કેટલાક લોકો નાની નાની બાબતોને લઈને ખુબ જ ગુસ્સે થઇ જતા હોય છે. કઈ જગ્યાએ કયા પ્રકારના શબ્દો બોલવા જોઈએ અને કઈ જગ્યાએ કયા પ્રકારના શબ્દો ન બોલવા જોઈએ તેનું ઘણાખરા લોકોને ભાન રહેતું નથી. તેના કારણે તેઓને ખરાબ પરિણામ ભોગવવાનો વારો આવે છે. હકીકતમાં વચન પર કાબુ ન રહેવાને કારણે ભલભલા લોકોનું પતન થઇ જતું હોય છે.
હાલ રાજકોટ શહેરના નાનામોવા વિસ્તાર પાસેથી એક બનાવ સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિને પોતાના ગેરવર્તનના કારણે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાનો વારો આવ્યો છે. નાનામોવા વિસ્તાર પાસે આવાસ યોજનાના કોટર આવેલા છે. આ કોટરની અંદર ઘણા બધા લોકો રહે છે. તેમાં જયદીપ શૈલેષભાઈ બગડા નામનો વ્યક્તિ પણ રહે છે..
તે અવારનવાર કોટરના રોડ રસ્તા ઉપર પોતાની ઇકો કાર પૂરઝડપે ચલાવતો હોય છે. ઘણી વખત લોકોએ તેને સલાહ સૂચન આપ્યું હતું કે તેઓ સોસાયટી વિસ્તારમાં પોતાની ઇકો કાર ધીમી ચલાવે, જેથી કરીને કોઈ વ્યક્તિ કે કોઈ પ્રાણી તેની અડફેટે ન આવે. પરંતુ જયદીપ શૈલેષભાઇ બગડા નામના વ્યક્તિ તેઓની વાત સમજવા માટે તૈયાર હતો નહીં..
રોજની જેમ તે પૂરઝડપે જ ઇકો કાર ચલાવતો હતો. એક દિવસ તે શેરીમાં ઘુસ્યો અને શરીરમાં પહેલા પાલતુ કૂતરાને પોતાની ઇકો કાર વડે કચડી નાંખ્યો હતો. કુતરાનું મૃત્યુ થતાં સોસાયટીના રહીશો રસ્તા પર ઉતરી આવ્યા હતા. અને જયદીપ શૈલેષભાઇ બગડા નામના વ્યક્તિને સમજાવવા માટે ગયા હતા..
અને તેઓને જણાવ્યું હતું કે શેરીમાં નાના બાળકો પણ રમતા હોય છે. જો તેઓ આ ની આ રીતેથી પોતાની કાર ચલાવતો રેહશે તો આજે કુતરું કચડાયું છે તેમ આવતીકાલે નાના બાળકો પણ કચડાઈ જશે. આ બાબતને લઈને બોધપાઠ લેવાને બદલે જયદીપ નામના વ્યક્તિએ સોસાયટીના અન્ય વ્યક્તિઓને ધમકી આપતા જણાવી દીધું હતું કે..
હું મારું વાહન સ્પીડથી જ ચલાવી. જો મારી કારની સામે કોઈ બાળકો આવશે તો તેને પણ હું ઉડાવી દઈશ એટલે મારી કારથી દરેક વ્યક્તિએ દૂર રહેવું. આ સાંભળતાની સાથે સોસાયટીના જાગૃત નાગરિક જ્યોતિબેન મનસુખલાલ ગોઠવાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં જયદીપ શૈલેષભાઇ બગડા નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે.
કારણ કે તેણે એક માસૂમ જાનુ જીવ લીધો હતો. અને હવે તે સોસાયટીમાં પોતાની દાદાગીરી ચલાવતું રહ્યો હતો. એટલા માટે તેઓએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી દીધી છે. પોલીસે કારના ચાલક જયદીપ સામે જુદી-જુદી કલમો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જયદીપ નામના યુવકને પોતાના ગેર વર્તનના કારણે હાલ પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત પોતાની ગાડી સ્પીડથી ચલાવવાને પગલે તેણે એક માસૂમ કુતરાનો જીવ લીધો છે. આ બાબતને લઈને વન્યજીવો પ્રેમી પણ તેમની સામે રોષ ઠાલવી રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]