પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 9મો હપ્તો આવવાનો શરૂ થઈ ગયો છે. પીએમ મોદીએ 10 દિવસ પહેલા પીએમ કિસાન યોજનાનો 9મો હપ્તો જાહેર કર્યો હતો. કેન્દ્ર સરકાર ખેડૂતોની પરિસ્થિતિમાં સુધારો લાવવા માટે આ યોદના ચલાવી રહી છે.
આ યોજના હેઠળ સરકાર નાના અને સીમાંત ખેડૂત, જેમની પાસે 2 હેક્ટર સુધી ખેતી લાયક જમીન છે. તેમને વાર્ષિક 6000 રૂપિયાની મદદ આપે છે. પરંતુ અમુક ખેડૂત એવા પણ છે કે તેમને લઈને સરકારે એ સ્પષ્ટ કરી દીધુ છે કે આ યોજનાનો લાભ કોને નહીં આપવામાં આવે. પીએમ ખેડૂત યોજનાની ઓફિશ્યલ વેબસાઈટ પર સરકારે તેને લઈને ગાઈડલાઈન જાહેર કરી છે.
આ ખેડૂતોને નહીં મળે પીએમ કિસાન યોજનાનો લાભ : દરેક સંસ્થાગત ભૂમિ ધારકોને નહીં મળે તેનો લાભ ,બંધારણીય પદના ભૂતપૂર્વ અને વર્તમાન ધારકો ખેડૂતોને પણ પીએમ કિસાન યોજનાનો લાભ મળશે નહીં. પૂર્વ અને હાલના મંત્રીઓ/ રાજ્ય મંત્રીઓ અને લોકસભા / રાજ્ય સભા / રાજ્ય વિધાનસભાઓ / રાજ્ય વિધાન પરિષદોના પૂર્વ / હાલના સદસ્યો, નગર નિગમોના પૂર્વ અને હાલના મેયર, જિલ્લા પંચાયતોના પૂર્વ અને હાલના અધ્યક્ષ પણ આ યોજનાનો લાભ નહીં લઈ શકે.
કેન્દ્રીય/ રાજ્ય સરકારના મંત્રીઓ / કાર્યાલયો / વિભાગો અને તેના ફિલ્ડ એકમોના દરેક સેવારત અથવા સેવાનિવૃત અધિકારીઓ અને કર્મચારીઓ કેન્દ્ર અથવા રાજ્ય સાર્વજનિક ઉપક્રમ અને સંલગ્ન કાર્યાલય / સ્વાયત્ત સંસ્થાન અને સરકારના ગૈણ સ્થાનીય એકમના નિયમિત કર્મચારી પણ આ યોજનાનો લાભ નહીં લઈ શકે. જોકે, મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ, ચતુર્થ શ્રેણી અને ડી ગ્રુપના કર્મચારીઓને પીએમ કિસાન યોજનાનો લાભ નહીં મળે ,દરેક સુપરનેચુરલ/ રિટાયર્ડ પેન્શનર્સ જેમનું મહિનાનું પેન્શન 10,000 રૂપિયાથી વધારે છે. તેમને આ યોજનાની રકમ નહી મળે.
છેલ્લા નાણાકીય વર્ષમાં આવકવેરોનું ચુકવણી કરનાર દરેક વ્યક્તિ આ યોદનાનો લાભ નહીં લઈ શકે, ડોક્ટર્સ, એન્જિન્યર્સ, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને આર્કિટેક્ટ જેવા પ્રોફેશનલને સાથે રજીસ્ટ્રેશન થાય છે અને અભ્યાસ કરે છે એવા વ્યક્તિઓને પીએમ કિસાન યોજનાનો લાભ નહી આપવામાં આવે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]