જુદા જુદા વિસ્તારોમાં રોજ એવી ઘણી બધી ચોંકાવનારી ઘટના સામે આવતી હોય છે. કે જે સાંભળતાની સાથે સૌ કોઈ લોકો વિચારમાં મુકાઇ જતા હોય છે તેમ જ હચમચી જતા હોય છે. કારણ કે આજકાલના સમયમાં લોકો પોતાનું ભેજુ એવી રીતે દોડાવવા લાગ્યા છે કે જેના કારણે લોકોને આસાનીથી મામુ બનાવીને પૈસાની લૂંટફાટ કરી શકાય..
હાલ સુરેન્દ્રનગરમાંથી એક ખૂબ જ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ સામે ખોખરીયા પરિવારના લાલાભાઇ પ્રતાપભાઈ રેહતા હતા. તેઓ બે દિવસથી ધાંગધ્રામાં કોઈ કારણસર હતા સાંજના સમયે તેઓ મોરબી જવા માટે નીકળ્યા હતા. એવામાં રસ્તામાં તેમને એક એક વાહન મળ્યું હતું.
જેમાં બે લોકો પહેલાથી જ સવાર હતા. તે લોકોએ તેને મોરબી જવા માટે હા પાડી હતી. લાલાભાઇ પ્રતાપભાઈ ઇક્કો કારના ડ્રાઈવરને 1800 રૂપિયા ભાડું આપીને મોરબી લઈ જવા માટે કહ્યું હતું. ત્યારબાદ તેઓ ઈકોમાં બેસી ગયા હતા. આ ઇકો કાર જ્યારે હળવદ મોરબી ચોકડી એ પહોંચી હતી.
ત્યારે નજીકની હોટલમાં ગાડી ઉભી રાખીને ચા-પાણી તેમજ ઠંડુ પાણી પીવા માટે કહ્યું હતું. ત્યારબાદ બંને વ્યક્તિ હોટેલમાં જઈને ચા પાણી પીધા હતા અને લાલાભાઇ માટે માઝા સોડા લઇને આવ્યા હતા. આ સોડા તેઓએ લાલાભાઇને પીવડાવી હતી. ત્યારબાદ 10 મિનિટની અંદર અંદર તેઓ ત્યાંથી નીકળી ગયા હતા.
રસ્તામાં થોડે દૂર પહોંચ્યા કે લાલાભાઇને અચાનક જ ચક્કર આવવા લાગ્યા હતા અને તે ઢળી પડ્યા હતા. બીજા દિવસે સવારે તેમની આંખ ઉઘડી તો તેઓ એક અજાણ્યા સ્થળ પર પડ્યા હતા. આખી રાત તેઓ સ્થળ ઉપર જ પડેલા હતા. તેમનો મોબાઈલ ફોન અને તેમના પાકીટમાં રહેલ રોકડ રૂપિયા પણ ગાયબ હતા..
ત્યારબાદ લાલાભાઇ ને સમજાયું કે તેઓએ માઝા સોડાની અંદર ઘેની પદાર્થના ટીકડા મિલાવીને તેઓને પીવડાવી દીધા હતા. જે પિતાની સાથે લાલાભાઇને ઘેન ચડ્યું હતું અને તે જોતજોતામાં જ બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ તેમના મોબાઇલ ફોન તેમજ પાકીટમાં રહેલ રોકડ રૂપિયા અને દસ્તાવેજના કાગળો પણ તેમની પાસેથી લઈ લીધા હતા..
અને ત્યારબાદ તેને અજાણ્યા સ્થળ પર ઘા કરીને ભાગી ગયા હતા. આ મામલો લાલાભાઇ સુરેન્દ્રનગરના હળવદ પોલીસ મથકમાં નોંધાવા માટે પહોંચી ગયા હતા. પરંતુ છેલ્લા બે દિવસથી તેઓ ધક્કા ખાઇ રહ્યા છે. અને હજુ સુધી પણ આ મામલે ફરિયાદ નોંધવામાં આવી નથી. આ એક લૂંટ નો મામલો છે. જેમાં કેફી પદાર્થ નું સેવન કરાવીને વ્યક્તિને બેભાન કર્યા બાદ તેને લૂંટી લેવામાં આવે છે..
અને ત્યારબાદ તેને અજાણ્યા રસ્તા ઉપર ઘા કરી દેવામાં આવતો હોય છે. ચોર-લૂંટારાઓ આજકાલ એવા બધા નુસખા અપનાવી રહ્યા છે. જે ક્યારેય કોઈએ વિચાર્યું પણ ન હોય. આ લોકો એકદમ ફિલ્મી ઢબે વિચારવામાં આવ્યું હશે કારણ કે આપણે એવી ઘણી બધી ફિલ્મ્સ જોઈ છે જેમાં આ પ્રકારની કરતો જોવા મળે છે. તેના પરથી જ આ તો લૂંટારા આવો આ પ્રકારની હરકત તો શીખી રહ્યા છે અને વ્યવહારિક જીવનમાં આચરી રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]