Breaking News

હોસ્પિટલની પાછળ સફાઈ કરતી મહિલાએ ડબ્બામાં કચરો નાખવા જતી હતી એવા માં જોઈ લીધું એવું કે ચક્કર ખાઈ ઢળી પડી.. ચોંકાવનારો બનાવ..!

અવાર નવાર માનવતાએ શરમમાં મૂકી દે તેવા બનાવો બનવા લાગ્યા છે, ચારે કોર લોકો કહી રહ્યા છે કે આખરે આ ઘોર કલિયુગમાં હવે કેટ કેટલું સહન કરવું પડશે. અત્યારે રાજસ્થાનના જોધપુરમાંથી એક એવી ઘટના બહાર આવી છે કે જેના વિશે જાણીને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે.

આ બનાવ સામે આવતા જ તાત્કાલિક ધોરણે જોધપુર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. એક દિવસ સવારેના સમયે અંદાજિત આઠ થી નવ વાગ્યા આસપાસ મહિલા સફાઈ કામદાર મથુરા દાસ માથુર હોસ્પિટલની પાછળની બાજુએ સાફ સફાઈ કરી રહી હતી.

હોસ્પિટલની પાછળનું બાજુએ કચરાપેટી આવેલી છે જ્યાં હોસ્પિટલ તેમજ આસપાસના લોકો કચરો નાખવા માટે આવે છે. મહિલાએ કચરો ભેગો કરીને તેને કચરાપેટીમાં નાખવા ગઈ અને તેને ત્યાં એક બોક્સ જોવા મળ્યું જે ખુલ્લું પડ્યું હતું, તે મહિલાએ તે બોક્સને વાળીને વ્યવસ્થિત મૂકવા માટે જોયું તો બોક્સની અંદર મળ્યું એવું કે જોઈને તે ચક્કર ખાઈને ઢળી પડી હતી..

આ બોક્સની અંદરથી નવજાત બાળકીનો મૃતદેહ મળ્યો હતો. આ જોતાની સાથે જ મહિલા ખુબ જ ડરી ગઈ હતી, તેણે તાબડતોબ દોડીને હોસ્પિટલમાં જઈને જાણ કરી અને હોસ્પિટલમાંથી તરત જ લોકો બહાર દોડી આવ્યા હતા. મૃતદેહ મળ્યાની માહિતી મળતા જ હોસ્પિટલના પ્રશાસનમાં દોડધામ મચી ગઈ હતી.

અને ત્યારબાદ તો હોસ્પિટલ પ્રશાસનના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા શાસ્ત્રીનગર પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, અને ત્યાં મૃતદેહનો કબજો લઈને તેને શબ ઘરમાં રાખવામાં આવ્યો હતો. પોલીસે ઘટના નોંધીને આગળની કાર્યવાહી શરુ કરી હતી..

જેમાં સમયે પોલીસને શંકા છે કે, બાળકીનો જન્મ આ જ હોસ્પિટલમાં થયો હતો, અને તેના પરિવારના સભ્યોએ તેને કચરાપેટીમાં ફેંકી દીધી હતી. પરિવારના સભ્યોએ આ બાળકીનો જન્મ થતા જ મોડી રાત્રીએ તેને કચરાપેટીમાં ફેંકી દીધી છે, હાલ પોલીસ અ મુદ્દે વધુ કાર્યવાહી કરી રહી છે..

દેશના જુદા જુદા ખૂણેથી વારંવાર એવા બનાવ સામે આવવા લાગતા હોઈ છે કે મોટા કોથળામાં બોક્સમાં અને જાહેર કચરાપેટીઓમાં નાના બાળકોના મૃતદેહો મળી આવતા હોય છે. ખરેખર તો આમાં અનેક કારણો હોય છે. પરંતુ મોટાભાગે દીકરીઓના મૃતદેહો મળી આવતા હોય છે.

ઘણી વખત યુવક યુવતી એકબીજાને પ્રેમ કરતા હોય છે. અને શારીરિક સંબંધ સુધી પહોચી ગયા બાદ તેઓ બાળકને જન્મ પણ આપે છે. પરંતુ તેને રાખવાને બદલે તેને તરછોડી દઈને બિચારા કોમળ દીકરા કે દીકરીની જિંદગી ફેરવી નાખે છે. આ બનાવને લઈને હાલ તપાસ ચલાવવામાં આવી રહી છે અને બાળકના માં-બાપ કોણ છે તેની ભાળ મેળવાઈ રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *