ગુજરાતના હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ ઘણી વાર અગાહીઓ આપતા રહે છે અને જે સાચી પણ પડે છે. આ વખતે અંબાલાલે એક મોટી આગાહી આપી છે કે જે સાચી પડશે કે નહી તે મહત્વનું છે. જોકે, હાલના વાતાવરણ જોતા તો એવું લાગે છે કે આ વખતે પણ અંબાલાલની આગાહી 100 ટકા સાચી પડશે. તો ચાલો જાણીએ શું છે આગાહી…
રાજ્યમાં ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંતનું અનુમાન છે કે રાજ્યમાં હવેથી બે દિવસ બાદ ફરી ચોમાસુ સક્રિય થશે. 21જુલાઈથી ફરી ચોમાસુ સક્રિય થવાના એંધાણ આપ્યા છે. આગામી 22 જુલાઈથી ઉત્તર ગુજરાત સાબરકાંઠા મહેસાણા પાટણ પાટણ બનાસકાંઠા સહીત હળવો વરસાદ રહેશે તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર વડોદરા આણંદમાં મધ્યમ વરસાદ પડશે.
21 જુલાઈથી ચોમાસુ સક્રિય થાય તેવુ અનુમાન : 22 થી 25 જુલાઈ સુધીમા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે જેમાં દક્ષિણ ગુજરાતના ડાંગ તાપી આહવા વલસાડ નવસારી ભરૂચ દાદરાનગર હવેલી ભારે વરસાદ રહેશે બીજી તરફ સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી પોરબંદર ગીર સોમનાથ દ્વારકા સહીત ભારે વરસાદ રહેશે નોંધનીય છે કે હવે લોકોને ઉકાળાટ બફારાથી લોકોને મુક્તિ મળશે.
રાજ્યના તમામ ખેડૂતો ખેતી લાયક વરસાદના એંધાણ હવામાન નિષ્ણાંતે આપ્યા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે. આગામી બે દિવસમાં ચોમાસું સક્રિય થશે અને 21 જુલાઈથી ફરી ચોમાસું સક્રિય થઈ જશે.
ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની શકયતા : જ્યારે 22 થી 25 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. આ તરફ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે બીજી તરફ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ સહિત મધ્ય ગુજરાતમાં પણ ખાબકી શકે છે.
અમદાવાદ, ગાંધીનગર,વડોદરા, આણંદમાં પણ ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી,પોરબંદર,ગીર સોમનાથ,દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.
રાજ્યમાં 13 ટકા ઓછો વરસાદ : રાજ્યમાં અત્યારસુધીમાં 25.45 ટકા વરસાદ થયો છે. ગત વર્ષે 18 જુલાઇ સુધી રાજ્યમાં 36 ટકા વરસાદ થયો હતો. ગત વર્ષની સરખામણીએ 13 ટકા ઓછો વરસાદ છે. સરેરાશની સામે રાજ્યમાં 39 ટકાની ઘટ છે. રાજ્યમાં 33માંથી 32 જિલ્લામાં સરેરાશથી ઓછો વરસાદ છે.
તાપીમાં સરેરાશથી 73 ટકા, ગાંધીનગરમાં 69 ટકા તો દાહોદમાં 61 ટકા વરસાદની ઘટ છે. 9 જિલ્લામાં વરસાદની 50 ટકાથી પણ વધારે ઘટથી ચિંતા વધી છે. છેલ્લાં 6 વર્ષની સરખામણીએ આ વર્ષે જુલાઇમાં સૌથી ઓછો વરસાદ છે.
રાજ્યમાં ઝોન પ્રમાણે વરસાદની સ્થિતિ : સમગ્ર રાજ્યમાં ચોમાસાની આ વર્ષની સીઝનનો કુલ 25.45 ટકા જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેમાં કચ્છમાં ચોમાસાની અત્યારસુધીની સીઝનનો સરેરાશ 26.99 ટકા વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતમાં અત્યારસુધીની સીઝનનો 19.25 ટકા, મધ્ય ગુજરાતમાં 21.81 ટકા, સૌરાષ્ટ્રમાં 23.94 ટકા, દક્ષિણ ગુજરાતમાં 30.87 ટકા જેટલો વરસાદ થયો છે. ગુજરાતમાં અત્યારસુધીમાં 8.14 ઈંચ વરસાદ થયો છે.
વાવેતરમાં 1.91 લાખ હેક્ટરનો ઘટાડો : ચોમાસાની સીઝનમાં જે સરેરાશ વાવેતર થાય છે એની સામે કુલ 46.80 લાખ હેક્ટર જમીનમાં એટલે કે 55 ટકા વિસ્તારમાં વાવેતર થયું છે. એ ગત સીઝનમાં થયેલા વાવેતરની સામે 1.91 લાખ હેક્ટર વિસ્તાર જેટલું ઓછું વાવેતર થયું છે. ધાન્યની વાત કરીએ તો 26 ટકા, કઠોળ 53 ટકા, કપાસનું 72 ટકા વાવેતર થયું છે.
માછીમારોની દરિયો ન ખેડવા સૂચના : હવામાન વિભાગ દ્વારા આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઈ છે. તો વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે તેમજ નવસારી, સુરત, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરી છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર-સોમનાથ અને જૂનાગઢમાં વરસાદ વરસી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઇ છે. દરિયાકિનારે ભારે પવન ફૂંકાઇ શકે છે. વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]