હપ્તાખોરોની દાદાગીરી ખુલ્લી પાડનાર એડવોકેટ મેહુલ બોઘરા પર બેફામ તત્વોએ કર્યો જીવલેણ હુમલો, કહ્યું ભ્રષ્ટાચાર સામે લડતો રહીશ…!

સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી ખૂબ જ ચોંકાવનારા બનાવો બની રહ્યા છે. સુરતમાં એડવોકેટ મેહુલ બોઘરા કે જેઓ ભ્રષ્ટાચારને નાબૂદ કરવામાં ખૂબ જ લડત દાખવી રહ્યા છે. આ ઉપરાંત સામાન્ય લોકોને ભવિષ્યમાં ક્યારેય પણ હપ્તાખોરોને વગર કામના પૈસા ચૂકવવા ન પડે તેમજ ભ્રષ્ટાચારનો ભોગ બનવું ન પડે એટલા માટે તેઓ ભ્રષ્ટાચારને નાબૂદ કરવામાં ખૂબ જ સક્રિય છે..

તેઓ ઘણી બધી વાર સોશિયલ મીડિયા પર લાઈવ કરી જે તે ભ્રષ્ટાચાર કરનાર કે નાના માણસો પાસેથી ખોટી રીતે હપ્તા ઉઘરાવનાર  વ્યક્તિની પોલ ખુલ્લી પાડે છે. આ ઉપરાંત જનતા જનાર્દન પણ તેઓને ખૂબ જ સપોર્ટ કરીને કાળા કામ કરનાર લોકોનો પરદાફાશ કરવામાં મદદરૂપ પણ બનતી હોય છે..

સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ તેમજ તેમના મળતીયાઓ દ્વારા જે તે વ્યક્તિઓ પાસેથી પૈસા ઉઘરાણી કરવાના કેટલાક મુદ્દાઓ ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યા હતા. જેને લઈને એડવોકેટ મેહુલ બોઘરા સોશિયલ મીડિયામાં વીડીયો લાઇવ કરી આ ગેરકાયદેસર રીતે પૈસાની ઉઘરાણી કરનાર પોલીસના મળતીયાઓનો પરદાફાશ કરવા જઈ રહ્યા હતા..

તેઓ સવારના 11:00 વાગ્યા આસપાસ હત્પાની ઉઘરાણી કરેલા લોકોને ખુલા પાડવા ગયા ત્યારે એક વ્યક્તિએ તેમના પર જીવલેણ હુમલો કરી દીધો હતો અને લાકડીના 10 થી 12 ફટકા પણ મારી દીધા હતા. એડવોકેટ મેહુલ બોઘરાને માથાના ભાગે લાકડાના ફટકા મારતા તેઓ લોહી લુહાણ થઈ ગયા હતા..

છતાં પણ તેઓ હિંમત હાર્યા નહીં અને પોતાનો લાઇવ વિડિયો શરૂ રાખ્યો હતો, જેમાં તેઓ હુમલો ન કરવા માટે જણાવી રહ્યા હતા. આ ઉપરાંત હુમલો કરનાર વ્યક્તિની તસ્વીરો તેમના લાઈવ વીડિયોની અંદર કેદ થઈ ગઈ છે. આ સાથે સાથે હુમલો કરનારે જે રિક્ષામાંથી ડંડો કાઢ્યો છે તે રીક્ષાનો પ્લેટ નંબર પણ કેમેરામાં કેદ થયો છે..

આ ઉપરાંત આ રીક્ષાની આસપાસ બે થી ત્રણ પોલીસના જવાનો પણ હાજર હતા છતાં પણ તેમની આ હાજરીની અંદર અંદર એડવોકેટ મેહુલ બોઘરા ઉપર આ જીવલેણ હુમલો થઈ ગયો હતો. એડવોકેટ મેહુલ બોઘરા હપ્તાખોરોની પોલ ખુલ્લી કરવા માટે ગયા હતા પરંતુ આ લુખા અને બેફામ તત્વો એ તેમના પર હુમલો કરી દેતા તેઓ ખૂબ જ લોહી લુહાણ થયા હતા.

આ મામલો સરથાણા કેનાલ રોડ પાસેથી સામે આવ્યો છે. લસકાણા પોલીસ ચોકી પાસે ટ્રાફિકના જવાનો અને તેમના મળતીયાઓ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હોય તેવી ઘટનાઓ સામે આવી છે. એડવોકેટ મેહુલ બોઘરાએ જણાવ્યું હતું કે, આ અગાઉ તેઓએ આ હપ્તાખોરોને ખુલ્લા પાડવાની કામગીરીઓ ચલાવી હતી. જેની અદાવત રાખીને આ હુમલો તેમના પર કરવામાં આવ્યો છે..

આ સાથે સાથે તેઓએ જણાવ્યું કે, આ હપ્તાખોરો આટલા બધા બેફામ બની ગયા છે કે, તેઓએ તેમને ધમકી પણ આપી હતી કે, જો હવે પછી તું દેખાઈશ તો તને જાનથી મારી નાખીશું.. પરંતુ મેહુલ બોઘરાએ જણાવ્યું કે, જો શહીદ ભગતસિંહ 23 વર્ષની ઉંમરમાં દેશ માટે હસતા મુખે બલિદાન દેવા માટે તૈયાર હોય તો તેઓ દેશમાં રહેલા ભ્રષ્ટાચારને દૂર કરવા માટે તેઓ હંમેશા તત્પર છે..

આવા નાના મોટા હુમલાથી તેઓ ક્યારેય ડરશે નહીં અને હંમેશા ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવતા રહેશે. તેઓ ખૂબ જ લોહી લુહાણ થઈ ગયા હોવાથી તાત્કાલિક 108 ની મદદથી તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેઓએ સરથાણા પોલીસ સ્ટેશનમાં આ બાબતને લઈને ફરિયાદ પણ નોંધાવી છે..

હકીકતમાં ટ્રાફિકના જવાનોના મળતીયાવો સુરત શહેરમાં બેફામ બન્યા છે. આ એક સત્ય હકીકત છે. જુદી જુદી જગ્યાઓ ઉપર તોડ પાણી કરવાના ઠેકાણાઓ ચાલી રહ્યા છે. આ તમામ હપ્તાખોરીઓને બંધ કરવા માટે સુરતના એડવોકેટ મેહુલ બોઘરા આગળ આવી લડત આપી રહ્યા હતા. પરંતુ તેમના પર આ બેફામ તત્વોએ હુમલો કરી દીધો છે..

હવે જોવાની બાબતે છે કે, શું હકીકતમાં હુમલો કરનાર વ્યક્તિઓ તેમજ તેમની સાથે રહેલા અન્ય મળતીયાવો આ ઉપરાંત આ હુમલો જે રીક્ષા પાસેથી કરવામાં આવ્યો હતો તેની આસપાસ રહેલા પોલીસ જવાનો ઉપરાંત આ મામલાની અંદર અન્ય કેટલાક વ્યક્તિઓનો સમાવેશ છે…? તેઓને શું ધરપકડ કરવામાં આવશે કે નહીં..?

તેમજ તેમના પર સરકાર દ્વારા કોઈ કાયદાકીય કાનૂની પ્રવૃત્તિઓ કરવામાં આવશે કે નહીં..? તેના ઉપર સૌ કોઈ લોકો નજર રાખીને બેઠા છે. કારણ કે ખુલ્લેઆમ કોઈ વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો થાય અને તેને ચૂપચાપ દબાવી દેવામાં આવે તેવું કોઈપણ જાગૃત નાગરિકથી સહન ન થઈ શકે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment