હાઈવે ઉપર આડા ઉતરેલા કુતરાનો જીવ બચાવવા જતા કાર પલટી મારીને પડીકું વળી ગઈ, 2 મિત્રોના દર્દનાક મોતથી લોકો હિબકે ચડ્યા..!

હાલ ના સમયમાં અકસ્માતના બનાવો વધી રહ્યા છે. આવો જ એક અકસ્માતની ઘટના વડોદરા શહેરમાં બની છે. વડોદરા નાગરવાડા આમલી ફળિયામાં 3 મિત્રો રહેતા હતા. યશ પટેલ ડેકોરેશન અને ઇવેન્ટ મેનેજમેન્ટનું કાર્ય કરતો હતો. જેથી તેને વારંવાર આસપાસના વિસ્તારમાં તેમજ આસપાસના ગામોમાં મેનેજમેન્ટનો કોન્ટેક મળતો હતો.

બે દિવસ પહેલા યશ પટેલને પાદરા વિસ્તાર માં ડેકોરેશન અને ઇવેન્ટ મેનેજમેન્ટ કોન્ટ્રાક્ટ મળ્યો હતો. તેથી યશ પટેલ અને તેના મિત્રો મિહિર વિનોદ ચાવડા અને સુનિલ દિનેશભાઈ વસાવા ત્રણેય મિત્રો સવારે ચાર વાગ્યાની આસપાસ પાદરા જવા માટે ઘરેથી નીકળ્યા હતા. પાદરા જતી વખતે જ્યારે તેઓ બિલ ગામ પાસે પહોંચ્યા ત્યારે અચાનક જ એક દુર્ઘટના બની..

જેને કારણે યશ અશોકભાઈ પટેલ અને મિહિર વિનોદભાઈ ચાવડાને પોતાનો જીવ ગુમાવવો પડ્યો. બિલ ગામ પાસે એક રખડતું કૂતરું અચાનક રસ્તા પણ આવી કૂદયું હતું. કૂતરાને બચાવવા પ્રયાસ કરતી વખતે યશ પટેલ કાર પરનું પોતાનું સંતુલન ગુમાવી બેસયો હતો. કાર પરથી પોતાનું સંતુલન ગુમાવતાની સાથે કાર પલટી મારી રસ્તા પરથી નીચે ઉતરી ગઈ હતી…

અકસ્માતમાં યસ અશોકભાઈ પટેલ અને મિહિર વિનોદભાઈ ચાવડાને માથામાં ખુબ જ ગંભીર ઇજા થઇ જ્યારે સુનિલ વસાવા પગ તેમજ મોઢા ઇજા થઇ હતી. આ ત્રણેય મિત્રોને તરત જ નજીકની સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. યશ પટેલ, મિહિર ચાવડા અને સુનિલ વસાવાના પરિવારજનોને અકસ્માત વિશે જાણ થતાં તેઓ તરત જ સયાજી હોસ્પિટલમાં પહોંચી ગયા હતા..

સુનિલ વસાવાની ઈજા ખૂબ વધુ હોવાને કારણે તેની પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી હતી. જ્યારે યશ પટેલ અને મિહિર ચાવડાની ગંભીર ઇજાઓને કારણે ટૂંકી સારવાર બાદ જ તેમના મોત થઈ ગયા હતા. યશ પટેલ અને મિહીર ચાવડાના પરિવાર દ્વારા આ અકસ્માતની જાણ માંજલપુર પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી..

પોલીસ તરત જ સયાજી હોસ્પિટલ પહોંચી આવી હતી અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી મૃત દેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. હકીકતમાં આ મિત્રોએ ક્યારેય વિચાર્યું પણ નહી હોઈ કે એક કુતરાને બચાવવા માટે તેમનો જીવ જતો રેહશે. હકીકતમાં તેઓએ માનવતા દાખવવા કુતરાને બચાવવા નો પ્રયાસ કર્યો હતો. પરતું કુતરાને બચાવવા જતા તેમનું મોત થયું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment