Breaking News

હવામાન વિભાગે આપી આગામી 5 દિવસ અતિભારે વરસાદની આગાહી, મેઘરાજા રૌદ્રનું સ્વરૂપ ચારે કોર મચાવશે કહેર, માછીમારો અને NDRFને કરાયા એલર્ટ..!

ગુજરાત હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહન્તીએ આગાહી આપતા જણાવી દીધું છે કે, આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદ વરસવા જઈ રહ્યો છે. એટલે કે મેઘરાજાનું રુદ્ર સ્વરૂપ એવી તબાહી મચાવા જઈ રહ્યુ છે કે જેને કારણે ગુજરાતના મોટાભાગના તાલુકાઓને ભારે નુકસાની થવાની શક્યતાઓ રહેલી છે..

તેઓએ આગાહી આપતા વધુમાં જણાવ્યું છે કે, હાલ પશ્ચિમ બંગાળની ખાડીમાં ખૂબ જ મોટું લો પ્રેશર સર્જાયું છે. જેની અસર ગુજરાત ઉપર આગામી પાંચ દિવસ સુધી થવા જઈ રહી છે. આ લો પ્રેશર મધ્યપ્રદેશમાંથી પસાર થઈને ગુજરાત તરફ આવી રહ્યું છે. એટલે કે ગુજરાતના મધ્ય ભાગોમાં પ્રવેશ કરશે..

જેમાં અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, વડોદરા, પંચમહાલ, પાલનપુર, સાબરકાંઠા, બનાસકાંઠા, ડીસા, પાટણ વગેરે સહિતના જિલ્લાઓમાં તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક અમુક ભાગોમાં પણ આ લોકપ્રેશરની અસર દેખાવા જઈ રહી છે. આ લો પ્રેશરને પગલે 5 તારીખના રોજ જામનગર, અમરેલી, દ્વારકા, ભાવનગર, રાજકોટ, ગીર સોમનાથ, અને દીવમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે..

જ્યારે 6 તારીખે વલસાડ, ભાવનગર, પોરબંદર, નવસારી, દ્વારકા અને ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદની આગાહી આપી દેવામાં આવી છે. આ ઉપરાંત 7 તારીખના રોજ અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, નવસારી અને સુરતમાં તોફાની પવન સાથે અને વીજળીના કડાકા સાથે ભારે વરસાદની શક્યતા રહેલી છે..

જ્યારે 8 તારીખના રોજ વલસાડ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, દાદરા નગર હવેલી, દમણ અને નવસારીમાં અતિશય ભારે વરસાદ અને તોફાની પવન ખાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત 9 તારીખ ના રોજ દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, નવસારી, સુરત, દાદરા નગર હવેલીમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહીઓ આપી દેતાની સાથે જ માછીમારોને પણ ચેતવણી આપી દેવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતના તમામ માછીમારોને પાંચ તારીખથી લઈને 9 તારીખ સુધી દરિયો નો ખેડવાની સલાહ આપી દેવામાં આવી છે. કારણ કે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવા જઈ રહ્યો છે. જ્યારે દરિયાની અંદર મીની વાવાઝોડું પણ સક્રિય થવા જઈ રહ્યું છે. જેની અસરને પગલે ખૂબ ઊંચા મોજા ઉછાળવાની શક્યતા રહેલી છે..

એટલા માટે માછીમારો અને પોતાની તમામ બોટલને લંગર કરી દેવાની આગાહી આપવામાં આવી છે. ઈકાલે સાંજ સુધી કુલ 155 તાલુકામાં અતિ ભારે વરસાદ ખાબક્યો હતો. જેમાં મોટાભાગના તાલુકાઓમાં બે ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો કુલ ૧૪ ટકા વરસાદ વરસ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

પડોશી મહિલાને કપડા સુકવતી જોઈને નરાધમ યુવકે યોગા કરવાના બહાને કપડા કાઢીને કરી એવી હરકતો કે જાણીને ભલભલાને પરસેવો છૂટી ગયો.. વાંચો..!

અત્યારે ખૂબ જ વિચિત્ર બનાવ સામે આવ્યો છે. જે દરેક વ્યક્તિઓએ જાણી લેવો જોઈએ અને …

Leave a Reply

Your email address will not be published.