Breaking News

હોસ્ટેલના બાથરૂમમાં નાહતી વિદ્યાર્થીનીઓ નો વિડીયો બનાવવા સફાઈ કરતો નરાધમ કરતો એવી હરકતો જે દરેકે જાણીને ચેતવું જોઈએ, માં-બાપ ખાસ વાંચે..!

વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓને અમુક ભણતર માટે પોતાનું ઘર મૂકીને દૂર જવું પડે છે. કારણ કે પોતાના ઘરની આસપાસની તમામ શાળા અને કોલેજોમાં જે કોર્સ ભણવા હોય તે કોર્સ મળી રહેતા નથી. અમુક સ્પેશિયલ કોર્સ માટે ઘર મૂકીને દૂર જવું પડતું હોય છે. આવા સમયે દરેક મા-બાપને ખૂબ જ ચિંતા હોય કે તેમનો બાળક સારી રીતે ભણી શકશે કે નહીં..?

શું તેને રહેવા તેમજ ખાવા પીવાની સારી સુખ સગવડ મળશે કે નહીં..? તેવો જે તે વિસ્તારની સારામાં સારી હોસ્ટેલ અને કોલેજમાં તેમના બાળકોનું એડમિશન પણ કરાવતા હોય છે. પરંતુ ત્યાં તેમની કેટલી સુરક્ષા રહેશે કે કેટલી સુરક્ષા નહીં રહે..? તે તો આવનારો સમય જ દેખાડે છે. અને હાલ એક એવો બનાવ બન્યો છે કે, જે દરેક બાળકોના માં બાપ એ જાણી લેવો જોઈએ..

અને પોતાની દીકરી કે દીકરાઓને હોસ્ટેલમાં શું કામગીરીઓ ચાલે છે, તેની હંમેશા ભાળ રાખવી જોઈએ. આ બનાવો કાનપુરના રાવતપુર પાસે આવેલા તુલસીનગર ગર્લ્સ હોસ્ટેલનો છે. આ હોસ્ટેલમાં અંદાજે 60 જેટલી વિદ્યાર્થીનીઓ રહીને સરકારી પરીક્ષાની તૈયારીઓ કરે છે. આ હોસ્ટેલ સુરેન્દ્રનાથ તિવારી નામના વ્યક્તિ દ્વારા સંચાલિત કરવામાં આવે છે..

તેમજ આ હોસ્ટેલની અંદર છેલ્લા સાત વર્ષથી ઋષિ નામનો એક વ્યક્તિ સફાઈ કામકાજ કરી રહ્યો છે. આ વ્યક્તિએ ન કરવાની કરી નાખી છે જેને કારણે ભારે હોબાળો મચી ગયો છે. હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓ નાહવા માટે બાથરૂમ વાપરતી હતી. આ બાથરૂમનો દરવાજો નીચેના ભાગેથી થોડું તૂટી ગયો હતો.

અને આ તૂટેલા ભાગનો ફાયદો ઉઠાવીને ઋષિ નામનો સફાઈ કર્મચારી ત્યાં મોબાઈલ પણ ગોઠવીને બાથરૂમમાં નહાતી વિદ્યાર્થીનીઓ નો વિડીયો ઉતારતો હતો. જ્યારે આ ઘટના સામે આવી ત્યારે સૌ કોઈ લોકોને હોશ ઉડી ગયા હતા. તો કેટલાક લોકો ના ડોળા ફાટેલા ને ફાટેલા જ રહી ગયા હતા.

કારણકે આ અગાઉ પણ ચંડીગઢ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીઓનો વિડીયો વાયરલ થવાનો મામલો સામે આવ્યો હતો. જેમાં બે લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. અને સમગ્ર દેશમાં ભારે હલ્લો મચાવી દીધો હતો. અને હવે વધુ એક આ પ્રકારનો જ મામલો સામે આવતા ભારે ચકચાર મચી જવા પામ્યો હતો.

આ હોસ્ટેલની એક વિદ્યાર્થીની નાહવા માટે બાથરૂમમાં ગઈ હતી અને તેને જોયું તો બાથરૂમના તૂટેલા દરવાજા પાસે એક મોબાઇલ ફોન નો કેમેરો દેખાયો, આ જોતાની સાથે જ તેને ચીસામ ચીસ મચાવી દીધી હતી. સાંભળીને અન્ય વિદ્યાર્થીનીઓ પણ બાથરૂમ પાસે આવી પહોંચી જ્યાં ઋષિ નામનો સફાઈ કર્મચારી વિડીયો ઉતારતો હતો..

તાત્કાલિક વિદ્યાર્થીની હોય તેને પકડીને સબક શીખડવા માટે પોલીસ સ્ટેશનને જવાનું વિચાર્યું હતું. તેઓ રાવતપુર પોલીસ સ્ટેશન એ હાજર થયા અને ત્યાં પોલીસ ની મદદ લઈને આ વ્યક્તિની ધરપકડ પણ કરાવી હતી. પોલીસે આ વ્યક્તિને પકડી પાડ્યો છે, અને તેના મોબાઈલની સાયબર એક્સપર્ટને આપવામાં આવ્યો છે.

હાલ તેના મોબાઈલ ની તલાસી લેવામાં આવી છે, શું તેણે અન્ય વિદ્યાર્થીનીઓના પણ વિડીયો બનાવ્યા છે કે નહીં, તેની જાણ મેળવવી રહી છે આ ઘટનાને લઈને એક વધુ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કે, જેમાં પોલીસે આ નરાધમ યુવકની કાળી કરતુંતો ના કારણે તેને ઘટના સ્થળે જ બે થી ત્રણ લાફા ચોડી દીધા હતા..

આ બનાવ સામે આવ્યા બાદ હોસ્ટેલની વિદ્યાર્થીની હોસ્ટેલ ખાલી કરીને જવા લાગી છે. હવે આ હોસ્ટેલની અંદર કોઈપણ રહેવા માંગતું નથી. માત્ર એક વ્યક્તિની કાળી કરતુતોને કારણે ખૂબ મોટો હોબાળો મચી ગયો હતો. જે મા-બાપના દીકરા દીકરીઓ હોસ્ટેલમાં રહે છે. તેમના માટે ખૂબ જ ચોકાવનારો અને ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે..

અત્યારના સમયમાં ગમે તેટલી સુરક્ષા પૂરી પાડનાર વ્યક્તિઓ કે જગ્યા સાથે સંપર્ક કરવામાં આવે છતાં પણ કંઈક ને કંઈક કચાશ રહી જાય છે અને જો ચેતવામાં ન આવે તો ક્યારેક ખૂબ જ મોટા બનાવનો ભોગ પણ બની જતા હોય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *