Breaking News

પુર ઝડપે આવતી કારે બે ભાઈઓને કચડી નાખ્યા, હીટ & રન કેસ બનતા જ પરિવારનો દીકરો કાળનો કોળીયો બન્યો.. ઓમ શાંતિ..

છેલ્લા ઘણા સમયથી અકસ્માતના બનાવો દિવસેને દિવસે વધતા જાય છે. અકસ્માતમાં જીવ ગુમાવવાની ઘટનાઓ સામે આવતાની સાથે જ હૈયા નરમ બની જતા હોય છે. વધુ એક બનાવ સુરતના પાલ આરટીઓ વિસ્તારમાંથી સામે આવતાની સાથે જ મૃતક યુવકના પરિવારજનો ઉપર કાળ વરસ્યો હતો.

સુરતમાં પાલ આરટીઓ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. હકીકતમાં બે પિતરાઈ ભાઈઓ પાલ આરટીઓ પાસેથી બાઇક લઇને પસાર થઇ રહ્યા હતા. એવા સમય દરમિયાન પાછળથી એક કાર પૂરઝડપે આવી હતી. અને બંને ભાઈઓની બાઇકને અડફેટે લીધી હતી જોરદાર ટક્કર મારતા ની સાથે જ બાઇક પરથી બન્ને ભાઈઓ ઢળી પડ્યા હતા..

જેમાંથી એક ભાઈ ના શરીર ઉપરથી કાર ચાલી જતા ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થયું છે. અડાજણ પાલ વિસ્તારમાં આવેલી શારદા રો-હાઉસ નામની સોસાયટીમાં ઝરીવાલા પરિવારનો ભાવેશ થોડા દિવસ પહેલા કીમ થી આવેલા પોતાના પિતરાઈ ભાઈ સાથે બાઈક પર ફરવા નીકળ્યો હતો..

એવા સમય દરમિયાન તેને આ અકસ્માત નડતા ભાવેશ મૃત્યુ થયું છે. ભાવેશ ની માતા જિલ્લા કચેરીમાં ફરજ બજાવે છે. જ્યારે ભાવેશ ના પિતા પાલિકાના અધિકારી છે. માતા અને પિતા બંને સરકારી કામો સાથે સંકળાયેલા હતા. ભાવેશ પોતાના પિતરાઈ ભાઈ સાથે ફરવા નીકળ્યો હતો.

પરંતુ તેને મનમાં સહેજ પણ વહેમ ન હતો કે તેની આ સફર કદાચ છેલ્લી સફર હશે. તે આરટીઓ વિસ્તારમાં આવેલા અન્નપૂર્ણા મંદિર પાસેના પાસે પહોંચ્યો હતો. એ સમય દરમ્યાન પાછળથી એક પૂરઝડપે આવતી કારે ભાવેશની બાઇકને અડફેટે લીધી હતી. અને ભાવેશ ને હવામાં ફંગોળી ને નીચે પટકાયો હતો..

તેમજ તેના પરથી કાર પસાર થઇ ગઈ હતી. એટલા માટે ભાવેશનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે જ્યારે તેનો પિત્રાઇ ભાઇ અક્ષયને ખૂબ ગંભીર ઇજાઓ પહોંચી હતી. એટલા માટે તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આ બાબતને લઇને તમામ પુરાવાઓ પોલીસ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે.

પરિવારના એકના એક દીકરાનું મૃત્યુ થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયેલો છે. ભાવેશના માતા-પિતાએ જણાવ્યું છે કે ભાવેશ તેમનો એકનો એક દીકરો હતો. તે જ્યારે પણ ઘરની બહાર જાય ત્યારે બે હાથ જોડીને માતાપિતાને પગે લાગીને બહાર નીકળતો હતો. પરંતુ આજે માતા-પિતા ખુદ બંને હાથ જોડીને પ્રાર્થના કરવા પર મજબુર બની ગયા છે..

કારણકે ભાવેશ ના મૃત્યુના ૬૦ કલાક થઇ ગયા છતાં પણ તંત્ર આ કારચાલકને પકડવા માટે સફળ થયું નથી. માત્ર આ કારનો કલર અને આ કાર કઈ બાજુ જાય છે તેની નોંધ મળી છે. હજુ પણ આ ઘટનાનો આરોપી પોલીસના સકંજામાંથી દૂર છે. ભાવેશના માતા પિતાએ જણાવ્યું છે કે, અમારા દીકરા ના મૃત્યુ નું દર્દ ખૂબ ઊંડું છે.

આ દર્દની દવા માત્ર ને માત્ર ન્યાય એક જ છે. એટલા માટે જલ્દીથી જલ્દી અમને ન્યાય અપાવો તેમજ પોલીસ પણ આરોપીઓને પકડીને તેને કડકમાં કડક સજા આપે તેવી માંગ કરી છે.


લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *