Breaking News

હોસ્પિટલમાં રહેલા ઘરધણીએ ઘરના CCTV કેમેરા ચાલુ કરતા જ જોઈ લીધું એવું કે, તાબડતોબ ઘરે આવવા દોટ મુકવી પડી, હચમચાવતો કિસ્સો..!

જે લોકો આખો દિવસ દરમિયાન પોતાના નોકરી અને ધંધાના કામમાં વ્યસ્ત રહેતા હોય છે. તેવા લોકો પોતાના ઘરનું ધ્યાન રાખવા માટે કેટલીક વખત ઘરમાં સીસીટીવી કેમેરા પણ મુકાવી દેતા હોય છે. આ ઉપરાંત અત્યારના આધુનિક જમાનાની અંદર કોઈ વ્યક્તિ ઘરની અંદર પ્રવેશે તો મોબાઇલમાં નોટિફિકેશનના માધ્યમથી ખ્યાલ આવી જતો હોય છે કે, તમારા ઘરની અંદર કોઈ વ્યક્તિએ પ્રવેશ કર્યો છે.

અને અત્યારે તમારા ઘરની અંદર કોઈ વ્યક્તિ હાજર નથી, વગેરે જેવી ચીજ વસ્તુઓ માત્ર મોબાઇલમાં થોડી ઘણી ટેકનોલોજીની મદદથી ખબર પડી જતી હોય છે. આ ટેકનોલોજી ની મદદથી અત્યારે હોસ્પિટલમાં રહેલા એક વ્યક્તિને પોતાના ઘરે થયેલી હલચલનો અંદાજ આવી ગયો હતો..

આ ઘટના ઉદ્યમ નગરની છે. અહીં પ્રતાપ કોલોની અંદર મનસુખભાઈ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે. પરિવારમાં તેમના માતા-પિતા તેમજ તેમના ઘરડા દાદી, તેમના પત્ની અને બાળકોનો પણ સમાવેશ થાય છે. તેવો એક ખાનગી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે..

પરંતુ છેલ્લા કેટલાક દિવસથી તેમના ઘરડા દાદી ખૂબ જ વધારે માત્રામાં બીમાર હોવાને કારણે તેમને શહેરની સૌથી સારામાં સારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને ત્યાં તેમની સારવાર શરૂ હતી. આ સારવાર દરમિયાન તેમની દાદીની તબિયત દિન પ્રતિ દિન બગડવા લાગી, એટલા માટે પરિવારજનો એ અંતિમ સમયમાં તેમની સાથે રહેવાનું વિચાર્યું અને આખો પરિવાર ઘરે તાળા મારીને હોસ્પિટલે તેમની ઘરડી દાદી સાથે રહેવા માટે જતો રહ્યો હતો..

એવામાં રાત્રિના દસ વાગ્યા આસપાસ અચાનક જ મનસુખભાઈના મોબાઇલમાં એક નોટિફિકેશન આવી હતી કે, તેમના ઘરની અંદર કોઈ વ્યક્તિએ પ્રવેશ કર્યો છે. મનસુખભાઈ વિચાર્યું કે, તેમના પરિવારના દરેક સભ્યો તેમની સાથે છે. તો તેમના ઘરે કયા વ્યક્તિએ પ્રવેશ કર્યો હશે તેઓએ તરત જ પોતાના મોબાઈલ ફોનમાં સીસીટીવી કેમેરા ખોલ્યા અને જોયું તો તેમના ઘરની અંદર અજાણ્યા બે વ્યક્તિઓ પ્રવેશ કરી લીધો હતો..

આ દ્રશ્ય જોતાની સાથે જ તેઓ સમજી ગયા કે, તેમના ઘરની અંદર નવાજૂની થવા જઈ રહી છે. એટલા માટે તેઓ હોસ્પિટલેથી તાબડતોબ પોતાને ઘરે આવવા માટે નીકળી ગયા હતા. તેઓએ પોતાના ઘરના દરવાજા પાસે મોશન સેન્સર ગોઠવ્યા હતા. જેથી જો કોઈ વ્યક્તિ ઘરની અંદર પ્રવેશ કરે તો તેમના મોબાઈલની અંદર નોટિફિકેશનના માધ્યમથી તેમને ખબર પડી જતી હતી કે, તેમના ઘરની અંદર કેટલાક વ્યક્તિએ પ્રવેશ કર્યો છે..

આ ઉપરાંત કયા સમયે પ્રવેશ કર્યો છે અને કયા સમયે તેમના ઘરની અંદરથી વ્યક્તિ બહાર નીકળી ગયા છે. તેની પણ જાણકારી મળી જતી હતી. તેઓ પોતાને ઘરે પહોંચ્યા અને જોયું તો તેમના ઘરનું તાળું તૂટેલું હતું અને અંદરથી બે વ્યક્તિઓએ અંદાજે ચાર લાખ રૂપિયા રોકડા અને દોઢ લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીના પણ ચોરી કરીને ત્યાંથી જતા રહ્યા હતા.

હોસ્પિટલેથી ઘરે પહોંચવામાં મોડું કરી નાખ્યું એટલા માટે તેમના ઘરેથી ચોરી કરીને જતા રહ્યા છે. તેઓએ તરત જ પોતાના ઘરના સીસીટીવી કેમેરાની ફૂટેજ નજીકના પોલીસ સ્ટેશનમાં આપી દીધા અને નોંધાવી દીધી હતી કે, તેમના ઘરેથી ચાર લાખ રૂપિયા રોકડા અને દોઢ લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીના ગાયબ છે..

આ તમામ કિંમત તેમના ઘરેથી ચોરી થઈ ગઈ છે તેમને રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે આ ફૂટેજ ના અનુસાર સોસાયટીના કેમેરા પણ ચેક કરી અને આ ચોર લુટારા કોણ છે, તેમજ કયા વિસ્તારમાંથી પ્રવેશ કર્યો છે. તેની જાણકારી મેળવીને તેમને પકડી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે. ટેકનોલોજીના માધ્યમથી મનસુખભાઈને ચોર લૂંટારાની ખબર તો પડી ગઈ પરંતુ તેઓ ઘરે પહોંચવામાં મોડું થઈ ગયું એટલા માટે અંતે તેમના ઘરે થયેલી આ મોટી હોનારતને તેઓ રોકી શક્યા નથી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *