સમાજમાં રહેતા લોકોને આખરે એવી તો શી મોટી આફત આવી પડતી હશે કે, તેઓ પોતાની હસ્તી ખેલતી જિંદગી મૂકીને જીવન ટૂંકાવી દઈ હંમેશા હંમેશા માટે પરિવારજનોને અલવિદા કહી બેસે છે. છેલ્લા કેટલાક સમયથી આપણે રોજબરોજ સાંભળતા હોઈએ છીએ કે દિન પ્રતિ દિન આપઘાત કરીને જીવન ટૂંકાવી દેવાના કિસ્સા ખૂબ જ વધી રહ્યા છે..
કોઈ વ્યક્તિ આર્થિક સંકળામણમાં આવીને આવા પ્રકારનું પગલું ભરતો હોય છે, તો કોઈ વ્યક્તિ રોજબરોજની હેરાનગતી અને પ્રેમ પ્રકરણ જેવી બાબતોથી કંટાળી જઈને પણ આવા પગલા ભરવા પર મજબૂત થાય છે. જો આવા સમયે કોઈ સારા અને સજ્જન વ્યક્તિનો સાથ સહકાર મળી જાય તો કોઈ વ્યક્તિનો જીવ પણ બચી જાય છે..
હાલ એક પ્રાઇવેટ શાળાના શિક્ષકે આપઘાત કરીને જીવન ટૂંકવી દેવાનો કિસ્સો સામે આવ્યો છે, આ ઘટના બિહારના મંગેર પાસે આવેલા ગાંધી ચોક પાસેનો છે, અહીં શંકર પ્રસાદ સિંહ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે. શંકર પ્રસાદ કાપડના વ્યવસાય સાથે જોડાયેલા છે જ્યારે તેમનો એકનો એક દીકરો અંકિત એક ખાનગી શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવે છે..
અંકિત છેલ્લા ત્રણ દિવસથી તેના ઘરે પરત આવ્યો હતો નહીં, એટલા માટે પરિવારજનોને તેની ચિંતા શરૂ થઈ અને તેઓ નજીકના પોલીસ સ્ટેશનમાં અંકિતા ઘરેથી ગાયબ થઈ ગયો છે. તેવી ફરિયાદ પણ નોંધાવી દીધી હતી. પોલીસે પણ ફરિયાદ નોંધીને તેની પૂછપરછ તેમજ અતો પતો મેળવવાની પ્રોસેસ શરૂ કરી દીધી હતી..
અંકિતના ઘરથી થોડી દૂર અંકિતનો મોબાઇલ અને તેની ગાડી પણ મળી આવી છે, અંકિતના મોબાઈલ ફોનમાં તે કોઈ યુવતી સાથે વાતચીત કરતો હોય તેવા પુરાવા મળી આવ્યા છે. તેને મેસેજમાં અંતિમ વખત લખ્યું હતું કે, હું ભગવાનની પાસે જાવ છું અને ત્યાં તારી રાહ જોઈને બેસીસ, તું પણ જલ્દી આવી જજે..
હું તને ખૂબ જ પ્રેમ કરું છું. હું તારી રાહ જોઈને બેઠો છું. તેમ કહીને તેને મેસેજનો અંત લાવી દીધો હતો અને ત્યારબાદ તે મોબાઇલ ફોન ત્યાં મૂકીને નજીકમાં આવેલા તળાવમાં કૂદીને આપઘાત કરી લીધો હતો. અંકિતના મા બાપનું કહેવું છે કે, તેમનો એકનો એક દીકરો છેલ્લા કેટલાક સમયથી કોઈ વાતચીતને લઈને ખૂબ જ દુઃખી રહેતો હતો..
તેઓએ ઘણી બધી વાર અંકિતના દુઃખનું કારણ જાણવાની પણ કોશિશ કરી પરંતુ હંમેશા વાતને ટાળી નાખતો હતો અને અંતે તેને જીવન ટૂંકાવી દીધું છે, તેની સાથે એવું તો શું બન્યું હશે કે તે પોતાનો જીવ ગુમાવવા માટે મજબૂર બની ગયો હતો. આ વાતને લઈને તપાસ ચાલી રહી છે. અંકિતના માતા-પિતા દુઃખની આ ઘડીને સહન કરી શક્યા નથી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]