જ્યારે માણસ માનસિક રીતે ખૂબ કંટાળી જાય છે. ત્યારે તે શું કરી બેસે છે. તે નક્કી હોતું નથી. મનથી કંટાળેલો માણસ વારંવાર એવું પગલું ભરી બેસે છે કે, જેના કારણે સમગ્ર પરિવારજનો ના મોઢા હંમેશા માટે ફાટેલા રહી જાય છે. હાલ સુરત માં એક યુવકે માનસિક રીતે કંટાળીને એવું પગલું ભરી લીધુ છે કે જેના કારણે તેના પરિવારજનો તેમજ તેના દીકરા દીકરી પણ શોકમાં ચાલ્યા ગયા છે..
આ યુવક સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતો હતો. ડિંડોલી વિસ્તારમાં આવેલી પ્રિયાનગર સોસાયટીમાં અખિલેશ નવલકિશોર સિંગ નામનો આ યુવક રહે છે. તે પોતાના પરિવારજનો સાથે રહેતો હતો. તેમજ તેના લગ્નજીવન દરમિયાન તેને બે દીકરી અને દીકરો હતો. થોડા દિવસ પહેલા અખિલેશ પોતાના ઘરે પડી ગયો હતો..
જેના કારણે તેને માથાના ભાગે ખૂબ જ ગંભીર ઈજા પહોંચી હતી અને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરિવારજનોને લાગ્યું કે અખિલેશ થોડા સમયમાં સારું થઈ જશે. અને પહેલાની જેમ જીવન જીવવા લાગશે. પરંતુ માથામાં ઈજા થઈ હતી. એટલા માટે દિવસેને દિવસે તેની હાલત ખૂબ જ ખરાબ થવા લાગી હતી અને ધીમે-ધીમે તે માનસિક રીતે અસ્વસ્થ થઈ ગયો..
અને એકદમ માનસિક રીતે ખરાબ સ્થિતિમાં હોય તેવું વર્તન કરવા લાગ્યો હતો. તે અવારનવાર સિવિલ હોસ્પિટલના વોર્ડ અને પેસેજમાં એકલો એકલો ચાલ્યા કરતો હતો. અને કંઈક ને કંઈક બોલ્યા કરતો હતો. તેની માનસિક સ્થિતિ એટલી બધી ખરાબ થઈ ગઈ હતી કે તે એકલો પોતાની સાથે વાતચીત કરવા લાગ્યો હતો..
એક દિવસ મોડી રાત્રે તે તો એવોર્ડમાં જોરથી બોલવા લાગ્યો હતો કે, ‘હે ભગવાન હું તમારી પાસે આવી રહ્યો છું’ ‘હે ભગવાન હું તમારી પાસે આવી રહ્યો છું’ એમ બોલતો બોલતો તે વોર્ડ માંથી બહાર નીકળી ગયો અને સિવિલ હોસ્પિટલના ત્રીજા માળેથી કૂદકો લગાવીને મોતને ભેટી ગયો હતો.
તે મેટલની ફેક્ટરીમાં સુપરવાઇઝર તરીકે ની ફરજ બજાવતો હતો. તેના પરિવારનું ગુજરાતમાં જે પોતે ચલાવતો હતો. પરંતુ પરિવારના મોભીની મૃત્યુ થતાં હાલ પરિવાર રઝળી રહ્યો છે. તેની બન્ને દીકરીઓ અને એક દીકરાની સાથે સાથે તેની પત્ની પણ શોકમગ્ન થઇ ગઇ છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]