Breaking News

ગુજરાતમાં ફરીવાર કોરોનાનો હાહાકાર સામે આવ્યા ચોંકાવનારા આંકડાઓ

છેલ્લા બે વર્ષથી લોકો સૌથી વધુ પરેશાન થયા હોય તો એ છે એક કોરોના વાયરસ થી અનેક લોકોની ચાલતી સામાન્ય અને સુઃખી જીંદગીને કલંકરૂપ સાબિત થયો છે આ કોરોના વાયરસ 2જી વેવ બાદ માંડ માંડ પોતાના ધંધા રોજગાર સાથે ફરીવાર સક્રિય થયા હતા એવામાં આપ જાણો છો એ રીતે છેલ્લા કેટલાક દિવસોમાં વાયુવેગે કોરોના ફેલાઈ રહ્યો છે.

સમગ્ર રાજ્યમાં જો કોરોનાની વાત કરવામાં આવે તો લગભગ તો 3જી વેવ ચાલુ થઈ ગઈ છે એવું જ કેહવું રહ્યું એમાં પણ વડોદરામાં કોરોનાની ત્રીજી વેવ શરૂ થઈ ગઇ છે. અને કેસોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. શહેરમાં કોરોના સંક્રમણનો વ્યાપ વધ્યો છે. જેમાં પોલીસ ખાતામાં કોરોનાનો કહેર જોવા મળ્યો છે.

તેમાં 4 પીઆઈ, 1 પીએસઆઈ તથા 7 કોન્સ્ટેબલો પણ કોરોનાની ચપેટમાં આવ્યા છે. તેમજ કોર્પોરેશનના 4 કર્મચારીઓ પણ કોરોના પોઝિટિવ થયા છે. તથા શહેરમાં 6 તબીબોને પણ કોરોનાથી સંક્રમિત થતા વિસ્તારમાં ચકચાર ફેલાયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના મૃત્યુ પામેલાને 9291 પરીવારજનોને આર્થિક સહાય ચૂકવવામાં આવી છે.

એટલે કે, એ સાબિત થઈ ગયું છે કે તેઓ કોરોનાથી જ મૃત્યુ પામ્યા છે. આ 9291માંથી 4040 લોકો મણિનગર અને અસારવામાંથી છે એટલે કે, જિલ્લામાંથી 40 ટકાથી વધુ લોકો આ બે વિસ્તારના છે. જેમણે કોરોનામાં તેમનો જીવ ગુમાવ્યો છે. કોરોનામાં મૃત્યુ પામનાર લોકોને કોરોના આર્થિક સહાય રૂપિયા 50 હજાર લેખે રાજ્ય સરકાર દ્વારા 26 નવેમ્બરથી ચૂકવવામાં આવી રહી છે.

કોરોના આર્થિક સહાય રૂપિયા 50 હજાર ચૂકવવામાં આવી બીજી લહેરમાં સૌથી વધુ મૃત્યુ અમદાવાદમાં નોંધાયા હતા. તેમાં પણ અમદાવાદના પૂર્વ વિસ્તાર મણિનગર અને અસારવા આ બે વિસ્તારમાં સૌથી વધુ લોકો મૃત્યુ પામ્યા હોવાનું સામે આવ્યું છે. મણિનગરમાંથી 2303 લોકોના મૃત્યુ બાદ તેમના પરીવારજનોને કોરોનાની સહાય ચૂકવવામાં આવી છે.

સુરતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ઠંડીમાં વધારો થવા સાથે શરદી-ખાંસી અને તાવના સંખ્યાબંધ દર્દીઓ ઘર નજીકના એલોપેથી, આયુર્વેદ અને હોમિયોપેથી ડોક્ટર પાસે સારવાર લઇ રહ્યા છે. આવી ઓપીડીમાં સારવાર લેતા તમામ દર્દીઓના રોજિંદા ડેટા આપવા કલેક્ટરે મેડિકલ સંસ્થાને આદેશ આપ્યો છે.

એટલું જ નહીં ડેટા આપવા માટે ગલ્લાં-તલ્લાં કરનારા સામે કડકાઇથી કાર્યવાહી કરવા કલેક્ટરે ફરમાન જારી કર્યુ છે. આ ઉપરાંત સરકારી સિવિક સેન્ટર પર કે ધન્વંતરી રથમાં રેપિડ ટેસ્ટ નેગેટિવ આવે અને લક્ષણ દેખાત તો આવા દર્દીઓનો આરટીપીસીએર ફરજિયાતપણે કરવા પણ સૂચના આપી છે.

શહેરમાં કોરોના સંક્રમણ વધ્યું છે. તેમાં સામાન્ય લોકોની સાથે હવે પોલીસ અને ડોક્ટર્સ પણ કોરોનાની લપેટમાં આવવા લાગ્યા છે. જેમાં એસએસજી હોસ્પિટલના સાત પી.જી.રેસિડેન્ટ ડોક્ટર્સ કોરોના સંક્રમિત થયા છે. તેમજ જમનાબાઈ હોસ્પિટલમાં પણ પાંચ ડોક્ટર કોરોના સંક્રમિત થયા છે. તથા પાલિકાના પાણી પુરવઠા વિભાગના ચાર ઇજનેર પણ કોરોના સંક્રમિત થયા છે.

ઉલ્લેખનિય છે કે પોલીસ વિભાગમાં પણ શહેરના વધુ એક પીઆઇ કોરોના સંક્રમિત થયા છે. જેમાં હવે જિલ્લા પોલીસ તંત્રમાં પણ કોરોનાએ પગપેસારો કર્યો છે. તેમાં વાઘોડિયા અને તાલુકા પોલીસ મથકના પીએસઆઇ કોરોના સંક્રમિત થયા છે. જેમાં ગુજરાતના 4 સીનિયર અધિકારીને ઓમિક્રોન પોઝિટિવ આવ્યો છે. તેમાં 3 I.A.S, એક I.P.S ઓમિક્રોન સંક્રમિત થયા છે.

કોવિડના કેસમાં વધારો થતાં તંત્ર અગમચેતીના ભાગરૂપે સમરસ કોવિડ કેરની સાથે હોસ્પિટલ ઊભી કરવા નિર્ણય લીધો છે. દરમિયાન આગામી ચાર દિવસમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવા સાથે હજીરા આર્સેલર મિત્તલ કંપની ખાતે 1000 બેડની હોસ્પિટલ ઊભી કરાશે. કોવિડ કેર સેન્ટર સમરસ હોસ્ટેલ ખાતે શરૂ કરાશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *