જુદા જુદા તાલુકાઓમાંથી નાના બાળકો સાથે ખુબ જ ચોંકાવનારી ઘટનાઓ બને છે. આજકાલ નાના બાળકોને સાચવવા એ માતા-પિતા માટે ખુબ જ પડકારજનક પ્રશ્ન બની ગયો છે. કારણ માતા અને પિતા ઘરમાં બાળકને રમતું મૂકીને પોત પોતાના કામમાં વ્યસ્ત રહે છે જેના કારણે બાળકો અજાણતા શું કરી બેસે છે તેનું નક્કી હોતું નથી..
આવી ઘણી બધી ઘટનાઓ બાળકોને ખુબ જ ગંભીર પરિસ્થિતિમાં મૂકી દે છે. આ ઉપરાંત બાળકોના જીવ જોખમમાં મુકાઈ જતા હોઈ છે. શહેરના વિસ્તારોમાં લોકો પોતાના ઢોરને રસ્તા પર છુટા મૂકી દે છે. તેને કારણે સ્થાનિક શહેરીજનોને ખૂબ જ મુશ્કેલીઓ થઈ રહી છે. આ સાથે સાથે હવે તો રખડતા કુતરાઓનો ત્રાસ પણ દિન પ્રતિ દિન વધવા લાગ્યો છે.
રસ્તે રખડતા કૂતરાઓને કારણે પણ શહેરીજનોને ઘણી બધી મુશ્કેલીઓ આવી રહી છે. આજકાલ મૂંગા પશુઓને લીધે ઘણી મુશ્કેલીઓ થઇ રહી છે. આવી જ એક નાની બાળકી પર કૂતરાએ હુમલો કરીને બાળકીના જીવને જોખમમાં મૂકી દીધો હતો. આ ઘટના વડોદરા શહેરમાં બની હતી. વડોદરા શહેરમાં તરસાલી રોડ પર સમતા વિસ્તારમાં આવેલા ફ્લેટમાં બની હતી.
સમતા વિસ્તારમાં આવેલા વૈકુંઠ ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ટેનામેન્ટમાં એક પરિવાર રહેતું હતું. આ પરિવારમાં આશિષ ભરતભાઈ ટેલર પોતાના પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં પતિ-પત્ની અને તેમની દીકરી રહેતા હતા. દીકરી 5 મહિનાની હતી. દીકરીનું નામ જાનવી હતું. આશિષભાઈ એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હતા.
તેની પત્ની અને 5 મહિનાની દીકરી જાનવી બંને ઘરે આખો દિવસ એકલા રહેતા હતા. એક દિવસ આશિષભાઈ પોતાના કામે સવારે નીકળી ગયા હતા. ત્યારબાદ તેની પત્ની ઘરમાં કામ કરી રહી હતી. સાંજના સમયે ઘરની બાજુમાં પીવાનું પાણી રોજે ભરવા જવું પડતું હતું. તેને કારણે બાળકી પોતાના ઘોડિયામાં સૂઈ રહી હતી.
માસુમ દીકરીને માતા સુતી જોઈને થોડીવારમાં જ પાછી આવશે તેમ વિચારીને બાજુમાં નળમાં પીવાનું પાણી ભરવા માટે ગઈ હતી. તે સમયે ઘરની જાળી ખુલી રહી ગઈ હતી. પાણી ભરવા ગયેલી માતા 5 મિનિટમાં જ પાછી આવી હતી. તે સમયે તેણે ઘરમાં જોયું તો એક કૂતરો ઘરમાં આવી ગયો હતો. દીકરીના ઘોડિયા પાસે ઉભો ઉભો દીકરીને ચાટી રહ્યો હતો.
તે સમયે માતાએ કૂતરાને ભગાડવાની કોશિશ કરી હતી. ત્યારે જોયું તો જાનવીનું માથું કુતરાએ ફાડી નાખ્યું હતું. ત્યાંથી નીકળતા લોહીને કૂતરો ચાટી રહ્યું હતું. આ ઘટના જોઈને માતા ખૂબ જ ચિંતિત અને ગભરાઈ ગઈ હતી. ત્યારબાદ ગભરાઈ ગયેલી માતાએ કૂતરાને ભગાડવાની ઘણી કોશિશ કરી પરંતુ કૂતરું ઘરમાંથી બહાર નીકળ્યું નહીં.
માતા દીકરીને ઘોડિયામાંથી દોડીને લઈને બહાર નીકળી ગઈ ત્યારબાદ બુમા-બુમ કરવા લાગી હતી. તેને કારણે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. કૂતરાને ઘરમાંથી બહાર કાઢ્યું હતું. ત્યારબાદ તરત જ દીકરીના પિતા આશિષભાઈને આ ઘટનાની જાણ કરતા તેઓ આવ્યા હતા.
દીકરીને ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પાંચ મહિનાની માસુમ દીકરીને માથામાં 15 ટાંકા આવ્યા હતા. હજુ માસુમ દિકરીની જીવ જોખમમાં હતો. જાનવીની સારવાર ચાલી રહી હતી. નાની બાળકીઓ સાથે આવી ઘટના બનતા ઘરના સભ્યો ચિંતિત બની જાય છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]