Breaking News

હળદરના આ ટોટકાઓ એકવાર અજમાવી જુઓ, તમારા જીવનમાં ક્યારેય નહીં આવે દુ:ખ..જાણો આજે જ!!

હળદર નો સંબંધ ગુરુ ગ્રહ સાથે હોય છે અને તેને રસોઈઘર નુ એક ઔષધી તરીકે પણ માનવામા આવે છે. તે ઘણી બીમારીઓ સાથે શરીર મા થતા પાક ને અટકાવે છે. તેના થી માણસ ને આરોગ્ય નું સુખ પ્રાપ્ત થાય છે. હળદર ના આવા ગુણો થી તો ભાગ્યેજ કોઈ અજાણ હશે પણ તેની સાથોસાથ તેને કંકુ ની જેમ જ શુકન નું પ્રતિક પણ માનવામા આવે છે. જો ઘર ના ઉંબરે કંકું ની સાથે હળદર નું સ્વસ્તિક બનાવવા મા વિશેષ ફળ ની પ્રાપ્તિ થાય છે.

આ સાથે જ જો ઘર ના મંદિર મા દેવી-દેવતાઓ ના પૂજન સમયે કંકું સાથે હળદર નો ચાંદલો કરવામાં આવે તો તેના થી પણ વિશેષ ફળ ની પ્રાપ્તિ થાય છે. આમ હળદર એક ઔષધ ની સાથોસાથ ધાર્મિક બાબતો મા પણ એક આગવું સ્થાન ધરાવે છે. ઘર મા ગૃહિણીઓ ના રસોઈઘર મા એક વિશેષ મહત્વ ધરાવતી આ હળદર શા માટે એટલું ધાર્મિક મહત્વ પણ ધરાવે છે? તો આજ ના આ આર્ટીકલ જાણીએ આ વિષે વિસ્તાર થી.

હળદર ને એક ખાસ પ્રકાર ની ઔષધિ માનવામા આવે છે કે જેમાં દૈવીય ગુણ નો પણ સમાવેશ થાય છે. હિંદુ સંસ્કૃતિ પ્રમાણે લગ્ન મા પણ વર વધુ ને પીઠી સ્વરૂપે આ હળદર ચોપડવા મા આવે છે અને તેનું પણ એક વિશેષ મહત્વ છે. તો એકવાર જરૂર થી અજમાવી જુવો આ પ્રયોગો જેથી તમારા જીવન મા પણ કોઈ તકલીફ કે મુશ્કેલી ના આવે.

ગુરુવાર ના દિવસે ભગવાન ગણપતિ ને માત્ર એક ચપટી હળદર ચઢાવવા થી ગમે તેવી આર્થિક નાણા ભીડ દૂર થાય છે. ભગવાન સૂર્યનારાયણ ને હળદર વાળું જળ અર્પિત કરવા થી ઈચ્છિત વર ની પ્રાપ્તિ થાય છે. આ સિવાય ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મી ની છબી પાછળ હળદર નું પડીકું સંતાણી ને રાખવા થી જલ્દી લગ્ન ના યોગ સર્જાય છે. આ સિવાય સ્નાન કરતા સમયે નહાવા ના પાણી મા એક ચપટી હળદર નાખવા થી શારીરિક તેમજ માનસિક શુદ્ધતા પ્રાપ્ત થાય છે.

આ સાથે વેપાર-ધંધા મા સફળ થવા માટે પણ આ ઉપરોક્ત જણાવેલ પ્રયોગ ને અચૂક માનવામા આવે છે. નિત્ય પૂજન કર્યા બાદ કપાળ પર જો હળદર નો ચાંદલો કરવામા આવે તો તેના થી લગ્ન સંબંધીત કાર્યો મા સફળતા મળે છે. આ સિવાય પૂજન સમયે કાંડા અથવા તો ડોક ના ભાગ મા હળદર નો નાનો ચાંદલો કરવાથી બૃહસ્પતિ મજબૂત બને છે અને વાણી મા મધુરતા આવે છે. હળદર થી બનાવેલ માળા થી કોઈપણ મંત્ર જાપ કરવા મા આવે તો વિલક્ષણ બુદ્ધિ ના સ્વામી નુ પદ પ્રાપ્ત થાય છે.

હળદર ના આવા ઉપયોગ થી માનવ જીવન મા સુખ-સમૃદ્ધિ નુ આગમન થાય છે. આ સાથે જ હળદર થી નકારાત્મકતા દૂર થાય છે. આ માટે જ હવન ઈત્યાદી મા તેનો સમાવેશ કરવામા આવે છે. હળદર ની ગાંઠ પર નાડાછડી બાંધી ને રાતે સુતા સમયે ઓશિકા નીચે રાખવામા આવે તો ખરાબ સપના નહી આવે. હળદર ના દાન ને પણ શુભ માનવામા આવે છે અને તેથી ઘણી મુશ્કેલીઓ નો અંત આવે છે. આ હળદર થી ગુરૂ ગ્રહ પણ પ્રબળ બને છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) :  તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

About Gujarat Posts Team

Check Also

આજ રાતથી આ 4 રાશીઓને મળશે રાહુ અને કેતુના પ્રકોપથી છુટકારો, મળશે અચાનક સારા સમાચાર…

મિત્રો, આપણા જીવનમાં જે પરિવર્તન આવે છે તેનું કારણ ગ્રહોની તેમની સ્થિતિમાં સતત બદલાવ આવે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *