Breaking News

ગુજરાતમાં ત્રીજી લહેરની અસર ચાલુ, કેસોમાં અચાનક ઉછાળો આવ્યો, આ વિસ્તારમાં કોરોનાનો રાફડો ફાટ્યો….

કોરોનાની બીજી લહેર ભારે તબાહી મચાવીને હજુ ગઈ જ છે ત્યાં તો કોરોનાએ ફરીવાર માથું ઉચક્યું છે. કોરોનાનો નવો વેરિયન્ટ ભારે તેજીથી ફેલાઈ રહ્યો છે. ભારતના આરોગય વિભાગે જણાવ્યું છે કે જો દેશમાં નવા વેરિયન્ટ ના કેસો વધતા જશે, તો જાન્યુઆરી મહિનામાં ભારે તબાહીનો ભોગ બનવું પડશે.

ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટના કેસમાં આજે ખુબ મોટો વિસ્ફોટ નોંધાયો છે. આજે ગુજરાત રાજ્યમાં કોરોનાના કુલ 70 નવા કેસ નોંધાતા માહોલ ગરમ થયો છે. તો બીજી તરફ 28 જેટલા સંક્રમિત દર્દીઓ રિકવર થઈને નોર્મલ પણ બની ગયા છે. આજે વડોદરામાં કોરોના કેસમાં એકાએક વધારો થતા તંત્ર એક્શનમાં આવી ગયું છે. વડોદરામાં આજે કોરોનાના 12 નવા પોઝિટિવ કેસ આવ્યા છે.

વડોદરામાં આજે નોંધાયેલા કેસની વાત કરીએ તો સાંકરદા, દિવાળીપુરા, માંજલપુર,  તાંદલજા, દંતેશ્વર અને જેતલપુર વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 8 દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી રજા પણ અપાઈ છે. વડોદરામાં હાલમાં કોરોનાના 59 પોઝિટિવ એક્ટિવ કેસ છે.

ફરી એકવાર ગાંધીનગરના સચિવાલયમાં કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે. આજે સચિવાલયમાં વર્ગ એકના અધિકારી કોરોના સંક્રમિત થયા હોવાની માહિતી મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સચિવાલયમાં વર્ગ એકના અધિકારીએ રિપોર્ટ કરાવતા તેમનો કોરોના રિપોર્ટ આજરોજ આવ્યો હતો, જેમાં તેઓ પોઝિટીવ આવ્યા છે. સંક્રમિત અધિકારીની સાથે રહેતા કર્મચારીઓને પણ હોમ કવોરંટાઇન કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં આજના નવા કોરોના કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 13, જામનગર કોર્પોરેશનમાં 10, સુરત કોર્પોરેશનમાં 09, વડોદરા 6, વડોદરા કોર્પોરેશન 6, નવસારી 5, વલસાડ 5, આણંદ 4, કચ્છ 3, રાજકોટ કોર્પોરેશનમાં 3, ભાવનગર કોર્પોરેશન 2, ગાંધીનગર કોર્પોરેશન 2, રાજકોટ 1, તાપી 1 આ પ્રકારે કુલ 70 કેસ નોંધાયા છે.

હાલ રાજ્યમાં કુલ 459 એક્ટિવ કેસ છે. જે પૈકી 08 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 451 નાગરિકો સ્ટેબલ છે. બીજી તરફ 8,17,389 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10095 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતની વાત છે કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું.

અત્યાર સુધીમાં કુલ 8,17,389 અત્યાર સુધીમાં કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ 98.73 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણ મુદ્દે પણ સરકાર મજબુતીથી આગળ વધી રહી છે. આજે કુલ રસીના 3,75,888 ડોઝ આપવામાં આવ્યા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *