ઘરમાં આગ લાગતા જ PIની પત્ની, બહેન અને ભાણકી બળીને થયા ખાખ, બચાવો.. બચાવો.. ના અંતિમ શબ્દો હવામાં ગુંજતા રહ્યા અને….

મધ્ય પ્રદેશ રાજ્યના જબલપુરમાં એક એવી દુર્ઘટના બની કે જે જોઈને કઠણ કાળજા વાળા વ્યક્તિઓની આંખમાં પણ આંસુ આવી જશે. મધ્યપ્રદેશના જબલપુર જિલ્લામાં રેલવેમાં પ્રોટોકોલ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા આદિત્ય સોની અને તેનો પરિવાર રહેતા હતા. રેલવેમાં પ્રોટોકોલ ઇન્સ્પેક્ટર આદિત્ય સોનીની બે બહેનો છે..

તેમાંની મોટી બહેન રીતુના લગ્ન પત્રકાર રત્નેશ્વર સાથે કરવામાં આવ્યા હતા. તેઓ મધ્યપ્રદેશના જ ભોપાલમાં લાલઘાટી એરપોર્ટ રોડ પર રહેતા હતા. તેમને એક દીકરી પણ છે. આદિત્યની માતા અરુણા બાલાને કેન્સરની ગંભીર બીમારી છે. જેને કારણે તેઓની તબિયત અવારનવાર બગડી જાય છે. જેથી રીતુ પોતાની માતાની ખબર કાઢવા માટે થોડા દિવસો પહેલા પોતાની દીકરી સાથે આદિત્યના ઘરે આવી હતી..

આદિત્યના લગ્ન નેહા સાથે 12 વર્ષ પહેલા થયા હતા. જે મધ્યપ્રદેશના બેતુલમાં રહેતી હતી. પરંતુ તેમને કોઈ સંતાન ન હતું. આમ છતાં પણ તેઓ ખુશીથી રહેતા હતા. પરંતુ ગઈકાલે રાત્રે તેમના ઘરે અચાનક જ આગ લાગી ગઈ. જબલપુરના ગોરા બજાર પિંક સિટીના નંબર ત્રણ અને ચાર ના ગેટની સુરક્ષા રાહુલ કરે છે. તે દરરોજ રાતમાં ઘણીવાર ત્યાં રાઉન્ડ મારતો હોય છે.

તેમજ આદિત્યના ઘરથી ત્રણ ચાર મકાન છોડીને રહેતા પિયુષ દુબે સીઓડી તરીકે ફરજ બજાવે છે. તેમના સાસુ હોસ્પિટલમાં એડમિટ હોવાને કારણે તે રાત્રે દોઢ વાગ્યે ઘરે આવ્યા હતા. ત્યારે તેણે આદિત્ય સોની ને પોતાની બાલકની માંથી બૂમો પાડતા જોયો. ત્યારે તેણે તરત જ રાહુલને જાણ કરી. રાહુલે બીઆઈએસ ની ટ્રેનિંગ લીધી હતી.

તેથી તેને આવા કપરા સમયમાં કઈ રીતે કામ લેવું તેની સારી એવી જાણકારી હતી. તેથી તે આદિત્યની બુમો સાંભળીને ગેટ કુદીને તેના ઘરમાં પ્રવેશ્યો હતો. ઘર ની અંદર દરવાજો ખોલવાનો પ્રયાસ કરતા તે ખુલ્યો ન હતો. ત્યારબાદ તેણે હથોડા વડે દરવાજો તોડ્યો હતો. આસપાસના લોકોને આ બાબતની જાણ થતા તેઓએ આદિત્યના પરિવારજનોને બચાવવા માટે ઘરની અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા. ત્યારબાદ તેમણે પોતાના મકાનમાંથી પાણીની પાઇપ લઈને રૂમમાં લાગેલી આગ બુજાવવાનો પ્રયત્ન કર્યા હતા પરંતુ આગ શાંત થવાનું નામ લેતી ન હતી. આગ લાગ્યા ને 15 20 મિનિટ જેવું થઈ ગયું હતું. ત્યારે ઘરની સીડીઓની બાજુમાં આવેલી બાલકની માંથી લોકોને આદિત્યની બહેન રીતુની બૂમો સંભળાય.

પરંતુ તેઓ તેને બચાવી શક્યા નહીં. ફાયરબ્રીગેડ આવ્યા બાદ તેઓએ આદિત્યને સલામત રીતે ઘરની બહાર કાઢ્યો હતો. આ ઉપરાંત ફાયર બ્રિગેડ દ્વારા આદિત્યની માતા ને અંદરની રૂમમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. પરંતુ આદિત્ય ની પત્ની તેની બહેન તેમજ તેની બહેન ની દીકરી નો બચાવ શક્ય બન્યો ન હતો.

આજ શાંતિ આવાજ જ્યારે ઘરની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે રીતુએ પોતાની દીકરીને બચાવવાનો પ્રયાસ કરતી હતી. રીતુની પીઠના ભાગમાં ઘરના સીલીંગ માં લાગેલું પ્લાસ્ટિક ઓફ પેરિસ ઓગળી પડ્યું હતું. જેના કારણે માતાને દીકરી એકબીજા સાથે ચિપકી ગયા હતા. આ ઉપરાંત ઘરની બીજી રૂમમાં આદિત્યની પત્ની નેહા ની લાશ પડી હતી.

જેના શરીર પર આગને કારણે ફોલ્લા પડી ગયા હતા અને શ્વાસ રુંધાવાના કારણે તેનું મૃત્યુ થઈ ગયું હતું. આ દુર્ઘટના ને કારણે એક જ પરિવારના ત્રણ સભ્યોનું મૃત્યુ તથા આખા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તેમજ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment