Breaking News

ગોગા મહારાજના મંદિરે દર્શન કરીને બહાર નીકળતા જ લુંટેરાએ આંખમાં મરચુ ભોંકીને દોઢ લાખની ચેન સેરવી ગયો, થોડે દુર જતા જ..!

હાલના સમયમાં ચોરીની ઘટનાઓ ખૂબ જ બની રહી છે. દિવસને દિવસે લોકો આવી ખરાબ ઘટનાઓ કરીને બીજા લોકોની કીમતી વસ્તુઓને લૂંટી રહ્યા હોય છે. લોકો આજકાલ ઈમાનદારીથી પૈસા કમાવાની બદલે આવા અવળા કામો કરીને બીજા લોકોની જીવન કમાણીને લૂંટી રહ્યા છે. વારંવાર બનતી ચોરીની ઘટનાઓને કારણે આજકાલ લોકો પોતાની કીમતી વસ્તુ લઈને બહાર નીકળતા પહેલા વિચાર કરી રહ્યા છે.

ચોર, લુંટેરાઓ પોતાની અવનવી તરકીબો કરીને લોકોને લૂંટી રહ્યા છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના પાટણ જિલ્લામાં બની હતી. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગામની પાસે આ ઘટના બની હતી. પીપરાળા ગામથી આશરે ત્રણ કિલોમીટર દૂર ગોગા મહારાજનું મંદિર આવેલું છે.

આ ગોગા મહારાજનું મંદિર ખૂબ જ પ્રખ્યાત છે. તેને કારણે શ્રદ્ધાળુઓ અવારનવાર આ મંદિરે દર્શન કરવા માટે જતા આવતા હોય છે. અને મંદિરની આગળ મુખ્ય દરવાજા તરફ એક ચોરી-લુંટફાટની ઘટના બની હતી. એક દર્શનાથી  ગોગા મહારાજના મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા. તે સમયે આ મંદિર પાસે અવારનવાર લુટેરાઓ ધ્યાન રાખીને બેઠા હોય છે.

કોઈપણ વ્યક્તિએ કીમતી વસ્તુ પહેરી હોય અથવા તો વ્યક્તિઓ પાસે કિંમતી વસ્તુ હોય તો તેમને અવારનવાર લૂંટી રહ્યા હતા અને આ દર્શનાથી પર પણ તેમની નજર પડી હતી. તેઓ દર્શન કરીને બહાર નીકળતા સમયે ગેટની પાસે તેઓ પોતાના ચપલ પહેરી રહ્યા હતા. તે સમયે એક અજાણ્ય વ્યક્તિ તેમની પાસે આવ્યો હતો.

તેમણે મોઢે રૂમાલ બાંધ્યો હતો અને દર્શનાથીને પાછળ ઉભો રહીને ખંભે હાથ મૂકીને તેમને આગળની બાજુ ફેરવવાની કોશિશ કરી હતી. દર્શનાથી પાછો ફરતા સમયે તરત જ તેની આંખમાં લાલ મરચાની ભૂકી નાખી દીધી હતી. અને તેને કારણે દર્શનાથી બુમાબુમ કરવા લાગ્યો હતો અને તેને કાંઈ પણ દેખાતું ન હતું.

ત્યારે તરત જ અજાણ્યા યુવકની સાથે બીજા ત્રણ અજાણ્યા યુવકોએ દર્શનાથીને પકડી રાખ્યો હતો અને ફરીથી તેમની આંખમાં લાલ મરચાની ભૂકી લગાવી હતી અને ત્રણેય યુવકો તરત જ ગળામાં પહેરી ચેન અને તેમના ખિસ્સામાં રહેલા મોબાઇલ તેમજ પાકીટ અને બાઈકની ચાવી લુટેરાઓ લૂંટી લીધું હતું. ગળામાં પહેરેલી ચેન સવા બે તોલાની હતી.

તેમાં ચેનમાં પહેરાવેલું ગોગા મહારાજનું પેન્ડલ જેની કિંમત 1,49,670 ની હતી. આ ચોરીને લુટેરાઓ ભાગી ગયા હતા. તરત જ મંદિરની આસપાસ રહેલા અન્ય લોકોએ આ લુટેરાઓને પકડવાની કોશિશ કરી હતી પરંતુ ધમકી આપી હતી કે અમારી પાછળ આવશે તો જાનથી નહીં છોડીએ છરી મારી દેશું. આવી ધમકી આપીને લૂંટેલામાં ભાગી ગયા હતા.

તમામ આસપાસના લોકો આ દર્શનાથીને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. દર્શનાથીની આંખમાં લાલ મરચાની ભૂકી જતા તેમની ખૂબ જ આંખમાં બળતરા થઈ રહી હતી. તેથી તેમને તરત જ હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. દર્શનાથીએ પોલીસને પણ આ ઘટનાની જાણ કરી હતી. પોલીસ આ લુટેરાઓની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *