Breaking News

જાન લઈને જતી કારને નડ્યો અકસ્માત, વરરાજા સહિત 9 લોકોની લાશો મળી, લગ્નની ખુશી માતમ માં ફેરવાઈ..!

છેલ્લા ઘણા સમયથી આપડે જોયું કે લગ્નગાળામાં જાન લઈને જતા જ અકસ્માત સર્જાઈ રહ્યા છે. કંકોત્રી વહેચવા જતા બે પિતરાઈ ભાઈઓને અકસ્માત નડતા ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા. તો ગઈ કાલે એક સાથે બે ઘટનાઓ બની છે. જાન લઈને ઇન્દોર તરફ જતા અકસ્માત નડતા વરરાજા સહિત ૩ લોકોના મોત થયા હતા..

અને આજે સવારે રાજસ્થાનના કોટા જીલ્લામાં ખુબ મોટો અકસ્માત સર્જાયો છે. જેમાં વરરાજા સહિત કુલ 9 લોકો મોતને ભેટ્યા છે. આ જાન જયપુરના અવિનાશ વાલ્મિકિની હતી. જાન ચૌથના બરવાડાથી ઉજ્જૈનના ભૈરુનાલા તરફ જઈ રહી હતી. એ દરમિયાન આ અકસ્માત નડ્યો છે. અ બનાવ સવારમાં ૫ વાગ્યા આસપાસ બન્યા હોવાનું જણાયું છે.

જાનમાં સગા સબંધીઓ મળી કુલ 70 લોકો એક બસમાં જતા હતા.. તો વરરાજો અને તેના મિત્રો સહિત કુલ 9 લોકો એક કારમાં જઈ રહ્યા હતા. આ જાન બરવાડાથી 2 વાગ્યે રવાના થઈ ચુકી હતી. તેઓ સવારે ૫ વાગ્યા આસપાસ નયાપુરની પાસેની છોટી પુલિયાએ પહોચી હતી.

એ દરમિયાન કાર ચાલકે કાબુ ગુમાવતા કાર ચંબલ નદીમાં પડી હતી.. રસ્તા પર ચાલતા એક યુવકે આ દ્રશ્ય જોયું હતું તેથી તેણે સૌ કોઈ લોકોને આ ઘટનાની જાણ કરી હતી અને ફાયર બ્રિગેડને પણ જાણ કરી દેવામાં આવી હતી. વહેલી સવારે રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવ્યું હતું. તમામ લાશોને ક્રેનની મદદથી કારને પણ બહાર કાઢવામાં આવી હતી.

મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી છે. બસમાં જઈ રહેલા જાનેયાને લાગ્યું કે કાર હજી પણ આપડી સાથે નથી એટલા માટે તેઓએ અન્ય લોકોનો કોન્ટેક્ટ સાધ્યો હતો. એ દરમિયાન જણાયું હતું કે કારને અકસ્માત નડ્યો છે જેમાં વારરાજા સહિત ૯ લોકોના મોત થયા છે…

આ સમાચાર સાંભળતાની સાથે જ આખી બસમાં રોક્કળ મચી ગઈ છે.  મૃતકોમાં વરરાજા અવિનાશ વાલ્મિકિ પણ સામેલ છે.  આ અકસ્માતમાં વરરાજો અવિનાશ તેમજ વરરાજાનો લાડીલો ભાઈ કેશવ, કાર ડ્રાઈવર ઈસ્લામનું મોત થયું હતું. બાકીના મૃતકો જયપુરના રહેવાસી હતા.

જેમાં જયપુરના ટોંક ફાટકના રહેવાસી કુશલ અને શુભમ,ટ્રાન્સપોર્ટ નગરના રહેવાસી રાહુલ, ટોંક ફાટકના રહેવાસી રોહિત, ઘાટગેટના રહેવાસી વિકાસ, માલવિયા નગરના રહેવાસી મુકેશનું મૃત્યુ થયું હતું. ખરેખર આ અકસ્માત બન્યા બાદ લગ્નની ખુશી માતમ માં ફેરવાઈ ગઈ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *