Breaking News

હથેળીનો રંગ ખોલે છે તમારા સ્વભાવ અને વ્યક્તિત્વનું રહસ્ય, જાણો શું છે તમારામાં વિશેષતા.. જાણો !

જ્યોતિષના જાણકારો અનુસાર વ્યક્તિની હથેળીમાં રહેલી રેખાઓ અને વ્યક્તિની હથેળીનો રંગ તેના આવનારા સમય અને તેના વ્યક્તિત્વ વિશે જણાવે છે. દરેક વ્યક્તિનું ભાગ્ય આખી જીંદગી એક સરખું નથી રહેતું. હાથોની રેખા અનુસાર ભવિષ્ય અને ભાગ્ય ની જાણકારી મેળવી શકાય છે.

શું તમે ક્યારેય જોયું છે કે આપણા હાથોની રેખાઓ ક્યારેય એક સામાન નથી રહેતી તેમાં પણ બદલાવ આવે છે. જેવી રેખાઓ તમારા હાથમાં ૧૦ વર્ષ પહેલા હતી એવી રેખાઓ આજે નથી જોવા મળતી. તેમાં તમને ઘણા બધા ફેરફારો જોવા મળશે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે હાથની રેખાઓ અને હથેળીનો રંગ સમય ની સાથે સાથે બદલાયા કરે છે.

જ્યોતિષની માન્યતા અનુસાર આપણા હાથની રેખાઓ શુક્લ પક્ષમાં જોવામાં આવે છે જે રીતે શુક્લ પક્ષમાં ચંદ્ર નો આકાર વધે છે એવી રીતે હાથની રેખાઓ પણ વધે છે જે રીતે કૃષ્ણ પક્ષ માં ચંદ્ર નો આકાર ઘટે છે એ જ રીતે આપણા હાથની રેખાઓ પણ નાની થતી જાય છે. આજે અમે જણાવીશું કેવી રીતે તમારા હાથની હથેળીઓ નો રંગ તમારા ભાગ્ય વિશે જણાવે છે એ વિશે.

સફેદ રંગની હથેળી : જે વ્યક્તિઓ ની હથેળી નો રંગ સફેદ હોય છે તેમનો સ્વભાવ આધ્યાત્મિક હોય છે આ વ્યક્તિઓ ને વધારે ધાર્મિક કાર્યોમાં રસ હોય છે. આ લોકો ધર્મ પર વધારે વિશ્વાસ કરે છે. તેની સાથે સાથે આવા વ્યક્તિ શાંતિ પ્રિય માનવામાં આવે છે. આવા લોકો ને મોટાભાગે એકલું અને એકાંતમાં રહેવાનું વધારે પસંદ આવે છે. તેમન જીવનમાં ખુશી આવે કે ગમ બંને સમય માં તેમનો સ્વભાવ એક જેવોજ રહે છે.

ગુલાબી રંગ ની હથેળી : જે વ્યક્તિઓ ની હથેળી ગુલાબી રંગની હોય છે એ વ્યક્તિઓને પોતાના જીવનમાં ક્યારેય પણ ધનની કમી નો સામનો નથી કરવો પડતો. તે ઉપરાંત આ પ્રકારના વ્યક્તિઓ પરિવર્તનશીલ માનવામાં આવે છે. તેમણે પોતાના જીવનમાં પરિવર્તન ખુબજ પસંદ હોય છે. તેમનો આ સ્વભાવ લોકોને ખુબજ પસંદ આવે છે. આ વ્યક્તિઓ ક્ષમા શીલ અને સોમ્ય માનવામાં આવે છે

કાળા અને નીલા રંગની હથેળી : જે વ્યક્તિઓ ની હથેળી નો રંગ કાળો અથવા નીલો હોય છે તે શુભ નથી માનવામાં આવતો. શાસ્ત્રો અનુસાર આ પ્રકારની હથેળી નો રંગ અશુભ માનવામ આઅવે છે. આ પ્રકારના વ્યક્તિ ખરાબ સ્વભાવના હોય છે. અને તેમણે પોતાના જીવનમાં ક્યારેય પણ સફળતા પ્રાપ્ત નથી થતી.

લાલ રંગની હથેળી : જે વ્યક્તિઓની હથેળીનો રંગ લાલ હોય છે તેઓ ખુબજ ધનવાન અને સૌભાગ્ય શાળી હોય છે. તે ઉપરાંત આવા વ્યક્તિઓ ની પ્રશંસા શાસ્ત્રોમાં પણ જોવા મળે છે. આવા વ્યક્તિઓ ની સાથે બધું જ સારું થાય છે. તેમનો સ્વભાવ ગરમ પણ હોઈ શકે છે અને તેઓ નરમ દિલના પણ હોય છે. આમ જ્યોતિષ માં જણાવ્યા અનુસાર હાથની હથેળી પરથી પણ વ્યક્તિનું વ્યક્તિત્વ અને સ્વભાવ વિશે જાણકારી મેળવી શકાય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About admin

Check Also

જાણો જ્યોતિષ વિદ્યામાં અંગારક યોગના શુભ-અશુભ પરિણામો.

વેદિક જ્યોતિષ અનુસાર જયારે કુંડળીમાં રાહુ અથવા કેતુ માંથી કોઈ એક સાથે અથવા દ્રષ્ટિથી મંગળ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *