Breaking News

જાણો જ્યોતિષ વિદ્યામાં અંગારક યોગના શુભ-અશુભ પરિણામો.

વેદિક જ્યોતિષ અનુસાર જયારે કુંડળીમાં રાહુ અથવા કેતુ માંથી કોઈ એક સાથે અથવા દ્રષ્ટિથી મંગળ ગ્રહનો સંબધ બાજી જાય તો એ કુંડળીમાં અંગારક યોગનું નિર્માણ થાય છે. પંડિત દયાનંદ શાસ્રીએ બતાવ્યું કે જન્મ કુંડળીમાં અંગારક યોગના અશુભ ફળ ત્યારે પ્રાપ્ત થાય છે.

જયારે આ યોગનું નિર્માણ કરવા વાળા મંગળ, રાહુ અથવા હેતુ બંને જ અશુભ સ્થાનમાં હોય એ ઉપરાંત જો કુંડળીમાં મંગળ તથા રાહુ-કેતુ માંથી કોઈ પણ શુભ-સ્થાનમાં હોય તો જાતકના જીવન પર કોઈ નકારાત્મક અસર નથી પડતી. લાલ પુસ્તકમાં અંગારક યોગને પાગલ હાથી અથવા બગડેલો સિંહનું નામ આપવામાં આવ્યું છે.

જાણો શું થશે અંગારક યોગના જાતક પર અસર- અંગારક યોગ, જેમ કે નામથી જ ખબર પડી જાય કે આ અગ્નિનું કારક છે. કુંડળીમાં આ યોગ ને બનવા પર જાતક ગુસ્સો અને નિર્ણય ના લેવાની મૂંઝવણમાં રહે છે. અંગારક યોગના કારણે ગુસ્સો, અગ્નિભય, દુર્ઘટના, લોહી થી સંબધિત રોગ અને ચહેરાની સમસ્યાઓ મુખ્યત્વે થાય છે. અંગારક યોગની ઓળખ જાતકના વ્યવહારથી જ કરવામાં આવે છે.

પંડિત દયાનંદ શાસ્ત્રી ના અનુસાર એમના પ્રભાવમાં જાતક વધારે ગુસ્સો કરવા લાગે છે. તે એમનો કોઈ પણ નિર્ણય લેવામાં અક્ષમ હોય છે પણ તે જાતક ઉચિત હોય છે. સ્વભાવથી આ જાતક સહયોગી હોય છે. આ યોગના પ્રભાવમાં જાતક સરકારી પદ પર નિયુક્ત અથવા વહીવટી કર્તા બનાવે છે.

અંગારક યોગથી સંભાવિત ખોટ- અંગારક યોગના કારણે જાતકનો સ્વભાવ આક્રમક, હિંસક તથા ખોટો થઇ જાય છે. તથા આ યોગના પ્રભાવમાં જાતક એમના ભાઈઓ, મિત્રો, તથા બીજા સંબધીઓથી અનબન રહે છે. અંગારક યોગ  હોવાથી પૈસાનો અભાવ રહે છે. આ પ્રભાવમાં જાતકની દુર્ધટનાની સંભાવના હોય છે. તે રોગોથી ગ્રસ્ત રહે છે અને એનો દુશ્મન એના પર કાળા જાદુનો પ્રયોગ કરે છે. વેપાર અને વ્યહારિક જીવન પર પણ અંગારક યોગનો ખરાબ પ્રભાવ પડે છે.

કુંડળીની પહેલા ઘરમાં રાહુ – મંગળ અંગારક યોગ હોવાથી પેટના રોગ અને શરીર પર ઘાના નિશાન રહે છે. મંગળ અગ્નિ તત્વ પ્રધાન હોય છે પણ તે અંગાર નથી હોતા. રાહુ વાયુ તત્વ પ્રધાન હોય છે. જયારે રાહુની મંગળમાં યુતિ થાય છે ત્યારે વાયુથી અગ્નિ નું મિલન થાય છે જેનાથી અગ્નિ તેજ થઇ જાય છે. એને ઠંડી પ્રકૃતિની વસ્તુઓનું સેવન કરવું જોઈએ. ઠંડુ દૂધ, પાણી, ચોખા જેવું સેવન કરવું જોઈએ.

લગ્નના સમયે મોતી અથવા ઓપલ પહેરવું જોઈએ. ચાંદી નું કડું, ચેન ધારણ કરવું જોઈએ. નાડી જ્યોતિષ અનુસાર મંગળને મશીન તથા રાહુને ગોળ માનવામાં આવ્યા છે. તેથી જાતક મશીનરી, પૈડા, કોમ્પ્યુટર હાર્ડવેર, ગાડી સંબધિત કામ કરે છે.

જાણો અંગારક યોગ શાંતિ નો સામાન્ય ઉપાય : આ યોગના પ્રભાવ ને ઓછો કરવા માટે મંગળવારના દિવસે વ્રત રાખવાથી લાભ થશે. આ ઉપરાંત ભગવાન શિવના પુત્ર કુમાર કાર્તિકની આરાધના કરો. હનુમાનજી ની આરાધના કરવાથી આ બંને ગ્રહ પીડામુક્ત થાય છે.આ એક ઉત્તમ ઉપાય છે.

રાહુના બીજ મંત્રને ઉચ્ચારવા માટે ફાયદાકારક રહેશે : મંગળ અને રાહુ ની શાંતિ માટે નિર્દિષ્ટ દાનની સાથે વૈદિક મંત્રોના જાપ અને દશાંશ મંત્રોનું હવન કરી ફાયદાકારક થાય છે. અંગારેશ્વર મહાદેવ, ઉજ્જેન પર વધારે અસર મળશે. આવારા કુતરાને મીઠી રોટલી ખવડાવો. ઘરે રાહુ ગ્રહની શાંતિ હેતુ પૂજા રાખો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About admin

Check Also

આજે કાલાષ્ટમી પર બની રહ્યો છે શુભ યોગ, આ રાશિઓને મળશે સારા સમાચાર, જાણો તમામ રાશિઓ પર શું અસર થશે

બ્રહ્માંડમાં ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં સતત ફેરફાર થાય છે, જેના કારણે ઘણા શુભ અને અશુભ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *