Breaking News

91 તાલુકામાં મેઘો વરસતા જ મગનકાકાએ આપી આ તાલુકાઓમાં પવન અને વીજળીના કડાકા સાથે તબાહી મચાવતા વરસાદની મોટી આગાહી..!

ગુજરાતમાં હવે ધીમી ધારે મેઘરાજા પગપેસારો કરવા લાગ્યા છે. જુદા જુદા જીલ્લાઓમાં વાતાવરણના ભેજ અનુસાર વરસાદી ઝાપટાઓની શરૂઆત થઈ ચુકી છે. તો અમુક જીલ્લાઓમાં તોફાની પવન સાથે વરસાદ ત્રાટકવા લાગ્યો છે. વરસાદના ઠંડા છાંટા પડતાની સાથે જ ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે.

હાલ ગુજરાતના અનુભવી અને સચોટ આગાહીકાર મગનકાકાએ આગાહી આપતા જણાવી દીધું છે કે ગુજરાતમાં વિધગત રીતે ચોમાસું બેસ્યું નથી. ધીમે ધીમે નૈઋત્યનું ચોમાસુ આગળ વધવા લાગ્યું છે. જેમ જેમ ચોમાસું આગળ વધશે તેમ તેમ ગુજરાતના તમામ વિસ્તારમાં મેઘરાજા ધમાકેદાર વરસાદ વરસાવશે..

મેઘરાજાનું આગમન થતા જ ઘણી જગ્યાએથી માઠા સમાચાર પણ આવવા લાગ્યા છે. તોફાની વરસાદને કારણે અમદાવાદમાં 2 બાળકોના કરંટ લાગવાથી, પંચમહાલમાં કાચું મકાન ધારાશાયી થવાથી અને ગોઠીબડામાં મહિલા પર વીજળી પડતા કુલ 5 થી 6 લોકોના મોત થયા છે. મેઘરાજાના આગમનને કારણે ક્યાંક ખુશીનો માહોલ દેખાયો છે તો ક્યાંક દુઃખનું માતમ છવાયું છે.

જાણીતા હવામાન નિષ્ણાત મગનકાકાએ આગાહી આપતા કહ્યું છે કે 15 તારીખ થી લઈ 20 તારીખ સુધીમાં ગુજરાતનો એકય જીલ્લો વરસાદથી વંચિત નહી રહે. 14 તારીખ થી લઈ 17 તારીખ સુધીમાં સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, જુનાગઢ, અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

તેમજ 16 તારીખ હી લઈ 18 તારીખ સુધીમાં દક્ષીણ ગુજરાતના સુરત,વલસાડ,નવસારી,ડાંગ અને તાપીમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત મધ્ય અને ઉત્તર ગુજરાતના જીલ્લાઓમાં 17 તારીખ બાદ તબાહી મચાવતો વરસાદ વરસે તેવી આગાહી આપી દેવામાં આવતા જ ખેડૂતોએ ખેતરમાં વધુ વરસાદ પડતા થતા નુકસાનના ભાગ રૂપે તમામ તૈયારી પણ કરી લીધી છે.

છેલ્લા 24 કલાકની અંદર અંદર ગુજરાતના કુલ 91 તાલુકાઓમાં ભારે વરસાદ વરસ્યો છે અને આગામી 2 જ દિવસમાં હજુ પણ ભારે વરસાદ સાથે મેઘરાજા ચોમાસાનો પગપેસારો કરશે તેવી આગાહી મગનકાકાએ આપી ધીધી છે. મગનકાકા છેલ્લા 23 વર્ષથી સચોટ આગાહી આપે છે.

મહીસાગર, જુનાગઢ, અમરેલી, દાહોદ, નવસારી, સાબરકાંઠા, પંચમહાલ, બનાસકાંઠા, ડાંગ, જામનગર, રાજકોટ, વડોદરા, સુરેન્દ્રનગર, નવસારી, ગીર-સોમનાથ, નર્મદા, અમરેલી, અમદાવાદ, વલસાડ, સુરત છોટાઉદેપુર, સાબરકાંઠા, અરવલ્લી, મોરબી, તાપી જીલ્લાઓના તાલુકામાં હળવી ધારે વરસાદ શરુ થઈ ચુક્યો છે.

હાલ ચોમાસું મુંબઈ અને ગોવામાં ધમધોકાર વરસાદ વરસાવી રહ્યું છે ધીમે ધીમે આ ચોમાસું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આવનારા 2 દિવસમાં દક્ષીણ ગુજરાતના જીલ્લાઓમાંથી આ ચોમાસાની અસર દેખાશે. આ ઉપરાંત આરબી સાગરમાં પણ એર સર્ક્યુલેશન સાઈકલોન સર્જાયું છે જેના પગલે દરિયા કિનારા નજીકના વિસ્તારોમાં ભારે આંધીઓ ચડશે અને વરસાદી ઝાપટાઓ પવનની આકળીઓ સાથે વરસશે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *