મંદિરને ધર્મ આસ્થા અને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે. મંદિરમાં ભગવાનની સેવા-પૂજા કરવા માટે સેવક તેમજ પૂજારી હોય છે. આજે હનુમાન જયંતી નો પવિત્ર તહેવાર છે. સૌ કોઈ લોકો ખુબ જ હર્ષોલ્લાસથી હનુમાન જયંતિની ઉજવણી કરતા હોય છે. પરંતુ આ ઉજવણી શરૂ થાય એ પહેલાં જ જામનગરમાં સમાચાર એક ખરાબ સામે આવી ચૂક્યા છે..
જેમાં જામનગર શહેરના મયુર ટાઉનશિપ વિસ્તારમાં આવેલા હનુમાનજીના મંદિરે રોજ પોતાની સેવા આપનાર વડીલનું મૃત્યુ થયું છે. મયુર ટાઉનશિપ વિસ્તારમાં હનુમાનજીના મંદિરે બાબુગર લાલગર ગોસાઈ નામના ૬૨ વર્ષના વડીલ રોજ સેવા પૂજા કરતા હતા. આજે હનુમાન જયંતી હોવાના કારણે તેઓ મયુર ટાઉનશિપમાં આવેલા મંદિરની ઉપર ચડીને તેની સાફ સફાઈ કરવાનું કામકાજ કરતા હતા..
જેથી કરીને સાંજે હનુમાન જયંતિની ઉજવણી દરમિયાન મંદિર એકદમ ઝગમગારા મારે પરંતુ તેઓ જ્યારે મંદિરની ઉપર ચડતા હતા એ સમય દરમિયાન તેમનો પગ લપસી ગયો હતો. જેના કારણે તેઓ નીચે પટકાયા હતા. અને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. માથાના ભાગે નીચે પટકાતાની સાથે જ તેમને બ્રેન હેમરેજ થઈ ગયું હતું..
અને ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થયું હતું. હનુમાન જયંતિની ઉજવણી શરૂ થાય એ પહેલાં જ મંદિરના પરિસરમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ બનાવની જાણ જ્યારે બાબુગરના ધર્મપત્ની ધર્મિષ્ઠાબેન ગોસાઇને થતા જ તેઓએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવા માટે જણાવ્યું હતું.
આ વડીલે ક્યારેય પણ નહીં વિચારયુ હોઈ કે તેવો જ્યાં રોજની સેવા પૂજા કરે છે. એ કાર્ય કરતી વેળાએ જ તેમનું મૃત્યુ થઈ જશે. આ બાબતને લઈને મયુર ટાઉનશિપમાં ચકચાર મચી ગયો છે. ટાઉનશીપમાં ખુબ આનંદથી હનુમાન જયંતીની ઉજવણી થવાની હતી હવે થશે કે નહી એના પર પણ સવાલા ઉઠી રહ્યા છે?
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]