જો તમે 2G/3G ઈન્ટરનેટ યુઝર્સ છો અને ઈન્સ્ટાગ્રામ લવર્સ છો તો તમારા માટે એક ગુડ ન્યૂઝ છે. કંપનીએ તમારા માટે ઈન્સ્ટાગ્રામ લાઈટ એપ લોન્ચ કરી છે. ભારત સહિત 170 દેશોના યુઝર્સ તેનો ઉપયોગ કરી શકશે. લાઈટ વર્ઝન ઓછી ઈન્ટરનેટ સ્પીડમાં કામ કરશે. અર્થાત તેનો ફાયદો 2G અને 3G યુઝર્સ કરી શકશે. એપની સાઈઝ માત્ર 2MBની છે. જોકે હાલ તેનો લાભ માત્ર એન્ડ્રોઈડ યુઝર્સ જ લઈ શકશે. iOS યુઝર્સ માટે ટૂંક સમયમાં તેને લોન્ચ કરવામાં આવશે.
કંપનીએ જણાવ્યું કે ભારત, એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકાના 170 દેશોમાં ઈન્સ્ટા લાઈટ એપ લોન્ચ થઈ છે. આ દેશોની વસતી પાસે ન તો સ્માર્ટફોન છે ન તો ઈન્ટરનેટ. ભારતમાં 45% મોબાઈલ યુઝર્સ પાસે 4G સ્માર્ટફોન નથી. આ યુઝર્સ 2G અને 3G સર્વિસનો ઉપયોગ કરી રહ્યા છે.
ઈન્સ્ટાગ્રામ લાઈટનાં ફીચર્સ : લાઈટ વર્ઝનમાં પણ રેગ્યુલર વર્ઝનની જેમ રીલ્સ ક્રિએટ કરી શકાશે. જોકે કંપનીએ કેટલાક એનિમેનશ દૂર કર્યા છે. જોકે લાઈટ વર્ઝનમાં ઓછા ડેટા સાથે GIF અને સ્ટિકરનો આનંદ માણી શકાશે.
લાઈટ વર્ઝનમાં એવા કેટલાક આઈકોનને રિમૂવ કરવામાં આવ્યા છે જેમની જરૂર નવા યુઝર્સને નથી. ભારતમાં ડિસેમ્બર, 2020માં ઈન્સ્ટાગ્રામ લાઈટ એપનું ટેસ્ટિંગ શરૂ થયું હતું.
રેગ્યુલર વર્ઝન કરતાં ઓછી સ્પેસ કવર કરશે : ઈન્સ્ટાગ્રામના રેગ્યુલર વર્ઝનની સાઈઝ 30MBની છે. તે ફોનમાં વધારે સ્પેસ લે છે. તેને સારી રીતે ઓપરેટ કરવા માટે 4G સ્પીડની જરૂર હોય છે. ઈન્સ્ટાગ્રામ પર યુઝર્સ પોતાનો ફોટો અને વીડિયો પોસ્ટ કરે છે સાથે જ અન્ય યુઝર્સના ફોટોઝ અને વીડિયો જોતા હોય છે. તેથી સ્લો ઈન્ટરનેટમાં એપ એક્સેસ કરવાની મજા આવતી નથી. તેથી ઓછી ઈન્ટરનેટ સ્પીડ ધરાવતા યુઝર્સ માટે કંપનીએ લાઈટ વર્ઝન લોન્ચ કર્યું છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) : તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.