Breaking News

ગ્રીષ્માનો હત્યારો ફેનિલ ગોયાણીના પિતાએ જાહેર કરી દીધી દીકરાની સજા, કહ્યું એવું કે જે જાણી લેવું જોઈએ દરેકે.. વાંચો..!

છેલ્લા ઘણા દિવસોથી દીકરીઓ સાથે ખુબ જ અણબનાવો બન્યા લાગ્યા છે. આજે એવું કહી શકાય કે માતાઓ અને બહેનો નરાધમ યુવકોથી સુરક્ષિત નથી. કારણ કે સુરતમાં જે ઘટના બની છે તે ખુબ જ ચોંકાવનારી છે. જેને જોયા બાદ સૌ કોઈનું લોહી ગરમ થયું છે અને ઘટનાના આરોપીને કડકમાં કડક સજા આપવાની માંગ કરી છે…

આ ઘટનાના પડઘમ સમગ્ર રાજ્યની સાથે સાથે દેશમાં પણ પડી રહ્યા છે. સૌ કોઈ લોકો આ સાઈકો પ્રેમીને કડકમાં કડક સજા આપવાની માંગ કરી રહ્યા છે. પોતાની ફૂલ જેવી ગ્રીષ્મની જાહેરમાં હત્યા બાદ તેના પરિવારના આસૂ કેવી રીતે સુકાય?? આ હચમચાવી દેતી ઘટનાથી સમગ્ર ગુજરાત શોકમાં છે.

માત્ર 20 વર્ષનાં નરાધમે યુવકે 21 વર્ષની ફૂલ જેવી દીકરીની જાહેરમાં હ.ત્યા. કરી હતી. આ દીકરીનું નામ ગ્રીષ્મા છે. ગ્રીષ્માનો પરિવાર દીકરીના હત્યારા ને જાહેરમાં ફાંસી આપવાની માંગ કરી રહ્યા છે. અને આ સજા સર્વ લોકોના મતે થવી જ જોઈએ. તો જ આવા નરાધમ યુવકો આ પ્રકારના કામ કરતા અટકશે…

તો બીજી બાજુ આ ઘટનાના આરોપી 20 વર્ષીય ફેનીલ ગોયાણીના પિતાએ પોતાના જ દીકરા વિષે જે નિવેદન આપ્યું છે તે સાંભળીને સૌ કોઈ કહી રહ્યા છે કે સજા તો થવી જ જોઈએ… આરોપીના પિતાના આપેલા સોસીયલ મીડિયાના નિવેદનથી સૌ કોઈ લોકો ચોંકી ગયા છે. સામાન્ય રીતે જ્યારે કોઈપણ આ પ્રકારની ઘટના બને છે…

ત્યારે મોટા ભાગે આરોપીના પરિવારજનો આરોપીને બચાવવાની કોશિશ કરતા હોય છે.. પરતું આ કિસ્સામાં આરોપીના પિતાએ સમજી વિચારીને નિવેદન આપતા કહી દીધું છે કે ફેનીલ મારો દીકરો હતો. પરતું આવા દીકરાને મારે નથી જોતો કે જેણે એક દીકરીનો જીવ લીધો છે. મારા દીકરાને જાહેરમાં ફાંસીએ ચડાવી દેજો…

આ શબ્દો સાંભળતાની સાથે જ સૌ કોઈ લોકો ચોંકી ઉઠ્યા હતા. પરતું આરોપીના પિતાની વાત સત્ય છે. કારણ કે આવ નરાધમને આવી આકરી સજા જ મળવી જોઈએ. તો જ તેઓ સુધરશે.. તેઓએ કહ્યું કે મારા દીકરાને તમે ફાંસીની સજા આપશો તો પણ મને મંજૂર છે. અ નિવેદન આરોપી ફેનિલ ગોયાણીના પિતા પંકજ ગોયાણીએ આપ્યું છે…

તેઓએ વધુમાં જણાવ્યું છે કે મારો સિક્કો જ ખોટો છે. ફેનિલ અમારા કહ્યામાં પણ નથી. આ ઉપરાંત પંકજ ગોયાણીએ જણાવ્યું છે કે, ગ્રીષ્માના પરિવારે મને પણ  ઘણી બધી વારફરિયાદ કરી હતી, અને મેં ફેનિલને ઘણી બધી વખત સમજાવવાની કોશિશ કરી હતી. ત્યારે ફેનીલે મને કહ્યું હતું કે હવે હું ગ્રીષ્માને હેરાન કરીશ નહીં.

