‘હું આ વિસ્તારનો દાદા છું’ એમ કહીને પોલીસનો કોલર પકડીને માથાભારે લુખ્ખાએ છરીથી વાર કર્યો, અને પછી તો જે થયું તે… વાંચો..!

અમુક માથાભારે તત્વોની દાદાગીરી અવારનવાર સામે આવતી હોય છે. પોલીસ તંત્ર અને સ્પેશિયલ ફોર્સના અધિકારીઓ આવા માથાભારે તત્વોને તાત્કાલિક ધોરણે પકડી પાડે છે. અને જેલના સળિયા પાછળ ધકેલી દેતા હોય છે. અત્યારે કોઈ મોટા માથા ભારે તત્વોને ઉભા થવા દેતા નથી. રાજ્ય અને શહેરના તમામ નાગરિકો સુરક્ષિત રહી શકે એટલા માટે ગુજરાત પોલીસ સખત મહેનતથી કાર્યરત છે.

છતાં પણ એક ખૂબ જ ચકમાવી દે તેવો બનાવો અમદાવાદના નારોલ વિસ્તારમાંથી સામે આવ્યો છે. અમદાવાદમાં છેલ્લા ઘણા દિવસોથી ખૂબ જ ભારે વરસાદ વરસી રહ્યો છે. જુદા જુદા વિસ્તારમાં પાણી ભરાવાની મામલા પણ સામે આવ્યા છે. જેના પગલે રસ્તા ઉપર સવારના સમયે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. એવામાં પીરાણા કચરાના ઢગલાની પાસે ટ્રાફિક પોલીસ રસ્તા ઉપર પસાર થતા વાહનોનું ટ્રાફિક નિયંત્રણ કરી રહી હતી..

એવામાં એક યુવક અચાનક આ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. તેણે પોતાનું વાહન રસ્તાની વચ્ચોવચ પાર્ક કરી દીધું હતું અને એક તો ઉપરથી ટ્રાફિક જામ હતો એવામાં તેણે પોતાનું વાહન રસ્તા વચ્ચે પાર્ક કરી દેતા વધારે ચકાજામ થઈ ગયો હતો. એટલા માટે પોલીસે તેને પોતાનું સ્કૂટર હટાવી લેવાનું કહ્યું હતું. પરંતુ આ માથાભારે તત્વો ખૂબ જ ગુસ્સે ભરાયો હતો અને પોલીસ સાથે તકરાર કરવા લાગ્યો હતો.

વાત આટલી બધી ઉગ્ર બની ગઈ કે સજુ સલીમ ખાન પઠાણ નામનો આ માથાભારે તત્વો પોલીસ સાથે ખૂબ જ દાદાગીરી કરવા લાગ્યો અને તકરાર કરતાં કરતાં તેણે પોલીસનો કોલર પણ પકડી લીધો હતો. તે વારંવાર બોલતો હતો કે હું આ વિસ્તારનો દાદા છું. એવામાં તેને તાત્કાલિક ધોરણે પકડીને રસ્તાની સાઈડ પર લઈ જવામાં આવ્યો હતો..

ત્યારે આ માથાભારે તત્વોએ પોલીસને કહ્યું કે, ગણેશ નગર વિસ્તારમાં ખૂબ જ પાણી ભરાયું છે. પહેલા એનો નિકાલ કરો પછી જ હું મારું વાહન હટાવીશ એમ કહીને તેને પોલીસને કહ્યું કે હું જેમ કહું તેમ કરજો નહિતર હું તમને જાનથી મારી નાખીશ. આવા શબ્દોનો પ્રયોગ કરીને તે દાદાગીરી કરતો હતો. અને આવેશમાં આવીને પોતાની પાસે રહેલી છરી કાઢી હતી..

અને પોલીસ ઉપર છરી વડે હુમલો પણ કરી દીધો હતો અને ત્યારબાદ તે ત્યાંથી ભાગી ગયો હતો. આ મામલાને લઈને ટ્રાફિક પોલીસે નારોલ પોલીસ સ્ટેશનમાં આ સજુ સલીમ ખાન પઠાણ નામના યુવક સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે પણ ગુનો નોંધીને તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી છે. આ બનાવ સામે આવ્યા બાદ સૌ કોઈ લોકો કહી રહ્યા છે કે…

શું પોલીસ પણ સલામત નથી..? કારણ કે આવા માથાભારે તત્વોની દાદાગીરી અવારનવાર સામે આવતી હોય છે. પરંતુ આવા લોકોને ડામવા માટે આપણા પોલીસ ખૂબ જ ઈમાનદારી અને કર્મનિષ્ઠથી કામગીરી કરી રહ્યા છે. હકીકતમાં તેમની આ સેવાને સલામ છે. જે લોકો સમગ્ર રાજ્યના નાગરિકોની સેવા કરતા હોય તેમ તેમની સુરક્ષાનું વજન પોતાની માથે ઉપાડીને ચાલે છે. તેવા જ લોકો ઉપર જો કોઈ વ્યક્તિ હુમલો કરી દે તો તેને કડકમાં કડક સજા થવી જોઈએ. કારણ કે તેઓએ કાનૂન ઉપર હાથ ઉઠાવ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment