Breaking News

હેડ કોન્સ્ટેબલે પોતાના દીકરાને ઠપકો આપતા દીકરાએ ભરી લીધું એવું પગલું કે, પરિવારની આંખો ફાટેલી રહી ગઈ.. વાંચો…!

આજકાલના બાળકો પણ નાની નાની વાતોને પકડીને પોતાના મન મોટી મડાગાંઠ બનાવીને બેસતા હોઈ છે. કોઈક વ્યક્તિ તેને તેના ભલા માટે ખીજવાઈ અથવા તો થોડો ઘણો ભાર પૂર્વક ઠપકો આપે તો તે તરત જ ઉંધા પગલા ભરીને માં બાપને શરમમાં મૂકી દેવાના પ્રયાસો કરવા લાગતા હોઈ છે..

દરેક માતા પિતા પોતાના બાળકના ભવિષ્યને લઈને ચિંતામાં હોઈ છે. કે મારો બાળક બધા કરતા આગળ વધે અને ધરી સફળતા પ્રાપ્ત કરી શકે.તો આ બાબતને સાકાર કરવા શું કોઈ માતા પિતા પોતાના સંતાનને ઠપકો પણ ન આપી શકે???  શું સંતાન પાસે આત્મ.હ.ત્યા. કરવી એ જ પસંદ છે ???

અમદાવાદમાં વધુ એક સગીરે માતા પિતાએ પ્રેમિકા બાબતે ઠપકો આપતા ગળે ફાંસો ખાઈ લીધો હતો. સાવ નાની ઉંમરમાં પ્રેમમાં પડેલા દીકરાને ભવિષ્યની રાહ દેખાડવા માટે માતા પિતાએ થોડા વેણ વચનો કહીને ઠપકો આપી દીધો તો શું થઈ ગયું.. આખરે એ પણ તમારું ભલું જ ઈચ્છે છે.

અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલ ગાંધી આશ્રમ નજીક આવેલ કેવલ નિવાસ આવેલ છે. જ્યા ગત રોજ એક સગીરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. સોમવારે બપોરના સમયે અમદાવાદના રાણીપ પોલીસ સ્ટેશનને એક કોલ આવ્યો હતો કે નીલ પાટીલ નામના સગીરે ગળે દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી લીધી છે.

આ મેસેજ મળતાની સાથે કેવલ નિવાસે પહોંચી ગઈ હતી અને પ્રાથમિક તપાસ શરુ કરી હતી.  પોલીસે ઘટના સ્થળ પહોંચી એફએસએલને જાણ કરી નીલ પાટીલનો મૃતદેહ નીચે ઉતારી પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, મૃતક સગીર નીલ પાટીલના માતા પિતા ઉત્તરાખંડ ફરવા માટે ગયા હતા.

માતા પિતાએ જણાવ્યું હતું કે દીકરા નીલ પાટીલ ડિપ્લોમામાં અભ્યાસ કરતો હતો. સાથે જ અભ્યાસ કરતી સગીરા સાથે એક તરફી પ્રેમમાં હતો. જેને લઇને પિતાએ થોડા દિવસો અગાઉ જણાવ્યું હતું કે, હાલ આ સમય અભ્યાસ કરવાનો છે, પ્રેમ કરવાનો નહિ. અને બસ આ જ વાત દીકરા નીલ પાટીલને લાગી આવી હતી જેને લઇને તેણે મોતને પસંદ કર્યું હતું.

હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, સગીર મૃતકના પિતા ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. પોલીસે એ તપાસ શરુ કરી છે કે મૃતકના મોબાઈલ કે રૂમમાં કોઈ સ્યુસાઇટ નોટ લખીને મૂકી છે કે નહિ. સમગ્ર ઘટના એ સવાલ પેદા કરે છે કે, શું માતાપિતા પોતાના જ સંતાન ને યોગ્ય સલાહ પણ ન આપી શકે. શુ સંતાનો માતાપિતાની આવી નાની વાતોને ધ્યાનમાં લઈને સ્યૂસાઈડ કરશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

પિતા ને દીકરીના પવિત્ર સબંધ ને શરમાવે એવો કિસ્સો, હવસને હેવાનિયતની હદ વટાવતા પિતાએ કર્યું એવું કામ કે…!

આપણી આસપાસ ના લોકો દરેક એકબીજા સાથે કોઈના કોઈ રીતે જોડાયેલા જ હોય છે અને …

Leave a Reply

Your email address will not be published.