Breaking News

હાઈવે પર અચાનક જ નાગ દેવ રસ્તા પર ઉતરતા ટેમ્પો ગલોટીયા ખાઈ ગયો, સાપને બચાવવા જતા એક સાથે 5 લોકો ઈજાગ્રસ્ત..!

રાજ્યમાં ઘણા બધા અકસ્માત બને છે. પરંતુ એમાંથી ઘણા બનાવો ખૂબ વિચિત્ર અકસ્માતના સામે આવે છે. ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લાના હાઇવે ઉપરથી એકદમ પર અકસ્માતમાં બનાવ સામે આવ્યો છે. જ્યાં વઢવાણ લીંબડી હાઇવે ઉપર આકસ્માત સર્જાતા જ લાંબો ટ્રાફિક સર્જાઈ ગયો હતો..

વઢવાણા પાસે જીએસપીસી ગેસ પંપ આવેલો છે. ત્યાંથી એક ટેમ્પો ચાલે ટેમ્પો લઈને પસાર થતો હતો. એવામાં હાઈવે ઉપર અચાનક જ રસ્તા પર નાગદેવતા એટલે કે સાપઉતરી આવ્યો હતો. આ ટેમ્પો આટલી બધી ઝડપે જતો હતો કે, સાપને બચાવવા માટે અચાનક જ બ્રેક મારી અને ટેમ્પામાં સવાર પાંચ પેસેન્જર રોડ ઉપર નીચે ઠલવાઈ ગયા હતા..

અને ટેમ્પો પણ પલટી મારી ગયો હતો. જો સાપને બચાવવા માટે બ્રેક મારી ન હોત તો અકસ્માત સર્જાત નહીં. પરંતુ સાપનું મૃત્યુ થઈ જાત. ટેમ્પાચાલકના મનમાં પ્રાણીઓ પ્રત્યે ખૂબ જ પ્રેમ હોવાને કારણે તેણે અચાનક જ બ્રેક મારીને સાપનો જીવ બચાવ્યો હતો. પરંતુ ટેમ્પામાં બેઠેલા પેસેન્જરો ખૂબ જ ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવીને તેઓને વઢવાણની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.

ટેમ્પો આટલી બધી સ્પીડમાં ચાલતો હતો કે, અચાનક જ બ્રેક મારતા સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. આ અકસ્માતને પગલે થોડીવાર માટે ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો. તો બનાવની જાણ સ્થાનિક પોલીસને સત્તા પોલીસ પણ અકસ્માત નો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે..

જ્યારે હાઇવે ઉપર લોકોના એક સામટા ટોળા ભેગા થઈ ગયા હતા. આ અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકો વઢવાણની સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના હાઇવે ઉપર અકસ્માતના બનાવો સામે આવે છે. પરંતુ આ અકસ્માત ખૂબ જ વિચિત્ર હતો કારણ કે આ અકસ્માતમાં એક વાહન સાથે કોઈ બીજું વાહન ટકરાયું હતું નહીં..

છતાં પણ ટેમ્પો પલટી મારી ગયો હતો. અને તેમાં સવારે પાંચ વ્યક્તિઓને નાની મોટી ઈજા થઈ છે. સદનસીબે કોઈ વ્યક્તિનો જીવ ગયો નથી. પરંતુ તમામ લોકો હાલ હોસ્પિટલમાં દાખલ થયેલા છે. જ્યારે હાઇવે ઉપર લોકો માટે આ અકસ્માત ચર્ચાનો વિષય બન્યો હતો. આવા કેટ કેટલાય અકસ્માતો રોજ રોજ સામે આવે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *