Breaking News

ગુજરાતના આ વિસ્તારોમાં ચારેકોર મેઘમહેર , નદીઓમાં આવ્યા ભારે ઘોડાપૂર જાણો!

ગુજરાતમાં ફરી એક વખત મેઘરાજા મહેરબાન થયા છે. લાંબા સમય બાદ રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે.  ગુજરાતમાં સાંજે 4 વાગ્યા સુધીમાં 77 તાલુકામાં  વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં ફરી એક વખત મેઘરાજા મહેરબાન થયા છે. લાંબા સમય બાદ રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે.  ગુજરાતમાં સાંજે 4 વાગ્યા સુધીમાં 77 તાલુકામાં  વરસાદ નોંધાયો છે.  સૌથી વધુ વરસાદ વલસાડના પારડી તાલુકામાં 4.3 ઈંચ પડ્યો છે. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

બોટાદના ગઢડામાં વરસાદ શરૂ થયો છે. ગઢડા શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારો  ઢસા, પાટણા ગામે પણ વરસાદી માહોલ છવાયો છે. લાંબા વિરામ બાદ બોટાદ જિલ્લામાં વરસાદ શરૂ થતા ખેડૂતોના પાકને પણ જીવનદાન મળશે.  મહત્વનું છે કે બોટાદ જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 49.66 ટકા, બરવાળામાં 46.78 ટકા, ગઢડામાં 48.21 ટકા, રાણપુરમાં 26.31 ટકા અને જિલ્લામાં 44.13 ટકા વરસાદ વરસ્યો છે.

દક્ષિણ ગુજરાત પર મેઘરાજા મહેરબાન થયા છે. વલસાડ જિલ્લાના ઉમરગામ, વાપી, પારડીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉમરગામમાં વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વલસાડના ભાગડાવડા વિસ્તારમાં મુખ્ય માર્ગ અને છીપવાડ ગરનાળામાં પાણી ભરાયું છે. મોગરાવાડી ગરનાળામાં પાણી ભરાવાના કારણે અનેક વાહનો બંધ પડ્યા હતા. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદ : દક્ષિણ ગુજરાતમાં ભારે આગાહી વચ્ચે વલસાડ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એંટ્રી થતા ખેડૂતો અને લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. શહેર જિલ્લામાં બુધવાર રાત્રિથી શરૂ થયેલી મેઘસવારી ગુરુવારે પણ યથાવત રહી છે. વલસાડ જિલ્લામાં ગુરુવારે સવારે 6થી સાંજના 6 વાગ્યા સુધીમાં સૌથઈ વધુ વલસાડ અને પારડી તાલુકામાં પાંચ ઈંચ વરસાદ વરસી ચુક્યો છે.

તો ધરમપુર અને વાપી તાલુકામાં પણ 4-4 ઈંચ, ઉમરગામ-કપરાડામાં અઢી અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. વલસાડ ઉપરાંત નવસારી, સુરત અને ડાંગ જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો છે. સુરતમાં અડધો ઈંચ, પલસાણા, ઉમરપાડામાં 2-2 ઈંચ, બારડોલી, કામરેજ, ચોર્યાસીમાં પોણો ઈંચ અને માંડવી, માંગરોળમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

પહેરો જમાવીને રંગીન કપડામાં પોલીસે કારને પકડી પાડી, ડીકી ખોલતા જ મળ્યું એવું કે લોકોના ટોળા એકઠા થઈ ગયા..!

આજના સમયમાં સરળતાથી જીવન જીવવાને બદલે ખોટું અને દેખાદેખી વાળું જીવન ખૂબ જ વધારે પ્રચલિત …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *