Breaking News

હાઈવે ઉપર ગાડી ઉભી રખાવીને મદદ માંગવાના બહાને 4 યુવકો કરતા એવા કામ કે જે દરેકે જાણીને ચેતવું જોઈએ..

હાઇવે ઉપર ઘણી બધી વાર ખૂબ જ ચોંકાવનારી ઘટનાઓ બનતી હોય છે. કારણ કે એક હાઇવે ઉપર રોજની હજારોથી લાખોની સંખ્યામાં ગાડીઓની અવર-જવર થતી હોય છે. આટલી બધી સંખ્યામાંથી પસાર થતી આ ગાડીઓમાં ક્યારેક એવો અણ બનાવ સામે આવે છે કે, જેને જાણીને અન્ય સૌ કોઈ લોકોએ ચેતી જવું જોઈએ..

થોડા વર્ષો પહેલા દિવાળીના સમયે પોતાના વતનને જતી વખતે હાઇવે ઉપર થી ખૂબ જ ચોકાવનારા બનાવો સામે આવ્યા હતા. એ વખતે ભારે ફાફડાટનો માહોલ સર્જાઈ ગયો હતો. અત્યારે કંઈક એ પ્રકારનો જ એક બનાવ સામે આવ્યો છે. હાઇવે ઉપર મદદ માંગવાના બહાને ચાર વ્યક્તિઓએ ન કરવાના કારનામાં કરી નાખ્યા છે.

આ બાબતને લઈને પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. બીજનોરના રહેવાસી નીતિન કુમારે પોલીસ મથકે હાજર થઈને પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તે પોતે માનપુર રોડ ઉપર આવેલી એક પ્રાઇવેટ હોસ્પિટલમાં વોર્ડ બોય તરીકે કામકાજ કરે છે. તે લગભગ ત્રણ વાગ્યા આસપાસ તેની ડ્યુટી પૂરી કરીને તે પોતાના ઘરે જવા માટે નીકળ્યો હતો.

ત્યારે તેની કારને ચાર વ્યક્તિઓએ મદદ માંગવાના બહાને ઉભી રખાવી હતી. ત્યારબાદ તેઓએ કહ્યું કે, અમે છેલ્લા ઘણા સમયથી આ હાઈવે ઉપર રાહ જોઈએ છીએ. પરંતુ કોઈ પણ વાહન મળતું નથી. તમે જે ભાડું થતું હોય તે લઈ લેજો, પરંતુ અમને આગળ સુધી ઉતારી દેશો તો તમારી ખૂબ મોટી મહેરબાની રહેશે..

નીતિનકુમાર એ વિચાર્યું કે, બિચારા ભલા માણસનું ભલું થઈ જશે. અને બપોરના ત્રણ વાગ્યાના આ તડકામાં તેને કશેથી વાહન મળ્યા નથી, આ ઉપરાંત તેમની મોટી ગાડી બિલકુલ ખાલી જતી હતી. એટલા માટે નીતિનકુમાર એ માનવતા દાખવીને તેમને મદદ આપી હતી. પરંતુ તેઓને શું ખબર કે, તેમને મદદ પૂરી પાડનાર આ ચાર વ્યક્તિ જરૂરિયાતમંદ નહીં પરંતુ ચોરલુંટારા છે..

થોડીક આગળ પહોંચતાની સાથે જ તેઓએ ગાડીને સાઈડમાં ઉભી રખાવાનું કહ્યું હતું. આ સાથે સાથે એક વ્યક્તિએ ખૂબ જ ધારદાર સાધન દેખાડ્યું તો એક વખત વ્યક્તિએ ધ.મકી આપવાની શરૂ કરી દીધી હતી. નીતિનકુમારને પરસેવો છૂટી ગયો હતો અને તે વિચારવા લાગ્યો કે આ ચાર વ્યક્તિ તેની સાથે કંઈ ખોટું કરી નાખે એ પહેલા તે બહાર નીકળવાની કોશિશ કરતો હતો..

પરંતુ આ ચાર યુવકોએ તેને ઘેરી લીધો હતો અને તેને બહાર નીકળવા દીધો નહીં, તેની પાસેથી રહેલી કિંમતી ચીજ વસ્તુઓ સોનાનો ચેન, સોનાનું બ્રેસલેટ સહિત સોનાની વીંટી તેમજ પાકીટમાં રહેલા રોકડા રૂપિયા મોબાઇલ ફોન સહિતની ચીજ વસ્તુઓ પચાવી પાડી હતી. ત્યારબાદ નીતિનકુમારને પોતાની જ ગાડીમાંથી ધક્કો મારીને નીચે ફેંકી દીધો હતો..

અને કાર પણ ચોરી કરીને તેઓ ભાગી ગયા હતા. જ્યારે આ બનાવ બન્યો ત્યારે નીતિનકુમાર એ વિચાર્યું કે તેણે માનવતા દાખવી ને જે ચાર વ્યક્તિઓને મદદ કરી હતી. તેજ ચાર વ્યક્તિઓ તેના માટે કાળા સમાન બની ગયા હતા. આ ઉપરાંત હાઇવે ઉપર અવારનવાર ચોરી લૂંટફાટના કિસ્સાઓ પણ સામે આવવા લાગ્યા છે..

આ મામલો શ્યામ નગર ઠાકોરદ્વારા રોડનો છે. અહીંથી છાશવારે એવી ઘટનાઓ સામે આવે છે. જેને લઈને લોકોએ સતર્ક થવાની ખૂબ જ જરૂર છે. જો હાઈવે ઉપર થી પસાર થતી વખતે પોતાની ગાડીમાં એકલો વ્યક્તિ બેઠો હોય તો ક્યારેય પણ અન્ય વ્યક્તિ ને ટેકો આપવાની કોશિશ કરવી જોઈએ નહીં..

કારણ કે સામેવાળા વ્યક્તિની સંખ્યા વધારે હોવાને કારણે તેઓ ક્યારે મદદ આપનાર વ્યક્તિને શું કરી બેસે તેનું નક્કી હોતું નથી. આ ઘટનામાં પોલીસે મોહમ્મદ નાસીર, તાહિર, રીન્કુ શર્મા તેમજ રામરતન નામના કુલ ચાર વ્યક્તિઓની ધરપકડ કરી લીધી છે. તેઓને સીસીટીવી કેમેરાની મદદથી પકડી પાડવામાં આવ્યા છે..

અને તેમની પાસે રહેલી તમામ ચીજ વસ્તુઓને પરત કઢાવવામાં આવી હતી. અત્યારે દિવાળી નો સમય નજીક આવવા લાગ્યો છે. તેમજ દિવાળીનું વેકેશન શરૂ થતાની સાથે જ શહેરમાં વસતા લોકો પોતાના ગામડે જવા માટે મોટી ગાડી લઈને પરિવાર સાથે નીકળી પડે છે. આવા સમયે દરેક વ્યક્તિએ આ લેખ વાંચીને ચેતી જવું જોઈએ અને પોતાની સાવચેતીના ભાગરૂપે હંમેશા ડગલેને પગલે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *