હાલમાં બંગાળની ખાડી થઈ ઉત્તર-પૂર્વ ભારતમાં ચોમાસું પ્રવેશ્યું છે. દક્ષિણ પશ્ચિમ તરફનું ચોમાસું બંગાળની ખાડી દ્વારા ઉત્તર-પૂર્વ ભારતમાં પ્રવેશ્યું છે અને આગામી બે દિવસમાં આસામ અને મેધાલયમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગે ગુરુવારે આ માહિતી આપી IMD એ જણાવ્યું હતું કે, દક્ષિણ પશ્ચિમ તરફ ચોમાસુ બંગાળની ખાડીના ઉત્તર પશ્ચિમના કેટલાક ભાગોમાં અને બંગાળની ખાડીના પૂર્વ મુખ્ય ભાગોમાં આગળ વધે છે.
તેમજ મિઝોરમ ,મણીપુર અને નાગાલેન્ડમાં મોટા ભાગમાં પહોંચી ગયું છે. અરબી સમુદ્રમાંથી ભારતના દક્ષિણ દ્વિપકલ્પ આવતા ચોમાસા ના પવનોને જોતા હવામાન વિભાગે કર્ણાટક ,કેરળ અને લક્ષ્યદ્રીપના દરિયાકાંઠાના અને દક્ષિણા અંતરિયાળ વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે થોડાક જ દિવસોમાં ગુજરાતમાં બેસવા જઈ રહ્યું છે.
સમગ્ર દેશનું વાતાવરણમાં વધી રહેલી ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાતના લોકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં ફરી માવઠાની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે જૂન અને જુલાઈ મહિનામાં ગુજરાત, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં માવઠું પડી શકે છે. સામાન્ય મધ્યમથી અને ગાજવીજ સાથે ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી છે.
ચોમાસુ સામાન્ય રીતે કેરળમાં વરસાદ પડ્યાના 15 દિવસની આસપાસ ગુજરાતમાં વરસાદની પધરામણી થતી હોય છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં ૧૦ થી ૧૫ જૂન વચ્ચે વરસાદ પડવાની શક્યતા રહેલી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં જૂન મહિનામાં ચોમાસું બેસી જશે તેમજ આ વર્ષે ચોમાસુ ખૂબ સારું રહેશે. તેમજ કેરળમાં પ્રવેશી હાલમાં કર્ણાટક સુધી પહોંચી ગયું છે.
જે ગોવા અને મુંબઇ થઇને વલસાડથી ગુજરાતમાં પ્રવેશ થશે આમ આગામી ૧૦ થી ૧૫ જૂન વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વલસાડ માં પ્રિમોન્સૂન એક્ટીવીટી શરૂ થવાની હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે હવામાન ખાતાના જણાવ્યા અનુસાર ચોમાસાની મુંબઈમાં એન્ટ્રી થયા બાદ ગુજરાતમાં ક્યારે પ્રવેશ થશે તેનો અંદાજ લગાવી શકાય છે.
જો કે ગુરુવારના રોજ અમદાવાદમાં તાપમાનનો પારો ૪૩ ડિગ્રી થી વધુ નોંધાવશે. જેના બીજા દિવસે શુક્રવારે 1 થી 2 ડિગ્રી જેટલો પારો થશે. આમ 3 જૂન બાદ ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં વધારા ઘટાડાની પ્રક્રિયા શરૂ થશે. ઉલ્લેખનીય છે કે કેરળમાં આ વર્ષે 29 મેના રોજ નૈઋત્ય ચોમાસાનું આગમન થઇ ગયું છે સામાન્ય રીતે કેરળમાં વરસાદ બાદ મુંબઇમાં ચોમાસાનું આગમન થતું હોય છે.
અને ત્યાર પછી દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થતું હોય છે આ વખતે હવામાન વિભાગે દેશમાં ચોમાસુ સારું રેહવાની આશા વ્યક્ત કરી છે દર વર્ષની પ્રમાણે ગુજરાતમાં જૂન મહિનામાં અનેક વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે આ વર્ષે રાજ્યમાં કમોસમી વરસાદ અને વાવાઝોડા નો સામનો કરવો પડ્યો છે અને જેને લઇને ખેડૂતોને પાકમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે ચોમાસુ સારું નીવડે તેવી ખેડુતો આશા સેવી રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]