હાઈવે ઉપર અવારનવાર એવા બનાવો બનતા હોય છે. જે જાણતાની સાથે જ લોકો ચોંકી જતા હોય છે. અત્યારે વડોદરા શહેરના સિંધરોટ હાઈવે ઉપરથી ઇકો કારમાં અચાનક જ આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં એક વ્યક્તિ જીવતો બળીને ભડથું થઇ ગયો હતો. સિંધરોટ હાઇવે ઉપર મીની નદી પાસે વહેલી સવારે એક ઇકો કાર પસાર થતી હતી..
કારમાંથી અચાનક આગ ફાટી નીકળી હતી. આ કારની અંદર હરેશ દાદુભાઇ અમીન નામનો વ્યક્તિ સવાર હતો. આ વ્યક્તિ શહેરનો ખૂબ જ જાણીતો બિલ્ડર અને જમીનનો મોટો વેપારી હોવાનું જણાયું છે. ઇક્કો કારની અંદર અચાનક જ આગ લાગી નીકળી હતી. જેના કારણે જાણીતા બિલ્ડર હરીશભાઈ દાદુભાઇ અમીન નામના વ્યક્તિ કારની અંદર જ બળીને ભડથું થઇ ગયો હતો..
આગે અચાનક આટલો બધો વેગ પકડી લીધો હતો કે તેની અંદર સવાર હરીશભાઈને બહાર નીકળવું મુશ્કેલ જ નહીં પરંતુ નામુમકીન બની ગયું હતું. આ આગની જાણ જ્યારે રસ્તા પર પસાર થતા અન્ય લોકોને થઈ ત્યારે તેઓએ ફાયર વિભાગમાં ફોન કરીને જાણ કરી હતી. જેના પગલે ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો..
અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. પરંતુ આગની અંદર કાર બળીને ખાખ થઈ ગઈ હતી અને તેની અંદર કાર ચાલક પણ બળીને ભડથું થઇ ગયો હતો. આ મામલાને લઇને આસપાસના વિસ્તારમાં અરેરાટી મચી ગઇ હતી. કારની અંદર આગ કયા કારણોસર લાગી છે તેની તપાસ ચલાવવામાં આવતી હતી. જેમાં પ્રાથમિક કારણ જણાવ્યું છે કે..
કારની અંદર શોર્ટસર્કિટ થયો હતો અને જેના કારણે એકાએક આગ ફાટી નીકળી હતી. અને તેમાં કાર ચલાવનાર હરિશભાઈ દાદુભાઇ અમીન નામના વ્યક્તિનું મૃત્યુ થયું છે. પરંતુ પોલીસના સૂત્રો મુજબ જાણવા મળ્યું છે કે, આ અકસ્માતમાં મૃત્યુ નહીં પરંતુ અત્યારની સાથે જ કરવામાં આવી છે. કારણ કે હરિશ દાદુભાઇ અમીન નામના બિલ્ડર શહેરમાં ઘણી બધી જમીન ધરાવે છે..
છેલ્લા ઘણા સમયથી જાણીતા નેતા સાથે તેમની વાતચીત જમીન બાબતે ચાલતી હતી. જમીનના ડખા ને કારણે તેમની હત્યા કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ આ મામલે તપાસ ચલાવી રહી છે. ગોત્રી સેવાસી રોડ ઉપર તેમનો ખૂબ આલિશાન બંગલો આવેલો છે. ત્યાં તેઓ તેમનો પુત્ર અને તેમની પત્ની સાથે રહે છે..
પરિવારજનોને હરેશભાઈની પરિસ્થિતિ વિશે પૂછવામાં આવતા પરિવારજનો એ કશું જણાવવાની ના પાડી દીધી હતી. બીજી બાજુ ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવ્યો હતો અને આ આગને કાબુમાં લીધી હતી ત્યારબાદ નજીક જઈને જોયું તો ડ્રાઇવરની સીટ ઉપર બેસેલા હરીશ દાદુભાઇ અમીન નામના વ્યક્તિની બળેલી લાશ મળી આવી હતી..
આ બનાવ સવારમાં વહેલા બન્યો હતો. એ સમયે હાઇવે પરથી પસાર થનારા લોકોનું કહેવું છે કે આ ઇકો કારમાં આગ લાગી ત્યારે તેની અંદરથી એક વ્યક્તિ ભાગી ને બહાર નીકળતો જોવા મળ્યો હતો. આ ઉપરાંત ઇકો કારનો એક દરવાજો પણ ખુલ્લી હાલતમાં મળી આવ્યો છે. એટલા માટે પોલીસને આ મામલો અકસ્માતમાં મૃત્યુ નહીં પરંતુ હત્યાના તરફ જતો હોવાનો પણ મળી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]