પરંતુ આ ઘટના બન્યા બાદ પણ તે સુધર્યો નોહતો. અને અંતે તે એક માસુમ કોમલ દીકરીની જાન લઇને બેઠો છે. આ સમાચાર તેમજ વિડીયો જોયા બાદ સૌ કોઈના રુવાડા બેઠા થયા છે.  ત્યારે તેણે જે કર્યું એ શરમજનક છે અને તેને ફાંસીની સજા આપવામાં આવશે તો પણ મંજૂર છે.

ગ્રીષ્માના પિતા નંદલાલભાઈ આફ્રિકામાં છે. ગ્રીષ્માના ભાઈ ધ્રુવનો અકસ્માત છે એમ કહીને તેઓને સુરત પાછા બોલાવી લેવામાં આવ્યા છે. એમા પણ જ્યારે નંદલાલભાઇ આફ્રિકાથી પાછા આવશે ત્યારે તેમના પર શું વીતશે તેના વિષે વિચારતા જ રુંવાડા બેઠા થઇ જાય છે. નંદલાલ ભાઈ જયારે સુરત આવશે ત્યારે જ ગ્રીષ્મની અંતિમ વિધિ કરવામાં આવશે.

ગ્રીષ્માના ભાઈ ધ્રુવે નરાધમ યુવક ફેનિલ સામે ફરિયાદ નોંધાવતા કહ્યું છે કે મારું નામ ધ્રુવ નંદલાલભાઇ વેકરીયા છે. અને ગ્રીષ્માએ મારી મમ્મી ને કહ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી ફેનિલ મને હેરાન કરે છે. તેમજ મારા પપ્પાના મિત્ર હરેશભાઈ અને મામાએ પણ ફેનિલને અગાઉ સમજાવવાની ઘણી કોશિશ કરી હતી.

ગઈ કાલે તેઅમારી સોસાયટીના ગેટ ઉપર આવીને ઉભો રહી ગયો હતો. આ ઘટનાની મેં મારા મોટા પપ્પા સુભાષભાઈને વાત કરી હતી. તેવામાં હું અને મારા મોટા પપા સુભાષભાઈ સાંજે છ વાગે નરાધમને સમજાવવા માટે ગયા હતા.  તેને સમજાવ્યો હતો કે તુ શા માટે ગ્રીષ્માને હેરાન કરે છો.

ફેનિલ ઉશ્કેરાઈ ગયો હતો અને ધ્રુવ તેમજ સુભાષભાઈ સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. જઘડામાં મારા મોટા પપ્પા ને પેટમાં ભાગમાં ફેનીલે ચપ્પુ મારી દીધું હતું. તેને બચાવવા માટે હું ગયો ત્યારે મેં ચપ્પુને હાથ થી પકડી લીધું હતું. અને જેને લીધે જમણા હાથે મને પણ ચપ્પુ વાગી ગયું હતું.

તે સમય દરમ્યાન મારી બહેન ગ્રીષ્મા અને મારી મમ્મી બંને ત્યાં દોડતા આવ્યા હતા. એવામાં ફેનિલ નામના નરાધમે મારી બહેનને પકડી ને ગળા પર ચપ્પુ મૂકી દીધુ હતો. જેથી મારી બહેન અને અમે બધાએ ઘણી બધી બૂમો પાડી હતી તેમ છતાં તેણે મારી બહેનને છોડી નહોતી.

દરેક લોકો ગભરાયેલા હોવા ને લીધે કોઈ બચાવવા માટે વચ્ચે પડ્યા નહોતા. જેને કારણે તેણે મારી બેન ઉપર ચપ્પુ વડે ગળુ કાપી નાખ્યું હતું. અને ત્યારબાદ પોતાના ખિસ્સામાં રહેલ ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. ત્યારબાદ જ્યારે પોલીસ આવી ત્યારે તેમણે પોતાના હાથ ઉપર ચપ્પુ મારવા લાગ્યો હતો.

છેલ્લા ઘણા દિવસોથી ફેનીલ નામનો નરાધમ યુવક ગ્રીષ્માનો પીછો કરતો હતો. ખરેખર આ બનાવ બાદ દરેક લોકોએ આ બાબતને લઈને આરોપીને કડકમાં કડક સજાની માંગ કરવી જોઈએ. કારણ કે જો આરોપીને કડક સજા આપવામાં આવશે તો જ અન્ય નરાધમો શાંત પડશે.. ભગવાન વેકરીયા પરિવારની લાડકવાઈ દીકરી ગ્રીષ્માની આત્માને શાંતિ આપે.. ઓમ શાંતિ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *