રોજ થતા અકસ્માતોમાં ઘણા બધા લોકો જીવ ગુમાવે છે. જ્યારે ઘણા બધા લોકો હમેશા હમેશા માટે ઇજાગ્રસ્ત બની જતા હોય છે. જેના પગલે જીવન ગુજારવું પણ ખુબ જ મુશ્કેલ બની જતું હોય છે. જે ઘરમાં લગ્નના ગવાઈ રહ્યા હોય અને શરણાઈ વાગી હોય તે ઘરના કોઈ પરિવારજનો અકસ્માતનો ભોગ બને તો તેનું દુઃખ સૌથી વધારે થાય છે..
આવા જ પ્રકારનો એક કિસ્સો માલવણ કચ્છ હાઇવે પરથી સામે આવ્યો છે. જ્યાં એક ઇકો કાર અને ઈનોવા કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે. જ્યારે ત્રણ લોકોને ખૂબ ગંભીર ઇજા પહોંચી છે. મળતી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે કારમાં સવાર તમામ લોકો જાન લઈને કલોલ જતા હતા..
એ દરમિયાન આખીયાણ ગામ પાસે અકસ્માત સર્જાયો છે. જાન લગ્નમંડપ પહોંચે એ પહેલાં જ ત્રણ લોકોના કરૂણ મૃત્યુ થતાં લગ્નનો પ્રસંગ મુશ્કેલીમાં મુકાઇ ગયો છે. તેમજ લગ્નની ખુશી મોતના માતમમા છવાઈ ગઈ છે. ઇકો કાર અને ઈનોવા કાર વચ્ચે અકસ્માત એટલો ગંભીર હતો કે બંને કારના બોનેટ ના તો કુછે કુચા બોલી ગયા છે..
આ અકસ્માત થતાની સાથે જ હાઇવે ઉપર ખૂબ લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. જ્યારે 108ને ફોન કરીને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે ઘટનાસ્થળે મૃત્યુ પામનાર કાનજીભાઈ, દેવજીભાઈ ના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે..
આકસ્માતમાં રમેશભાઈ, જેઠાભાઇ તેમજ અરજણભાઈનું મૃત્યુ થયું છે આકસ્માત હાલ કયા કારણોસર સર્જાયો છે તેની કોઈ માહિતી મળી નથી. પરંતુ સારવાર લઈ રહેલા ત્રણ લોકો ધાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે કન્યાપક્ષના પરિવારજનોને ખબર પડશે કે જાન લઈને આવતા જાનૈયાઓને કારણે અકસ્માત નડ્યો છે..
અને તેમાં ત્રણ લોકોનું મૃત્યુ થયું છે. ત્યારે તારે દુઃખનો માહોલ સર્જાઈ જશે. કદાચ આ અકસ્માતને પગલે તેઓ લગ્ન કાર્યક્રમ બંધ પણ રહી શકે છે. શુભ પ્રસંગ ઘરે આવીને ઊભો હોય અને એકાએક મોતના સમાચાર સામે આવતા સૌ કોઈ સંબંધીઓમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]