Breaking News

હવામાન વિભાગે આપી શ્વાસ રૂંધાય તેવી ઠંડીની આગાહી, આ તારીખે બર્ફીલા પવનના ચક્રવાતો ફૂંકાશે.. ખાસ વાંચો..!

હાલ ગુજરાતમાં ભારે ઠંડીનો માહોલ છવાયેલો છે. ચારેય કોર કડકડતી ઠંડીના લીધે લોકો જરૂરી કામ હોઈ તો જ ઘરની બહાર નીકળે છે. બાળકો અને વડીલો ઠંડીથી રક્ષણ માટે ઘરની બહાર જ નથી નીકળતા. છેલ્લા 3 થી 4 દિવસ હવામાન વિભાગે કોલ્ડવેવની આગાહી આપી હતી અને હવે ફરીએક વાર કોલ્ડવેવની આગાહી આપી છે.

અતિભારે ઠંડીના લીધે અમુક વિસ્તારોમાં યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં ઉત્તર ગુજરાતના અમુક જીલ્લાઓ તેમજ કચ્છ અને મધ્ય સૌરાષ્ટ્રના જીલ્લાઓમાં ભારે ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ત્યારે હવામાન વિભાગે તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી આપતા મહત્વના નિવેદન કર્યા છે…

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આગામી 3 દિવસ સુધી શરીરમાં કંપારી ફેલાવી દે તેવી ઠંડી પડશે. ઉત્તર ભારતના હિમાલયોમાં ભારે બરફ વર્ષા થઈ રહી છે તેના પગલે ઠંડીના પવનો ફૂંકાતા ફૂંકાતા 2 દિવસમાં જ ગુજરાત પહોચી જશે. તેથી ઉત્તર ગુજરાતના ડીસા, થરાદ, મહેસાણા પંથક, પાટણ તેમજ અમદાવાદના ગામડાના વિસ્તારોમાં ભારે ઠંડીનો અનુભવ થશે..

તો બીજી બાજુ કચ્છ તેમજ સુરેન્દ્રનગર અને રાજકોટ, જામનગર અને અમરેલીમાં પણ હાડ થીજાવે તેવી ઠંડીની શરૂઆત થશે. મોટા ભાગના શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો 10 ડીગ્રી કરતા નીચે ગગડી ગયો છે. ગાંધીનગર અને નલીયામાં પણ સહન ન કરી શકાય તેવો ઠંડીનો ચમકારાનો નાગરિકોને અનુભવ થશે..

ગાંધીનગરમાં તાપમાનનો પારો 6 ડીગ્રીએ આવી પહોચ્યો છે, તો અમદાવાદમાં 8 ડીગ્રી નોંધાયું છે. બનાસકાંઠાના ડીસામાં 7 ડીગ્રી તો કચ્છમાં 6 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત અમરેલી, રાજકોટ અને જામનગરમાં સરેરાશ લઘુતમ તાપમાન 10 ડીગ્રી કરતા નીચે આવી પહોચ્યું છે.

હાડ થીજાવતી ઠંડીની સાથે સાથે અંબાલાલે આગાહી કરી છે કે ફેબ્રુઆરી મહિનાની શરૂઆત થતા જ વરસાદી માવઠાઓ ફરીવાર એન્ટ્રી કરશે. આ માવઠાઓ પશ્ચિમી વિક્ષેપોને કારણે આવશે. કમોસમી વરસાદની સાથે સાથે કડકડતી ઠંડી પડતા જ લોકો ભારે મૂંજવણમાં મુકાશે. જે લોકોને ઘરનો આશરો નથી તેવા લોકો આ મુશ્કેલીનો ભોગ બનશે…

કમોસમી માવઠાની સાથે સાથે તોફાની પવનના ચક્રવાત ફૂંકાવાની આગાહી મળતા જ ખેડૂત મિત્રો ચિંતામાં મુકાઈ ગયા છે. આ માવઠાની મોટી અસર સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ ઉત્તર ગુજરાતના અમુક અમુક ભાગોમાં થશે. જો આ માવઠાઓના પવનનો માર્ગ બદલાશે તો ચક્રવાત ફંટાઈને પાકિસ્તાન તરફ ચાલ્યું જશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *