Breaking News

ગોવા ફરવા ગયેલો પરિવાર ઘરે પહોચીને દરવાજો જોતા જ ચક્કર ખાઈ ગયો, અંદર જતા જ થયું એવું કે બધાના મગજ ઘુમ્મરી મારી ગયા…!

જ્યારે કોઈપણ વ્યક્તિ પોતાના પરિવારજનો સાથે બહાર ફરવા ગયો હોય ત્યારે તે પોતાની સાથે રહેલા તમામ દુઃખને ભુલાવી દે છે અને વર્તમાન સમયમાં મોજ મજા અને આનંદ માણતો નજરે ચડતો હોય છે. આવી જ મજા વડોદરા શહેરના રેસકોર્સ વિસ્તારની અંદર રહેતા ધીરેનકુમાર પટેલ પોતાના પરિવારજનો સાથે માણી રહ્યા હતા..

ધીરેનકુમાર પટેલ પોતાના પરિવારજનોની સાથે ગોવા ફરવા માટે ગયા હતા. તેઓ દ્વારિકા સોસાયટીમાં રહે છે. અને વડોદરા ની અંદર vip રોડ ઉપર ટ્રાન્સપોર્ટની એક ઓફિસ ચલાવે છે. છેલ્લા ઘણા સમયથી તેમના મકાનના રીનોવેશનનું કામકાજ ચાલતું હોવાને કારણે તેઓ તેમના મકાનની સામેના મકાનમાં ભાડે રહેવા માટે ગયા હતા..

ત્યાં સામાન્ય ચીજ વસ્તુ તેમજ ઘરવખરી મૂક્યા બાદ તેઓ મકાનને તાળું મારીને પોતાના પરિવારજનો સાથે ગોવા ફરવા માટે ગયા હતા. પરંતુ તેઓ જ્યારે ગોવાથી ફરીને પરત ઘરે આવ્યા ત્યારે તેઓએ જે દ્રશ્ય જોયા તે જોઈને તેઓના હોશ ઉડી ગયા હતા તો તેમના પરિવારજનોના પગ નીચેથી જમીન ખસકી ગઈ હતી.

કારણ કે વડોદરા શહેરની અંદર પોલીસ તંત્રની ઊંઘ અમુક તસ્કરોએ બગાડી નાખી છે. આ ચોર લૂંટારાઓ રોજ રોજ એવી રીતે ચોરી કરે છે કે તેઓને પકડવા પણ મુશ્કેલ બનતા જાય છે. હવે આવા લોકોને પકડવા માટે પોલીસ તંત્ર ખૂબ જ સજ્જ થયો છે અને ગમે ત્યાંથી આવા ઠગ લોકોને પકડી પાડે છે. કારણ કે આપડા રાજ્યની પોલીસમાં ખુબ જ કબીલ ઓફિસરો ફરજ બજાવે છે..

જ્યારે તેઓ ગોવા થી પરત ફર્યા ત્યારે તેઓએ પોતાના ઘરના તમામ તાળાને તૂટેલા જોયા હતા. આ જોતાની સાથે જ તેઓને કંઈક ઉંધી શંકા જવા લાગી હતી. તેઓએ ઘરનો દરવાજો ખોલ્યો અને તપાસ કરી તો જમીન ઉપર ગુટખા અને તમાકુના કાગળિયા પડેલા હતા આ સાથે તેમના પહેલા માળ પર આવેલી લોખંડની જાળી પણ ખુલ્લી હતી..

આ જોતાની સાથે જ ધીરેનકુમાર પટેલ સમજી ગયા હતા કે, તેમના ઘરમાં ખૂબ મોટી ચોરી થઈ છે. અને અજાણ્યા લોકોએ તેમના ઘરને નિશાન બનાવીને કીમતી ચીજ વસ્તુઓ ચોરી લીધી છે. તેઓએ તાત્કાલિક તેમના રૂમમાં જઈને લોકર અને તિજોરી ચેક કરી હતી. આ ચેક કરતા ની સાથે તેઓને જણાવ્યું કે કુલ દોઢ લાખ રૂપિયાની કિંમતની સોનાની ત્રણ વીંટીઓ…

બે લાખ રૂપિયાનું કીમતી સોનાનું ઘડું, તેમજ 52000 ની સોનાની ચેન, આ સાથે દોઢ લાખ રૂપિયાના સોનાના બે મંગલસૂત્રો અને 15000 રૂપિયા રોકડા અને બીજી તિજોરીમાંથી 17000 રૂપિયા રોકડા સાથે કુલ મળીને પાંચ લાખ રૂપિયાની મત્તાની ચોરી કરીને લુંટારાઓ ભાગી ગયા હતા.

એક બાજુ પરિવાર હશે ગોવા ફરીને ઘરે પરત આવ્યો હતો. થાકેલા પાકેલા તેઓ ચેન થી ઊંઘ લઈને તમામ થાક ઉતારી દેશે તેવું વિચારતા હતા. પરંતુ ઘરે પહોંચતા જ તેઓના ડોળા ફાટી રહી ગયા હતા. અને તેઓ એક ભારે દોડધામમાં મુકાઈ ગયા હતા. આ બનાવની જાણ ધીરેનભાઈ પટેલે ગોત્રી પોલીસને કરી હતી..

જેથી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને આ ચોરી અંગે જરૂરી તપાસ શરૂ કરી હતી. જેમાં તે સોસાયટીના સીસીટીવી કેમેરાની ફૂટેજ પણ મેળવી લેવામાં આવી છે. અને આરોપીઓ કોણ હતા એ બાબતે સોસાયટીના અન્ય રહીશોને પૂછતાછ કરવામાં આવી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *