આધુનિક સમયમાં સમાજમાં લોકો એકબીજાને છેતરી રહ્યા છે. બીજા લોકો પાસેથી લાલચ આપીને રોકડા અને દાગીનાની છેતરપીંડીની ઘટનાઓ ખુબ જ બની રહી છે. અશિક્ષિત લોકોને છેતરીને લોકોની જીવનભરની કમાણીને લૂંટી રહ્યા છે. સમાજમાં લોકો બીજા પાસેથી છેતરપિંડી કરીને પૈસા પડાવી રહ્યા છે. આવી જ ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે.
આવી જ એક છેતરપીંડીની ઘટના એક પરિવાર સાથે બની હતી. છેતરપિંડીમાં પરિવારના તમામ સભ્યોના જીવ દાવ પર લાગી ગયા હતા. આ ઘટના સાંગલી જિલ્લામાં મ્હૈસલ ગામમાં રહેતા પરિવાર સાથે બની હતી. ઘરમાં બંને ભાઈઓના પરિવાર ભેગા રહેતા હતા. પરિવારમાં વડીલ ગણાતા 74 વર્ષની માતા અને તેમના બંને પુત્રોના પરિવાર રહેતા હતા.
ઘરમાં 9 સભ્યો રહેતા હતા. વડીલ માતાના મોટા દીકરાનું નામ પોપટ વનમોર હતું. તેની ઉંમર 54 વર્ષની હતી. અને નાના દીકરાનું નામ ડો. માણિક વનમોર હતું. તેની ઉંમર 49 વર્ષની હતી. મોટો દીકરો ટીચર તરીકે નોકરી કરતો હતો. નાનો દીકરો ડો. માણેક વનમોર પશુચિકિત્સાનો ડોક્ટર હતો. બન્ને ભાઈઓ પોતાના અલગ-અલગ ધંધા સારા કરતા હતા.
બન્ને ભાઈઓના ધંધા ખૂબ જ સારા ચાલતા હતા. તેથી પરિવાર ખૂબ જ ખુશ ખુશીથી રહેતું હતું. અને બંને ભાઈઓની પત્ની અને તેમના 4 બાળકો રહેતા હતા. એક દિવસ સોલાપુર ગામમાંથી એક યુવક અબ્બાસ બાગબાન તેમનું નામ હતું. તેઓ આ બંને ભાઈઓના ઘરે આવ્યા હતા. અબ્બાસ તેનો ડ્રાઇવર ધીરજ ચંદ્રકાંત સુરવશે સાથે આવ્યો હતો.
ઘરે આવીને તે એક તાંત્રિક છે તેવું પરિવારને જણાવ્યું હતું. બંને ભાઈઓને કહ્યું હતું કે,’તમારા ઘરમાં ગુપ્ત ધન છુપાયેલું છે, હું તેને શોધી કાઢીશ’ આ જાણીને બંને ભાઈઓને લાલચ આવી ગઈ હતી. બંને ભાઈઓએ તાંત્રિકને માગી રકમ આપી દીધી હતી. તાંત્રિકે ઘરમાંથી ગુપ્તધન શોધવા માટે એક કરોડ રૂપિયા બન્ને ભાઈઓ પાસેથી લીધા હતા.
બંને ભાઈઓને લાલચમાં ભોળવીને બંને ભાઈઓ પાસેથી એક કરોડ રૂપિયા પડાવી લીધા હતા. તાંત્રિક બીજા દિવસે ઘરે આવીને તંત્ર-મંત્રની પ્રક્રિયા ચાલુ કરી હતી. અને છુપાયેલા ખજાનાને શોધવા માટે ઘરમાં આમથી આમ જોઈ રહ્યો હતો. પરંતુ ઘરમાંથી ખજાનો મળ્યો નહિ. તેને કરને આ બંને ભાઈઓએ ત્રાંત્રિક પાસેથી પોતાના એક કરોડ રૂપિયા બાદ પાછા માંગ્યા હતા.
પરંતુ તાંત્રિકે એક કરોડ રૂપિયા નહીં આપે તેમ કહ્યું હતું. તે માટે બંને ભાઈઓએ આ ઘટના પોલીસને જણાવવાની ધમકી આપી હતી. ત્યારે અબ્બાસે આ બંને ભાઈઓના પરિવારને મારી નાખવાની યોજના બનાવી હતી. અબ્બાસ એક દિવસ બંને ભાઈઓના ઘરે પોતાના ડ્રાઈવર ધીરજ ચંદ્રકાંત સાથે જઈને આખા પરિવારને અગાસી પર મોકલી દીધું હતું.
ત્યારબાદ એક પછી એક પરિવારજનોને નીચે ચા પીવા માટે બોલાવ્યા હતા. ચામાં પહેલેથી જ ઝેર નાખી દીધું હતું. તેથી પરિવારના લોકો ચા પીને કલાકમાં જ મૃત્યુ પામ્યા હતા. અને ત્યારબાદ આ તાંત્રિક પરિવારને મોતને ઘાટ ઉતારીને ભાગી ગયો હતો. ત્યારબાદ આખા પરિવારમાં 9 સભ્યોને એક સાથે મારીને ત્યાંથી પૈસા લઈને ભાગી ગયો હતો.
પરિવારજનોની પાસે એક સુસાઈડ નોટ લખીને મૂકી દીધી હતી. સુસાઇડ નોટમાં તાંત્રિકે મર્યાનું કારણ લખ્યું ન હતું. આસપાસના પાડોશીના લોકો આ પરિવારના ઘરે આવ્યા ત્યારે એકસાથે પરિવારજનોને મરેલી હાલતમાં જોઇને તરત જ પોલીસને આ ઘટનાની જાણ કરાઈ હતી. પોલીસને પરિવારજનો પાસેથી સુસાઇડ નોટ મળી હતી.
પરંતુ તેમા તાંત્રિકની મોટી ભૂલને કારણે પોલીસે આ તાંત્રિકને શોધવાની તપાસ કરી રહી હતી.તાંત્રિકે સુસાઇડ નોટમાં કારણ લખ્યું ન હતું તેના પરથી પોલીસને શંકા જતા અબ્બાસને શોધી કાઢવામાં આવ્યો હતો. અને એક સાથે નવ વ્યક્તિઓના મૃત્યુનો આરોપ અબ્બાસ પર પોલીસે લગાવ્યો હતો. પોલીસઅબ્બાસની પૂછપરછ કરી રહી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]