Breaking News

ગુજરાતી વિદ્યાર્થીઓ વિડીયોથી માંગી રહ્યા છે મદદ, કોઈ પાસે પૈસા ખૂટ્યા તો કોઈ રેલ્વેમાં ફસાયું, કહ્યું જલ્દી ઘરે પહોચાડો.. વાંચો..!

રશિયા અને યુક્રેનનો તણાવ ખુબ જ વધી ગયો છે અને હાલ બંને દેશોમાં યુદ્ધ ચાલી રહ્યું છે. આવા સમયે ભારતના ઘણા બધા નાગરીકો ત્યાં ફસાયા છે. જેમાં ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ પણ સામેલ છે. વિદ્યાર્થીના માતા પિતા ખુબ જ ચિંતિત છે. જૂદા જુદા જીલ્લામાં ધારાસભ્ય અને કલેકટરને રજૂઆત કરવામાં આવી છે..

કે અમારા બાળકોને જલ્દીમાં જલ્દી ભારત સરકાર એર લીફ્ટ કરીને વતન લાવે.. પરતું બીજી બાજુ યુક્રેનમાં તણાવ વધી જતા ત્યાં રેલ્વે, એરપોર્ટ અને અન્ય સેવા બંધ કરી દેવામાં આવિ છે. તેમજ રશિયાએ યુક્રેનના મોટા એરપોર્ટ અને એરબેઝને તોડી પાડ્યા છે. હાલ યુક્રેનની રાજધાની કિવમાં ભારતીય દૂતાવાસ દ્વારા એક એડવાઈઝરી જારી કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે યુક્રેનમાં માહોલ ઘણો ખરાબ છે.

તમે તમારા ઘર, હોસ્ટેલ અને શેરીઓમાં જ્યાં પણ હોવ ત્યાં શાંત રહો અને સુરક્ષિત રહો. કોઇપણ પ્રકારની ખોટી અફવાઓથી દુર રહો અને એમ્બેસી સાથે સંકળાયેલા રહો…આ એડવાઈઝરીમાં એવું કહેવામાં આવ્યું છે કે રાજધાની કિવ તરફ મુસાફરી કરી રહેલા ભારતીયોએ સુરક્ષિત સ્થળોએ એમાં પણ ખાસ કરીને યુક્રેનની પશ્ચિમી સરહદે આવેલા સુરક્ષિત સ્થળો પર પાછા ફરવું જોઈએ.

ભારત સરકાર ઝડપથી બદલાતી પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. સરકારનું ધ્યાન ખાસ કરીને વિદ્યાર્થીઓની સુરક્ષા પર છે. વિદેશ મંત્રાલયના કંટ્રોલ રૂમનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે, અને તેને 24×7ના ધોરણે કાર્યરત કરવામાં આવ્યો છે, એટલે કે, કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત છે.

ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના 30 કરતા પણ વધારે વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. તેઓએ એક વિડીયોના માધ્યમથી સરકાર પાસે બચાવકામગીરી કરવા જણાવ્યું છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ લોકો તેમના માટે પ્રાર્થના કરી રહ્યા છે કે તેઓ સલામત રીતે ઘરે પરત ફરે..

ગુજરાતના જામનગર, પાટણ, સિહોર, સુરત, ગોંડલ અને અરવલ્લી જીલ્લાના વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાઈ જતા માં-બાપની સાથે સાથે પરિવારજનોના શ્વાસ પણ અધ્ધર થયા છે. સૌ કોઈ લોકો તેમને બચાવવા માટે ભારત સરકાર ફટાફટ કોઈ પગલા લે તેવી માંગ કરી રહ્યા છે.

તો બીજી બાજુ મોટા ભાગના વિદ્યાર્થીઓ ગુજરાતના પાટણ જીલ્લાના છે. વિદ્યાર્થીઓના વાલીએ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલને રજૂઆત કરી છે કે તેઓ હાઈ કમાંડમાં વાત કરીને આ બાળકોને યુક્રેનમથી બહાર કાઢીને ભારત પરત લાવવા માટે જલ્દી થી જલ્દી કામગીરી કરે..

વિદ્યાર્થીઓ મુજવણમાં મુકાઈ ગયા છે. કારણ કે રસ્તા પર ધડાકાના આવાજ સંભળાઈ રહ્યા છે. તો જમવા માટેની ચીજ વસ્તુઓ માત્ર 2 દિવસ ચાલે એટલી જ છે. તેમજ બેંકમાં ATMમાં પણ અમુક લીમીટ સુધી જ પૈસા ઉપાડી શકાય છે. તેમજ એરપોર્ટ અને રેલ સ્ટેશન બંધ થઇ ગયા છે. એટલા માટે એક જગ્યાએથી બહાર નીકળવું ખુબ જ મુશ્કેલ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *