ગુજરાતમાં જયારે આગામી સમય માં વિધાનસભાની ચૂંટણીઓ થવા જઈ રહી છે ત્યારે જેમ જેમ ચૂંટણીનો સમય નજીક આવતો જાય છે તેમ તેમ ઘણા બધા મોટા માથાઓ ના નિવેદન સાથે હાઇકમાન્ડ તરફથી મોટા નેતાઓ નું સતત ગુજરાતમાં આગમન થતું રેહવું જુદી જુદી આગમન તમામ પાર્ટીઓ ના મુખ્ય કહી શકાય એવા તમામ નેતાઓ નું છેલ્લા કેટલાક સમય થી ગુજરાત માં ખુબ વધુ પ્રમાણ માં આવન-જવન જે રીતે થય રહ્યું છે તે જોતા નવા જૂની ના એંધાણ જરૂર માની જ શકાય એમ છે.
આ સાથે છેલ્લા કેટલાક વર્ષો ની ચુંટણી તરફ નજર કરવામાં આવે તો દરેક પાર્ટીઓ ની એક નજર દરેક જ્ઞાતિઓ ને આવરી લેવા તરફી હરહમેશ રેહતું જ આવ્યું છે જ્ઞાતિના મોટા મોટા નેતાઓ ને મનામણા સાથે ના કામો પુરા વેગ સાથે કરવામાં આવી રહ્યા હોય એવું ખુબ જ વ્યવસ્થિત રીતે લોકો સમક્ષ આવી જ રહ્યું છે તેમાં પણ ખાસ ગુજરાત ની જો વાત કરવામાં આવે તો છેલ્લા થોડા મહિના ઓ થી પાટીદાર સમાજ સાથે જોડાયેલ ખોડલધામ પ્રમુખ નરેશપટેલ ના નામની ખુબ ચર્ચા થઈ રહી છે.
એવામાં હાલ માં આવેલ સમાચારો પણ ગુજરાત ના રાજકારણ માં ખુબ ગરમાવો લાવી રહ્યા છે આ સાથે જ કેટલાક સમય થી ગુજરાત માં જયારે આપ પક્ષ ખુબ સક્રિય જણાઈ રહ્યો છે એવામાં નરેશ પટેલ ની રાજકારણ માં પ્રવેશ તમામ પક્ષો માટે એક ખુબ મોટો મુદ્દો બની રહેલ છે કે નરેશ પટેલ નો રાજકારણ પ્રવેશ કોને ફળશે અને તેના કારણે જ બીજા નેતાઓ પણ આ મુદ્દો અનેક વાર પોતાના નિવેદનો નોંધાવી રહ્યા છે જેમાં મોટા મોટા ખુલાસો થતા પણ જોવા મળી શકે છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજકીય પક્ષોનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. નેતાઓ ની અવર-જવર જ લોકો માં કુતુહુલ નો વિષય બની રહેલો છે આ ઉપરાંત ખોડલધામના ચેરમેન નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતાઓ હાલ તો જણાઈ રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર નરેશ પટેલ આજે અચાનક જ દિલ્હીની મુલાકાતે જતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આજે બપોરના સમયે કોંગ્રેસ હાઇકમાન અને સોનિયા ગાંધી સાથે મુલાકાત કરે તેવી શકયતા છે.
તેના માટે તેઓ રાજકોટથી દિલ્હી જવા રવાના થઇ ગયા છે. આજકાલ નરેશપટેલ ની દરેક ક્રિયાઓ પર દરેક પક્ષો અને રાજકારણ રસિકો ની પુરી નરજ રહેતી જણાઈ રહી છે આ સાથે અચાનક જ દિલ્લી જવું એ દરેક માં થોડો ચર્ચાનો વિષય બની રહ્યો છે એવામાં આજના ઘટનાક્રમ પરથી તો એવું લાગી રહ્યું છે કે નરેશ પટેલ કોંગ્રેસમાં ગમે તે ઘડીએ જોડાઇ શકે છે. એ વાત પર હવે તો ખુબ બોહળા પ્રમાણ માં અનેક રીતે થી વાતો સામે આવી રહી છે હવે એવામાં અન્ય નેતા ની હલચલ પણ તેજ બની છે.
તો બીજીબાજુ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરની કોંગ્રેસ હાઇકમાન સાથે મુલાકાત થઇ ગઇ છે. તેઓ 29મી એપ્રિલે કોંગ્રેસમાં જોડાય તેવી સંભાવના છે. આમ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે નરેશ પટેલ અને પ્રશાંત કિશોર કોંગ્રેસનો હાથ પકડે તેવી શકયતા છે. આ બંને પોતાના વ્યક્તિત્વને આધારે ખુબ મોટા માથાના નેતા જરૂર ગણવામાં આવી રહ્યા છે આ સાથે હવે તૂટતી કોંગ્રેસ ને કંઈક ને કંઈક આ નેતાઓ નો સાથ ફેરફાર લાવી શકવા માટે કદાચ કારગત નીવડી શકે છે.
તો બીજીબાજુ ગુજરાત કોંગ્રેસ સાથે જોડાયેલ હાર્દિક પટેલ છેડો ફાડે તેવી શકયતા છે. હાલ જ થોડા દિવસો પેહલા જ હાર્દિક પટેલ થકી ભાજપ ના વખાણો પણ થતા કંઈક ચર્ચાઓ વધુ તેજ થવા લાગી છે કે હાર્દિક પટેલ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપ નો કેસરિયો પેહરી શકે છે એટલે આમ તો જોવામાં આવે તો સંપૂર્ણ રીતે ગુજરાત નું રાજકારણ બધી જ રીતે ગરમાઈ રહ્યું છે દિવસે ને દિવસે નવા મુદ્દાઓ સામે આવી રહ્યા છે રાજકીય ગલિયારામાં તો હાર્દિક પટેલ ભાજપમાં જોડાય તેવી સંભાવના છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]