપાલજી ઠાકોર, નરેશ ઠાકોર, પ્રકાશ ઠાકોર, કનુ ઠાકોર, ભરત ઠાકોર, ગાભા ઠાકોર, રમેશ ઠાકોર, રણજીત ઠાકોર, આરીફસા દીવાન તેમજ મહેશ પટેલની ધરપકડ કરી છે.

આ લોકોની સાથે સાથે પૂનમ રાવળ નામનો યુવક પણ હાજર હતો. તેમજ પોલીસે આ 14 લોકો પાસેથી 24 હજાર રૂપિયા રોકડા અને મોબાઇલ ફોન સહિત 30 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. જાહેરમાં જુગાર રમવો એ એક પ્રકારનો ગુનો છે. છતાં પણ કેટલાય લોકો જાહેરમાં આ પ્રકારનો ગુનો આચરી રહ્યા છે..

તેમજ તેઓને કોઈ પણ પ્રકારનો ડર પણ હોતો નથી. થોડા સમય પહેલા પોલીસે રેડ પાડીને ઘણા જુગારી અડ્ડાઓને બંધ કરાવ્યા હતા. પરંતુ રાંધેજામા યુવાનો ખુલ્લેઆમ જુગાર રમી રહ્યા હતા. એટલા માટે પોલીસે તેઓને પકડીને જુગાર ધારા હેઠળની ફરિયાદ નોંધી છે. તેમ જ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *