જાન લઈને પરત આવતી જીપ રસ્તા પર પડેલા ડમ્પર નીચે ઘુસી જતા 6 બાળકો સહીત 14 લોકોના મોત, કાળમુખા અકસ્માત જોઈને જીવ થથરવા લાગ્યો..!

હાઇવે ઉપર કાળમુખા અકસ્માતો તો અવારનવાર બને છે. પરંતુ અમુક અકસ્માતોમાં ભગવાનનો સાથ અને કરેલા પુણ્ય તેમજ નસીબ સારા હોવાને કારણે કોઈ પણ વ્યક્તિનો જીવ જતો નથી. પરંતુ અમુક એવા કાળમુખા અકસ્માતો સામે આવે છે કે, જેમાં કેટલાય વ્યક્તિનું દર્દનાક મોત પણ થઇ જતું હોય છે અને આખાને આખા પરિવારજનો પણ ખલાસ થઈ જતા હોય છે..

એવામાં પણ જો કોઈ શુભ પ્રસંગે હાજરી આપવા જવાનું હોય કે શુભ પ્રસંગ પૂર્ણ કરીને પોતાના ઘરે પરત ફરતા હોય ત્યારે જે અકસ્માત બને છે તે અકસ્માતનું દર્દ તો સહન કરવું મુશ્કેલી જ નહીં પરંતુ નામુમકીન છે. અત્યારે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં ખૂબ જ ગોઝારો અકસ્માતનો એક બનાવ સામે આવ્યો છે..

જે પ્રયાગરાજ લખનઉ હાઇવે ઉપર બન્યો છે. ગામમાં સંતલાલ યાદવ તેમના પરિવારજનો સાથે રહે છે. તેમના પુત્ર સુનીલ યાદવના લગ્ન નવાગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર પાસે આવેલા સિદ્ધપુર ગામે નક્કી કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓ જાન લઈને આ ગામે લગ્ન કરવા માટે ગયા હતા.

ત્યાં લગ્ન પ્રસંગની તમામ વિધિઓ પૂર્ણ થયા બાદ તેઓ બોલેરો જીપ લઈને પોતાના ગામે પરત ફરી રહ્યા હતા. જેમાં એક જીપની અંદર 6 બાળકો સાથે કુલ 14 લોકો લગ્ન પ્રસંગમાં હાજરી આપીને પોતાના ઘરે પરત ફરતા હતા. જ્યારે આ જીપ દેશરાજના ઇનારા પાસે પહોંચી ત્યારે હાઇવે ઉપર ઉભેલા એક ટ્રકની પાછળ ધડાકા ઘૂસી ગઈ હતી.

ટ્રક રસ્તા ઉપર ઉભો હતો અને તેની પાછળના જીભ ઘુસી જવાને કારણે એકાએક રોક્કળ મચી ગઈ હતી. અને જીભમાં બેઠેલા 14 એ 14 વ્યક્તિઓનું મૃત્યુ થયું હતું. જેમાં છ બાળકોનો પણ સમાવેશ થાય છે. આ ખૂબ જ મોટો અને કાળમુખો અકસ્માત સાબિત થયો છે. જ્યારે આ અકસ્માત બન્યો ત્યારે આસપાસના હાઇવે પરથી પસાર થતા તમામ લોકો પોતાના વાહનો થોભાવીને અકસ્માતમાં ઘાયલ થયેલા વ્યક્તિની મદદ કરવા પહોંચ્યા હતા..

પરંતુ આ તમામ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા. જ્યારે આ બનાવની જાણ નજીકના પોલીસ સ્ટેશનને કરવામાં આવી ત્યારે અફર તફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. કાર ટ્રકની નીચે કેવી રીતે ઘુસી ગઈ હતી કે, તેમાંથી વ્યક્તિઓને બહાર કાઢવા પણ મુશ્કેલ હતા. આ કારણે ગેસ કટર વડે કાપવામાં આવી હતી..

અને તેમાંથી વારાફરતી એક પછી એક મૃતદેહોને કાઢવામાં આવ્યા, આ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવનાર વ્યક્તિઓમાં 40 વર્ષનો દિનેશકુમાર, 10 વર્ષનો પવન કુમાર, 40 વર્ષનો દયારામ, 7 વર્ષનો અમન, 9 વરસનો અંશ, 40 વર્ષનો રામસમુજ, 10 વર્ષનો ગૌરવ કુમાર, 55 વર્ષના નાન ભૈયા, 12 વર્ષનો સચિન, 12 વર્ષનો હિમાંશુ, 17 વર્ષનો મિતિલેશ કુમાર, 28 વર્ષનો અભિમન્યુ, 40 વર્ષનો પારસનાથ તેમજ 22 વર્ષનો ડ્રાઇવર બબલુનો પણ મૃત્યુ થયું છે..

આ અકસ્માતના સમાચાર જ્યારે શાંતિલાલ યાદવને મળ્યા ત્યારે તેમનું તેમજ તેમના પરિવારજનોના દુઃખનો કોઈ પાર રહ્યો નહીં. કારણકે આ તમામ વ્યક્તિ તેમના સ્નેહીજનો અને પરિવારના સભ્યો હતા. શાંતલાલ યાદવ તેમજ વરરાજો અને પુત્રવધુનો જીવતો બચી ગયો છે. કારણ કે તેઓ અન્ય કારમાં બેઠા હતા..

પરંતુ તેમના સ્નેહીજનોનું મૃત્યુ થયું છે. તેમના દીકરાના જ લગ્નના શુભ પ્રસંગે આ બનાવ બની જતા તેઓ ક્યારેય પણ આ ઘડીને ભૂલી શકશે નહીં. આ સમાચાર તંત્રને મળતા મુખ્યમંત્રીએ પણ મૃતક વ્યક્તિઓના પરિવારજનોને બે લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાનું જણાવ્યું છે.

અકસ્માતના આ બનાવો એ માજા મૂકી દેતા હવે હાઇવે પર વાહન ચાલકોને ટ્રાફિકના તેમજ ડ્રાઇવિંગ ના નિયમોને કડકાઈથી પાલન કરવું જ પડશે તેવું લાગી રહ્યું છે. અને આ મામલે સૌ કોઈ લોકોની જાગૃતતા જ આ અકસ્માતોને ટાળી શકે છે. જો વાહન ચલાવનારને ડ્રાઈવિંગ પ્રત્યે કોઈ સમજ ન હોઈ તો તેણે ક્યારેય ગાડીઓ ન ચલાવવી જોઈએ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment