Breaking News

યુક્રેનમાં ફસાયેલા ભારતીય લોકો માટે ભગવાન બનીને આવ્યો ગુજ્જુ બોય ગૃહાંગ પટેલ, વિડીયોના માધ્યમથી કહ્યું એવું કે તમને પણ ગર્વ અનુભવાશે..!

રશિયા અને યુક્રેનના યુદ્ધ ખૂબ જ ગંભીર બની ગયુ છે. યુક્રેનમાં ફસાયેલા ભારતના વિદ્યાર્થીઓ ખૂબ ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. યુક્રેનમાં હજારો ભારતીયો ફસાયા છે. તેઓને વતન પરત લાવવા માટે ભારત સરકારે ઓપરેશન ગંગા શરૂ કરી દીધું છે. આ ઓપરેશન થકી ઘણા વિદ્યાર્થીઓને સ્પેશિયલ પ્લેનથી ભારત પાછા લાવવામાં આવી રહ્યા છે..

તેમજ ઘણા વિદ્યાર્થીઓને પોલીસ બોર્ડર ક્રોસ કરીને સામાજિક સંસ્થાઓના અનુસંધાનમાં આશરો આપવામાં આવ્યો છે. થોડા સમય માટે પોલેન્ડએ પણ પોતાની બોર્ડર બંધ કરી દીધી હતી. કારણ કે પોલેંડની સરકારે જણાવ્યું હતું કે ભારત યુક્રેનની મદદ કરી રહ્યો નથી એટલા માટે તેઓ ભારતીય વિદ્યાર્થીઓને પોલેન્ડમાં પ્રવેશ કરવા દેશે નહીં…

પરંતુ મોદી સરકારે સુજબુજ લગાવીને તમામ ભારતીયોને સુરક્ષિત આશરો આપવાનું વચન લઈ લીધું છે. તેમજ બીએપીએસ અને ઇસ્કોન જેવી સંસ્થાઓ પણ ખરાબ સમયમાં ભારતીયો માટે ભગવાન બનીને આશરો આપ્યો છે. હાલના માહોલની વચ્ચે યુક્રેન અને પોલેન્ડની બોર્ડર ઉપર હજારો ભારતીય વિદ્યાર્થીઓ ફસાઈ ગયા છે..

આવા સમયે પોલેન્ડમાં રહેતો એક ગુજરાતી યુવક આગળ આવીને સૌ કોઈ લોકોની મદદ કરવાની તૈયારી દર્શાવી છે. આ યુવકનું નામ ગૃહાંગ પટેલ છે. ગૃહાંગ પટેલે સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણે જણાવ્યું છે કે, પોલેન્ડમાં ફસાયેલા દરેક લોકોને જમવાની તેમજ રહેવાની તમામ સુવિધાઓ હું કરી આપીશ..

તેઓએ જણાવ્યું હતું કે હું કોઈપણ પ્રકારના પૈસા વગર નિસ્વાર્થ પણે દરેક લોકોને જ્યાં સુધી રેહવુ હોય ત્યાં સુધી રહેવાની તેમજ ખાવાપીવાની સુવિધાઓ પુરી પાડી છે. સાથે સાથે તેઓએ જણાવ્યું હતું કે દરેક ભારતીય અને ગુજરાતીઓ કોઈપણ પ્રકારની ચિંતા ન કરે અને તેઓ મારા સંપર્કમાં આવે હું તેઓને સાચવીશ.

છેલ્લા ત્રણ-ચાર દિવસથી પોલેન્ડ અને યુક્રેનની બોર્ડર ઉપર હજારો ભારતીયો ફસાયા છે. તેવો ભારત પાછા આવવાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ કોઇને કોઇ કારણસર યુક્રેન તેઓને એક્ઝીટ સ્ટેમ્પ મળી રહ્યા નથી. એટલા માટે તેઓ પોલેન્ડની બોર્ડમાં પણ પ્રવેશ કરી શકતા નથી. હાલ આ તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ ખૂબ જ ચિંતિત છે..

ગુજરાતના વડોદરા, દમણ, ભરૂચ, સુરત, ભાવનગર, મહેસાણા, અરવલ્લી, પાટણ, રાજકોટ, ગોંડલ, જામનગરના વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં છે. આ તમામ વિદ્યાર્થીઓના વાલીઓ ચિંતિત છે. અને તેઓએ તેઓના ધારાસભ્યને જણાવ્યું હતું કે તેઓ જલદી જલદી સરકારો અને આ વાત પહોંચાડીને તેઓના બાળકોને બચાવવા માટે તાત્કાલિક ધોરણે પગલા લે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *